પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી એકનું મન કચવાય તો તેની અસર અંગત સંબંધ પર પણ પડે છે. એકબીજાં પ્રત્યે પ્રેમ, આકર્ષણ, લાગણી અને ખેંચાણ હોવા છતાં ક્યારેક પરિસ્થિતિ, ક્યારેક સંકોચ તો ક્યારેક એકબીજાંને લઈને થતા અણગમાના કારણે બે વ્યક્તિ એકબીજાંથી દૂર થવા લાગે છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને પ્રિયપાત્ર સાથે તન-મનથી જોડાયેલાં રહીએ તેવી સમજણ દર્શાવતી કેટલીક વાતોને આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તક પતિ-પત્નીના અંગત સંબંધને સાચવવામાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે. Read more