1 February 2023
1 અનુયાયીઓ
Life's Story ના લેખક શ્રી ચિરાગ ચોટલીયા ને હું ૨૦૦૩ માં પહેલીવાર મળ્યો જયારે અમે 10th SSC નો અભ્યાસ કરતા હતા. એ સમયે ચિરાગ એક બિન્દાસ અને રમુજી છોકરો હતો પણ તે પોતાના ફેમિલી મીઠાઈ બિઝનેસ માં તેના પપ્પા સાથે કાર્યરત હતો.10th પાસ કાર્ય પછી અમે બંનેએ કોમર્સ પસંદ કર્યું જેનું કારણ કે હેતુ અમને આજે પણ ખબર નથી. ૨ વર્ષ બાદ અમે 12th કોમર્સ HSC ની પરીક્ષા પાસ કરી અને પછી અમે થોડા જીવન પ્રત્યે ગંભીર થયા. વર્ષ ૨૦૦૬ માં HSC પાસ કર્યા પછી ચિરાગે શેરબજાર માં નોકરી શરુ કરી, થોડા વર્ષ પછી અમદાવાદમાં ટેલિકોમ જોબ, પછી ફરી શેરબજાર, તેના પછી ફરીથી ફેમિલી બિઝનેસ, પછી મોરબીમાં ટેક્સટાઇલ કંપનીમાં જોબ, અને અંતે અમદાવાદમાં એક ફર્નિચર કંપનીમાં જોબ કરી. આ બધું કરતા-કરતા ચિરાગે પોતાના લખવાના શોખ ને જાળવી રાખ્યો અને Life's Story ઉપરાંત કેટલાક ન્યુઝ આર્ટિકલ અને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખ્યા છે. આટલા લાંબા સંઘર્ષ પછી ચિરાગે પોતાના સહકાર્યકર્તા મિત્રો સાથે પોતાનો ફર્નિચર બનાવવાનો બિઝનેસ શરુ કર્યો જેમાં તે વર્તમાનમાં કાર્યરત છે પરંતુ અંદરથી ચિરાગ હજુ પણ કંઈક નવું અને અલગ કરવાની ઈચ્છા રાખે છે જે ભવિષ્ય માં જોવા મળશે. મેં ચિરાગ ને એક કન્ફ્યુઝ છોકરા માંથી એક મહત્વાકાંક્ષી વ્યક્તિમાં પરિવર્તિત થતા જોયો છે. એ પરિવર્તન પછી ઝડપી નિર્ણય અને ત્વરિત કાર્ય (Quick Decision and Immediate Action) એ ચિરાગના સ્વભાવ માં પ્રસરી ગયા છે. મને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં શ્રી ચિરાગ ચોટલીયા તરફથી કોઈ નવું પુસ્તક કે કોઈ ફિલ્મ જોવા મળશે. -- બ્રિજેશ કાનાણીD