દરેક વહાણને યોગ્ય કિનારે પહોંચવા માટે નાખુદાની જરૂર હોય છે એમ દરેક જીવને આ ભવસાગર સુખરૂપ તરવા માટે કોઈ ગુરુની જરૂર હંમેશાં હોય જ છે. આપણે જ્ઞાન લઈને ભાગ્યે જ જન્મીએ છીએ, જ્ઞાન એકઠું કરીને આગળ વધીએ છીએ. એવાં વખતે કોઈ જ્ઞાની, જેને આપણે ‘ગુરુ’ કહીએ છીએ એ મળી જાય એ તો મુકદ્દરના આશીર્વાદ સમાન હોય છે. હા, સફળતાપૂર્વક એકલા સફર ખેડવાવાળાની તાણ નથી, પરંતુ એમાં થોડીક તકલીફ વધારે પડતી હોય છે. હું આશા રાખું છું કે દરેકને એક એવા ‘ગુરુ’ મળી જાય જે એમની બધી તકલીફો આસાન કરી આપે. ડૉ. આઈ. કે. વીજળીવાળા Read more