shabd-logo
Shabd Book - Shabd.in

LIFE’S STORY

ChiraN Chotaliya

1 ભાગ
11 લોકો દ્વારા ખરીદેલ
3 વાચકો
1 February 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 978-93-94582-58-3
આના પર પણ ઉપલબ્ધ છે Amazon Flipkart

Life's Story એ માત્ર એના મુખ્ય પાત્ર ગૌતમ નહિ, આપણા બધાના જીવનમાં બનેલી ઘટનાઓ નું પ્રતિબિંબ છે. આ નવલકથામાં ગૌતમ પોતાની રાહમાં આવતા દરેક પડકાર ને ઝીલવા માટે તૈયાર છે અને તેનું આ વલણ (Attitude) તેને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. તેમછતાં જયારે વાત પ્રેમ ને સગપણ માં બદલવાની આવે છે ત્યારે ગૌતમ હારી જાય છે જેનો તેને જીવનભર અફસોસ રહે છે. આપણા કહેવાતા સભ્ય સમાજમાં રહેવા માટે ગૌતમ બિઝનેસ કરે છે, લગ્ન કરે છે અને બધા રીતિરિવાજ નું અનુસરણ પણ કરે છે. પરંતુ એના મનમાં સમાજના તર્ક વિનાના પરંપરાગત રિવાજો પ્રત્યે ઉગ્ર રોષ અને વિરોધ ભરેલો છે જે Life's Story વાંચતી વખતે સ્પષ્ટ દેખાઈ આવે છે. હકીકત માં આપણને બધાને સમાજના અમુક કુરિવાજો ગમતા નથી પણ આપણે ગૌતમ જેટલા પ્રમાણિક નથી. એટલે જ આપણે એ કુરિવાજો પ્રત્યે વિરોધ દર્શાવતા નથી અને સમાજના પરંપરાગત નિયમોનું પાલન કરતા-કરતા જીવન જીવતા રહીએ છે. ગૌતમનું સરળ અને પ્રમાણિક વલણ તેને સમાજની વિરુદ્ધ ઉભા રહેવાની શક્તિ આપે છે અને તે સમાજની ટીકાઓનો પણ સ્વીકાર કરે છે. -- બ્રિજેશ કાનાણી  

life's story

0.0(2)


સમાજ માં ચાલતા કુ રિવાજો અને કુ પ્રથા ઓ પર પ્રકાશ પાડતી એક સુંદર પુસ્તક


"જીવનની વાર્તા" એ માનવ અનુભવનું ઉત્તેજક સંશોધન છે, જે જીવનની ગૂંચવણો પર આંતરદૃષ્ટિપૂર્ણ પ્રતિબિંબ સાથે કરુણ વ્યક્તિગત ટુચકાઓનું મિશ્રણ કરે છે. લેખક કુશળતાપૂર્વક વિજય, નુકસાન અને વૃદ્ધિની વાર્તાઓ વણાટ કરે છે, લાગણીઓ અને જીવન પાઠનું મોઝેક ઓફર કરે છે. દરેક પ્રકરણ એક હૃદયસ્પર્શી વાર્તાલાપની જેમ વાંચે છે, જે વાચકોને લેખકની સફરમાં દોરે છે. ગદ્ય ભવ્ય અને આત્મનિરીક્ષણાત્મક છે, વાચકોને તેમની પોતાની વાર્તાઓ પર વિચાર કરવા આમંત્રણ આપે છે. જ્યારે કેટલીકવાર પેસિંગ ઉતાવળમાં અનુભવાય છે, ત્યારે પુસ્તકની પ્રામાણિકતા અને સંબંધિત થીમ જીવનની જટિલતાઓમાં આશ્વાસન અને જોડાણની શોધ કરનારાઓ માટે તેને આકર્ષક વાંચન બનાવે છે.

એક પુસ્તક વાંચો