shabd-logo
Shabd Book - Shabd.in

Ashwathama

Ashutosh Garg

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
22 May 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789355430861
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે, પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું ‘વરદાન’ પ્રાપ્ત થયું, ત્યાં જ અશ્વત્થામાને અમરત્વ ‘શાપ’માં મળ્યું હતું! યુદ્ધની કથા હંમેશા નિર્મમ નરસંહાર, નિર્દોષોની હત્યા અને દુષ્કર્મોની કાળી શાહીથી લખવામાં આવે છે. તો પછી મહાભારત જેવા મહાયુદ્ધમાં અશ્વત્થામાથી એવા કયા બે અક્ષમ્ય અપરાધ થઈ ગયા હતા, જેના માટે શ્રીકૃષ્ણએ તેને એકાકી અને જર્જર અવસ્થામાં હજારો વર્ષો સુધી પૃથ્વી પર ભટકવાનો વિકટ શાપ આપી દીધો? તેના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે શ્રીકૃષ્ણએ આટલો કઠોર શાપ આપીને તેની સાથે અન્યાય કર્યો હતો અથવા પછી તેની પાછળ ભગવાનનું કોઈ દૈવી પ્રયોજન હતું? શું અશ્વત્થામાના માધ્યમથી ભગવાન કૃષ્ણ આધુિનક સમાજને કોઈ સંદેશ આપવા ઇચ્છતા હતા? મોટા ભાગે વિશ્વ અશ્વત્થામાને દુર્યોધનની જેમ કુટિલ અને દુરાચારી સમજે છે. લેખકે આ નવલકથામાં અશ્વત્થામાના જીવનના વણસ્પર્શ્યા પાસાઓને વ્યક્ત કરતા, એ મહાન યોદ્ધાના દૃષ્ટિકોણથી મહાભારતની કથાને એક નવા રૂપમાં પ્રસ્તુત કરી છે. ABOUT THE AUTHOR આશુતોષ ગર્ગનો જન્મ ૧૯૭૩માં દિલ્હીમાં થયો. હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. (હિંદી) તથા દિલ્હીથી સ્નાતકોત્તર ડિપ્લોમા (પત્રકારત્વ અને અનુવાદ) પ્રાપ્ત કર્યા પછી ઇંદિરા ગાંધી મુક્ત વિશ્વવિદ્યાલયમાંથી એમ.બી.એ. (માનવ સંસાધન)ની ડિગ્રી પ્રાપ્ત કરી. શાળાકીય દિવસોથી જ કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂઆત થઈ ગઈ હતી અને અત્યાર સુધી આપના દ્વારા લખેલાં અને અનૂદિત લગભગ ૨૫ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આપ અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓ પર સમાન રીતે પ્રભુત્વ ધરાવો છો તથા અનુવાદના ક્ષેત્રમાં આપનું નામ પરિચિત છે. દશરાજન, દ્રૌપદી કી મહાભારત, આનંદ કા સરલ માર્ગ, શ્રી હનુમાન લીલા વગેરે હિંદીમાં આપના દ્વારા કરવામાં આવેલા મુખ્ય અનુવાદ છે, જેની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આશુતોષ નિયમિત રીતે અખબાર અને સામયિકોમાં લખે છે. હાલ, તેઓ રેલવે મંત્રાલયમાં ઉપ-નિર્દેશકના પદ પર કાર્યરત છે. ABOUT THE TRANSLATTER પત્રકાર-અનુવાદક કાશ્યપી મહાનો પરિચય પૂ. મહાત્મા ગાંધીના આગ્રહથી, દાદા દત્તાત્રેય મહા મહારાષ્ટ્રથી આવીને, ગૂજરાત વિદ્યાપીઠ-સાબરમતી આશ્રમમાં શિલ્પાચાર્ય તરીકે જોડાયા, જ્યાં એમના હાથે ગાંધીજીના પ્રિય ‘ત્રણ વાંદરા’ અને કુમાર સામયિકમાં આજે પણ પ્રગટ થતું ‘માધુકરી’ જેવા પ્રખ્યાત શિલ્પો રચાયા. એમનો કળા-સાહિત્ય વારસો ધરાવતા કાશ્યપીએ વાણિજ્ય સ્નાતક હોવા સાથે પત્રકારત્વ-સમૂહપ્રત્યાયન વિષયમાં પારંગત અને અનુપારંગત છે. પત્રકાર-સંપાદક, મુલાકાતી વ્યાખ્યાતા તરીકે તેઓ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે. મણિભવન ગાંધી સંગ્રહાલય માટે ગુજરાતભરના સ્વાતંત્ર્યસેનાનીઓની ઐતિહાસિક ઓડિયો મુલાકાતોનું સ્ક્રીપ્ટ લેખનકાર્ય પણ સુપેરે નિભાવ્યું છે. એમના દ્વારા વિવિધ ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં ૬૫ ઉપરાંત પુસ્તકોમાં, (મરાઠીમાંથી) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુનરોદ્ધાર પૂજાવિધિનું અલભ્ય પુસ્તક ‘શ્રી સોમનાથ તીર્થ’, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ‘શ્રી બાળાસાહેબ દેવરસ’નું જીવનચરિત્ર, ‘ભારતમાં ખ્રિસ્તીઓઃ એક દસ્તાવેજી વિશ્લેષણ’ કરતું સંશોધનઅહેવાલરૂપ પુસ્તક, પૉલ બ્રન્ટન લિખિત ‘હિમાલય અને એક તપસ્વી’ (જેને વર્ષ ૨૦૧૬-૧૭ના લેખિકાના સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે અનુવાદ શ્રેણીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે) તથા (હિન્દીમાંથી) પ્રકાશ બિયાણી લિખિત ‘બિઝનેસ ગેમ ચેંજર્સ’, જનસંઘની થિન્કટેન્ક ગણાતા પં. દીનદયાળ ઉપાધ્યાય લિખિત ‘શ્રીમદ્ શંકરાચાર્ય’, નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ લેખક રોમારોલાં લિખિત ‘વિવેકાનંદ’, સરસંઘચાલકશ્રી મોહનરાવ ભાગવતના ત્રિદિવસીય પ્રવચનો ‘ભવિષ્યનું ભારત’, ગોવાના પૂર્વ રાજ્યપાલ મહામહિમ મૃદુલા સિન્હા લિખિત ‘પરિતપ્ત લંકેશ્વરી’ (જેને કેન્દ્રીય સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 પ્રાપ્ત થયો છે અને આ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.એ.ના અભ્યાસક્રમમાં સામેલ છે) તથા (અંગ્રેજીમાંથી) સીસીસીની પરીક્ષા માટે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. માટેનું તાલીમી સાહિત્ય સહિતના પુસ્તકો સામેલ છે. એમણે ‘મહારાજા ભગવતસિંહજી’, ‘સમર્થ રામદાસ’, ‘ગુરુદયાલ મલિક’ પ્રેરક જીવનચરિત્રો પણ આપ્યાં છે. કાશ્યપી મહા દ્વારા અનૂદિત શૈડ હેલ્મસેલ્ટર લિખિત ‘શું કહેશો જ્યારે તમે પોતાની સાથે વાત કરશો’ (2018), મહેશ ચંદ્ર કૌશિક લિખિત ‘શેરબજારમાં સફળ કેવી રીતે થશો?’, ‘શેરમાર્કેટમાં અબ્દુલ ઝીરોથી હીરો કેવી રીતે બન્યો?’, ‘શેરમાર્કેટમાં ચંદુ કેવી રીતે કમાયો, ચિંકીએ કેવી રીતે ગુમાવ્યું’ અને ‘સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ’ પુસ્તકોના પ્રકાશન પછી હવે, આશુતોષ ગર્ગ લિખિત ‘અશ્વત્થામા’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. સંપર્ક ઃ kashyapimaha@gmail.com Facebook: kashyapi.maha, twitter: @Kashyapimaha instagram: kashyapimaha Read more 

