ગૅસ અથવા વાયુ થવો ઓડકાર આવવા, પિત્ત નીકળવો ગૅસ ન નીકળવો પેટ ભરેલું લાગવું અપચો પેટમાં દુખાવો વોમિટ થવી ભૂખ ન લાગવી ઝાડા અને કબજિયાતની સમસ્યા આ નાની લાગતી ફરિયાદો દરેક વ્યક્તિ માટે ક્યારેક ને ક્યારેક તકલીફો કરતી હોય છે. જો આ ફરિયાદોની ઉપેક્ષા કરવામાં આવે તો કોઈકવાર આ નાની લાગતી તકલીફો મોટી બીમારીના વિષચક્રમાં ફસાવી દે છે. આ બધી સમસ્યાઓનું કારણ શું હોઈ શકે? કયા ચિહ્નો દ્વારા તેમને ઓળખી શકાય? તેની યોગ્ય સારવાર કેવી રીતે કરી શકાય? આ બધાં અટપટા અને મૂંઝવણભર્યા સવાલોના સચોટ જવાબો આ પુસ્તકમાંથી તમને મળશે. ડૉ. બિમલ છાજેર, એમ.ડી. નિષ્ણાત કાર્ડિયોલૉજિસ્ટ છે. તેમણે હૃદયરોગ, B.P., સ્ટ્રેસ, ડાયાબિટીસ, વધુ વજન જેવી જીવલેણ બીમારીઓ સામે નવો, ક્રાંતિકારી અને અકસીર કાર્યક્રમ ઘડ્યો છે. આ કાર્યક્રમોને કારણે 20,000 ઉપરાંત હૃદયરોગીઓને બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કર્યા વગર સાજા થવામાં તેમણે મદદ કરી કરી છે. દરેક ઘરમાં હોવું જોઈએ એવું આ પુસ્તક ગૅસ અને ઍસિડિટી જેવા રોજિંદા પ્રશ્નો સામે સંજીવની જેવું પૂરવાર થશે. Read more
0 ફોલવર્સ
7 પુસ્તકો