ભરતપુરના ‘રાજા સૂરજમલે’ કેવલાદેવ મંદિરની બાજુમાં નદી કાંઠે એક ડેમ બાંધ્યો. જ્યાં અગણિત પક્ષીઓ આવી વસ્યા. પક્ષીઓનો શિકાર કરવો તે રાજાઓનો શોખ રહ્યો હતો. સમય જતાં પક્ષીઓ અંગેની સંવેદના સાથે કાનુન બન્યો અને પક્ષીઓને મુક્ત વિહાર માટેના અભ્યારણ્યો બન્યા. ભારતભરમાં વન્યજીવો માટેના અસંખ્ય અભયારણ્યો છે તેમાં કેવલાદેવ પક્ષી અભયારણ્યને હેરિટેજ સાઇટ માટે માન્યતા મળી. પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ સાથે આ અભયારણ્યમાં અસંખ્ય પક્ષીઓનો આવાસ છે. તેમનો કલરવ નવી પેઢીના બાળકો માટે પ્રિય બની રહેશે. Read more