વિજ્ઞાન કુદરતના નિયમોમાં એક સળી જેટલો યે ફેરફાર કરી ન શકે કે છૂટ લઇ ન શકે. દા.ત. કૃષિ વિજ્ઞાનીઓને એવો વિચાર આવ્યો કે શેરડી અને વાંસ બન્ને એક જ કૂળના છે.તો એ બન્નેના મિશ્રણ થકી વાંસ જેવડી શેરડી બને તો ખાંડ અને ગોળ ના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થઈ શકે.એમ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે શેરડી જેવડો મોળો વાંસ ઉગ્યો.શેરડીના કદના જનીન અને વાંસના સ્વાદના જનીન જોરાવર હશે.આમ કુદરતને જે મનજુર હોય તે જ શક્ય બની શકે. ઇટાલીમાં એક નદીને નાથીને કેટલાય કી.મી. સુધી સળંગ રેખા જેવી સીધી બનાવી.જોવામાં તે ખૂબ સુંદર લાગે.એના એન્જીનિયરો ને કલ્પના નહિ હોય કે આનું કેવું દુષપરિણામ આવશે.હવે દર વર્ષે નદીના મુખ આગળ સેંકડો મેટ્રિક ટન રેતી ભેગી થાય છે તેને દર વર્ષે લાખો ડોલરના ખર્ચે ત્યાંથી ઉપાડવી પડે છે.
વિજ્ઞાન કુદરતના કોઈ નિયમમા મન માન્યો ફેરફાર કરી ન શકે, કોઈ છૂટ લઇ ન શકે કે કોઈ નિયમનો ભંગ કરી ન શકે. વળી પોતાને લાભકારક હોય તેવો કોઈ નવો નિયમ બનાવી પણ ન શકે.માત્ર કુદરતે જે નિયમો બનાવ્યા છે તેના કુશળતાપૂર્વકના (skillful) ઉપયોગ દ્વારા તેનો લાભ લઇ શકે.એટલે કે વરસાદ કે તડકો હોય તેને રોકી ન શકાય પણ છત્રીથી બચાવ કરી શકાય. આને કહેવાય કુદરતના નિયમનો યુક્તિપૂર્વકનો ઉપયોગ.શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાનનું સાત વર્ષની વયનું બાળસ્વરૂપ છે. તેમનું મુખ્ય મંદિર રાજસ્થાનમાં ઉદેપુરથી 48 કિ.મી દૂર નાથદ્વારામાં આવવેલું છે. પુષ્ટિમાર્ગી, વલ્લભ સંપ્રદાય અથવા શુદ્ધઅદ્વૈત વૈષ્ણવોના તે આરાધ્ય દેવ છે. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ નાથદ્વારામાં શ્રીનાથજીની પૂજા શરૂ કરી હતી. શરૂઆતમાં કૃષ્ણ ભગવાનના આ બાળ સ્વરૂપને દેવદમન (દેવોના અધિપતિ) નામ અપાયું હતું કારણ કે તેમણે ગોવર્ધન ઊંચકી દેવરાજ ઈન્દ્રનો ઘમંડ તોડ્યો હતો. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યએ તેમને ગોપાલ નામ આપી પૂજાની આ જગ્યાને ગોપાલપુર નામ આપ્યું હતું. છેવટે વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપને શ્રીનાથજીનું નામ આપ્યું જે પ્રચલિત બન્યુ.