વિશ્વની તમામ માનવ સભ્યતાનો વિકાસ નદી કિનારે થયો હતો. વિશ્વની તમામ સંસ્કૃતિના પાયામાં જીવનસંજીવની જળ રહ્યું છે. યુગોથી માનવી પાણીને જીવનદાતા માનતો આવ્યો છે. પાણીનું મહત્વ હિંદુ પુરાણોમાં યુગોથી સ્વીકારાયેલું છે. છેલ્લી દસ સદીઓના શાસકોએ પાણીના સંગ્રહની અદ્વિતીય વ્યવસ્થા કરી ગયા. આવી વ્યવસ્થા ભારતના દક્ષિણ કિનારે મહાબલીપુરમ્ માં જોવા મળે છે. સાતમી સદીમાં પલ્લવવંશના શાસકોએ મહાબલીપુરમ્ નું નિર્માણ કર્યું હતું. પથ્થરોના માખળોમાંથી મંદિરોનું નિર્માણ કરી દરિયાઇ પાણીને મોટા તળાવોમાં સંગ્રહિત કર્યું. જીવસૃષ્ટિના સમન્વય સાથેની માનવ-સભ્યતાનું ઉત્તમ ઉદાહરણ છે. દરિયાઈ ભરતીમાં જમીનમાં ગરકાવ થયેલું મહાબલીપુરમ્ કાળક્રમે ઉજાગર બન્યું અને આજે હેરિટેઝ શ્રેણીમાં સ્થાન પામ્યું છે. આ સ્મારક એક અતીતના નગરની ઓળખ આપે છે. નવી પેઢીના બાળકો માટે આ સાઇટ રોમાંચક અપાવે છે. Read more