Ashwathama

0.0(1)


તે ભગવાન શંકરનો અંશાવતાર હતો. દ્રોણાચાર્યને ઘણો પ્રિય હતો. તેમના પુત્રના મૃત્યુની અફવા સાંભળી લાગેલા આઘાતની અસર નીચે તેઓ ધૃષ્ટદ્યુમ્નના હાથે હણાયા. પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાએ મરણ શૈયા પર પોઢેલાં દુર્યોધન પાસે ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ સમાપ્તીની સત્તાવાર ઘોષણા પછી પણ મારવાની પરવાનગી મેળવી લીધી. અશ્વત્થામાએ દુર્યોધનને યુદ્ધને અંતે પાંડવોનો અંત લાવવાનું પણ વચન આપ્યું. અશ્વત્થામાએ યુદ્ધનાં છેલ્લે દિવસે વિચાર કર્યો કે દિવસના સમયે કાગડાં ઘુવડ પર ત્રાટકે છે અને રાત્રે ધુવડ પાછો પ્રતિઘાત કરે છે. પ્રકૃતિના આ નિયમ અનુસાર જે જ્યારે શક્તિમાન હોય ત્યારે આક્રમણ કરે તે ઉચિત જ છે તેમ તેણે માન્યું. તેણે કૃતવર્મા અને કૃપાચાર્ય વિગેરે સાથે મળી પાંડવોની છાવણી પર હુમલો કર્યો. ત્યાં તેને કૃષ્ણનાં દાનવ દ્વારપાળ દ્વારા રોકવામાં આવ્યો. તે છતાં કૃષ્ણએ તકેદારી રાખી પાંડવો અને સત્યકીને ગંગા કિનારે ખસેડ્યાં હતાં. અશ્વત્થામાએ શિવજી ની અર્ચના કરી અને પોતાનું શરીર શીવજી ને અર્પણ કર્યું. શીવજીએ તેને વરદાન આપ્યું કે તે રાત્રે જે તેની સાથે લડશે તે મૃત્યુ પામશે. તેણે મધ્ય રાત્રે પાંડવોની છાવણી પર હુમલો કર્યો અને ભૂલથી દ્રૌપદી અને પાંડવોના પાંચ પુત્રોને મારી બેઠો. પાંડવોને આની ગંધ આવતાં જ અશ્વત્થામાનો પીછો કર્યો અને અર્જુન સાથે તેનો સામનો થયો. આ લડાઈ દરમ્યાન અશ્વત્થામાએ અત્યંત શક્તિશાળી એવા બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કર્યો જેનો એકવાર તેણે કૃષ્ણના સુદર્શન ચક્ર સામે નિષ્ફળ પ્રયોગ કર્યો હતો. આના પ્રત્યુતરમાં અર્જુને પણ તે જ શસ્ત્ર વાપર્યું. વિશ્વ વિનાશનાં ભય ને પામી ઋષી મુનીઓએ બનેંને પોતના શસ્ત્રો પાછા ખેંચી લેવા સમજાવ્યાં. અર્જુન તે કરી શક્યો પણ અશ્વત્થામા ઓછો નિપુણ હોવાથી તેમ ન કરી શક્યો અને તેને કોઈ એક નિશાન સાધવાનું કહેવામાં આવ્યું. અશ્વત્થામાએ શસ્ત્રને પાંડવ સ્ત્રીઓના ગર્ભ તરફ તાક્યો. જેમાં અર્જુનની પુત્રવધુ ઉત્તરા એક હતી. એ સમયે ઉત્તરા અભિમન્યુનાં બાળક પરીક્ષિતને ગર્ભમાં સેવતી હતી જે ભવિષ્યમાં સર્વ પાંડવ કુળનો વારસદાર હતો. બ્રહ્માસ્ત્રએ સફળતાથી ગર્ભમાં રહેલા નવજાતને બાળી નાખ્યો પણ કૃષ્ણએ તેને જીવિત કર્યાં અને અશ્વત્થામાને શાપ આપ્યો કે તે કુષ્ટ રોગથી પીડાશે અને વિશ્વમાં ૬૦૦૦ વર્ષ સુધી તિરસ્કૃત અવસ્થામાં ભટકશે. અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું. અન્ય વાયકા અનુસાર તે હજું પણ પૃથ્વી પર આંધી અને વાવાઝોડાં સ્વરૂપે ભટકે છે. ભારતમાં આવેલ બુરહાનપુર પાસે એક અસિરગઢનામે કિલ્લો છે. તેમાં એક શીવ મંદિર છે. એમ માનવામાં આવે છે કે રોજ સવારે અશ્વત્થામા અહીં ભગવાનને લાલ ગુલાબ અર્પણ કરે છે. પુરાણ અને પલાવા કુળ જેમણે પૂરાણ અનેપૂર્વ મધ્ય કાળે કાંચીપુરમમાં રાજ કર્યું તેઓને અશ્વત્થામા અને અપ્સરા મેનકાનાં વંશજો માનવામાં આવે છે.

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો