ચોથા ટાઇટલ પરનું લખાણ શિક્ષણનું ક્ષેત્ર એક ઉત્તમોત્તમ ક્ષેત્ર છે. સર્જનાત્મક કાર્ય કરવા માટે અને દેશનો વિકાસ કરવા માટે બાળકોને અને ભાવિ નાગરિકોને તૈયાર કરવા માટે અહીં જ મહત્તમ તકો છે. ડૉક્ટરને બાદ કરતાં કેવળ શિક્ષકને જ બાળકોનો અને લોકોનો અઢળક પ્રેમ મળે છે. આ પુસ્તકમાં એક શિક્ષકને બાળકોનો અને વાલીઓનો જે કલ્પનાતીત પ્રેમ મળ્યો છે તેની વાતો છે. એક શિક્ષક જો નિષ્કામ રીતે અને કેવળ પ્રેમથી બાળકો સાથે કામ કરે અને તેમને સ્નેહ આપે તો એ બાળકો ત્યારે અને મોટાં થયા પછી પણ કેવા પ્રતિભાવો આપે છે તેની અદ્ભુત વાતો આ પુસ્તકના લેખો કહે છે. વાચક પણ આ આનંદમાં ડૂબકી મારશે જ. Read more