પૃથ્વીની એક વધુ પ્રદક્ષિણા જૂલે વર્ન જેવા કસાયેલા લેખકની કલમે આપણને અહીં મળે છે. સાવ જુદા જ પ્રકારે અને જુદા જ માહોલમાં લખાયેલી કથા જૂલે વર્નની મહાનવલકથાઓ પૈકીની એક છે.|| આજથી દોઢસો વર્ષ પહેલાંની દુનિયાની આ વાત છે. ‘ખોવાયેલાની ખોજમાં’નો કથાનાયક લૉર્ડ ઍડવર્ડ ગ્લેનાર્વન જુદા જ હેતુ માટે દરિયાઈ સફરે નીકળે છે. શાર્કના શિકાર દરમિયાન એના પેટમાંથી નીકળેલી કાચની બૉટલમાંના અસ્પષ્ટ અને ચૂંથાઈ ગયેલા દરિયાઈ સંદેશમાં મદદની માગણી થઈ હતી. એના જ દેશના કૅપ્ટન ગ્રાન્ટના જહાજ ‘બ્રિટાનિયા’ને મદદની જરૂર હતી. પત્રમાંના તૂટક શબ્દોના આધારે કરી શકાયેલા અર્થઘટન પ્રમાણે જ એ સ્થળની શોધ કરવાની હતી. અને મુશ્કેલીઓમાં ફસાયેલા પોતાના દેશવાસીને બચાવવાનો હતો.|| જૂલે વર્નની આ કથામાં પ્રવાસ છે, સાહસ છે, ઇતિહાસ અને ભૂગોળ પણ છે. અહીં વિજ્ઞાન તો છવાયેલું જ રહે છે, પરંતુ વર્નની કથાઓમાં ભાગ્યે જ દેખાતો હાસ્યરસ પણ અહીં છે. બે મહાખંડો અને એક ટચૂકડા દેશની ધરતી અને લોકજીવનને આવરી લેતી અને ત્રણ ભાગમાં લખાયેલી આ કથાનું ફલક ઘણું મોટું છે. જૂલે વર્નની આ કથાના વિષમ અનુભવોમાંથી કથાનાયકોની સાથે સાથે સહૃદયી ભાવકો પણ અનાયાસપણે પસાર થતા હોય એવું અનુભવાશે.|| “સમયની પાર જોઈ શકતા લેખકની રોમાંચક અને અદ્ભુત કથા” Read more
0 ફોલવર્સ
8 પુસ્તકો