કૉર્પોરેટ કંપનીમાં કાર્યરત અમન પોતાના માટે અને કંપની માટે પૈસા ભેગા કરી લેવાની દોડમાં છે. તે નથી પોતાનાં બાળકો ઉપર ધ્યાન આપી શકતો કે નથી પોતાની પત્નીને પણ વફાદાર રહી શકતો. એક અસંતુષ્ટ આત્મા બનીને જીવનને વેંઢાર્યા કરે છે. એવામાં જીવનમાં થોડુંક સુખ મેળવવાનાં પ્રયત્નોમાં અમનની મુલાકાત થાય છે તેની જૂની મિત્ર સયાની સાથે…અમનને એની મંજિલ સુધી પહોંચવામાં સયાની મદદ કરે છે પોતાનાં મેન્ટર રાહુલની સાથે મુલાકાત કરાવીને! અને શરૂ થાય છે સાત બ્રિજની આત્મખોજની એ યાત્રા, જે અમનને કદાચ એની મંજિલ સુધી પહોંચાડી શકે. શું અમન તૈયાર છે આ યાત્રા માટે? શું અમન પોતાની બેચેનીનો ઉકેલ મેળવી શકશે? સરળ અને રસપ્રદ ભાષામાં લખાયેલું આ Corporate સાધુ પુસ્તક, જીવનથી હારેલા એક એવા Burnt Out મૅનેજરની, સમૃદ્ધિથી શાણપણ તરફની સફરની સૂચક રીતે વાત કરે છે. આ પુસ્તક વિવિધ ક્ષેત્રોનાં વિવિધ સંજોગોનાં આધારે સંપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તેનો સરળ ઉપાય બતાવે છે. મનની આંતરિક શાંતિ અને પરિવારના સુખને સાથે રાખીને પણ, સફળતાની ટોચ પર પહોંચી શકાય છે તે આ પુસ્તક સાબિત કરી આપે છે. Read more