shabd-logo

શાળા માં ભણતી બાળકી માટે

21 October 2024

2 જોયું 2

વિષય ૧: તરુણ અવસ્થા
- છોકરી ઓ ની તરુણ અવસ્થા કયરે કેવાય
- તરુણ અવસ્થામાં માં શરીર માં થતાં ફેરફારો
- આ અવસ્થા માં મન માં આવતા વિચારો
- વિજાતીય આકર્ષણ એટલે શું
- માતા પિતા અને ભાઈ બહેન ની પ્રેમ ઉત્તમ છે
- બીજી કોઈ વ્યક્તિ બોલવા થી કે પૈસા થી પ્રેમ કરી શકે સાચો પ્રેમ કુટુંબ આપે

વિષય ૨: પ્રેમ પ્રકરણ ની શરૂઆત
- ૧૪ વર્ષ ની ઉમર એ છોકરી ઓ ને ફસાવા નાં પ્રયત્નો થાttgtgftttrt
- છોકરા ઓ કોઈનું બાઇક ઉછી નો મોબાઈલ કોઈ નાં પૈસા લઈ વટ પડે
- રોજ તમારી આજુ બાજુ ફરે , સમય સાચવે,
- તમારી જન્મ તારીખ યાદ રાખે,તમારા જીવન નાં અગત્ય નાં પ્રસંગો યાદ રાખે
- તમને શુભેચ્છા આપે
- તમે અથવા કોઈ બીમાર હોય તો તેને બહુ દુઃખ થયું છે તેવું બતાવે કોઇન્સંજોગો માં પૈસા પણ ખર્ચે
- આ બધો છોકરી ઓ ને ફસાવા માટે કરે એને કોઈ સાચો પ્રેમ નાં હોય
- આવા વર્તન સામે સુ કરવું જોઈએ
વિષય ૩ તમરી જરૂરિયાત શું છે તેનું આંકલન કરો
- ભણ્યા પછી આપડે નોકરી કરતા હોઇત્યારે આપડે જીવન જીવવા માટે કેટલું જરૂરિયાત છે
- જીવન નું ધ્યેય શું છે
- આપડો પોતા ની આખી દિવસ નો ખર્ચ કેટલો એનું કોષ્ટક બનાવો
- જમવા નો ખર્ચ
- કપડાં ની ખર્ચ
- અંગત વસ્તુ લાવાવ ની ખર્ચ
- એક્ટિવા અથવા ગાડી ખરીદવા નો ખર્ચ
- એના પેટ્રોલ ની ખર્ચ
- બહાર હોટલ માં જમવા નો ખર્ચ
- દર વર્ષ બહાર ફરવા જવા નો ખર્ચ
- પર્લોર નો ખર્ચ


વિષય :૪ તમારો જીવન સાથી
- તમે કેટલું ભણ્યા છો અથવા ભણવા માંગો છો તે નક્કી કરો
- પોતાનું ભણતર પત્યા પછી જીવન સાથી વિશે વિચાર કરે
- પોતે કયા સમાજ માં થી છે તેના રિવાજો સમજવા જોઈએ
- કુ રિવાજો નો અભ્યાસ
- છોકરો શું કરે છે
જે કરે છે તે કાયમી છે
ભવિષ્ય માં જો આ કાયમી નાં હોય તો તમને શું દુઃખ પડી શકે
- લગ્ન માટે માતા પિતા શ્રેષ્ઠ વ્યક્તિ સોધી શકે
- છોકરા નાં કુટુંબ ની સંખ્યા
આવક,જમવા ની ઢબ ,કપડાં પેહરવા નો રિવાજ
- કાયમી નિવાસ કયા હોય તે વિચારવું જોઈએ



- હિન્દુ સમાજ માં લગ્ન ની વિધિ
માણેકસ્તંભ..!!*

લગ્નની રસમમાં સૌથી પહેલા આપણે માણેક સ્તંભ રોપિએ છીએ પણ એનું મહત્વ શું છે? એ બહુ ઓછા લોકોને ખબર હશે!! માણેક સ્તંભ એ ભગવાન બ્રહ્માજી નું પ્રતિક છે, માણેક સ્તંભ ની ઉપરની બાજુએ ચાર ખીલીઓ ના ટુકડાઓ હોઈ છે જે ભગવાન બ્રહ્માજી નું મસ્તક છે અને બ્રહ્માજીની વિનવીએ છીએ કે દક્ષિણ દિશાએ તમને પેલા બેસાડીને અમારા ઘરની બધી મુસીબતો ને દૂર કરજો..!! એટલે આપડે માણેક સ્તંભ સૌથી પહેલા રોપીએ છીએ..!!

*મીંઢોળ*

સંસ્કૃત મદન ફળ તરીકે જાણીતું મીંઢોળ લગ્ન સમયે વર કન્યાને હાથે માણેક સ્તંભ પર બાંધવામાં આવે છે..!! મીંઢોળ હાથની મુખ્ય નાડી પર બાંધવાથી રોમ છિદ્રો દ્વારા જેરી પદાર્થ ને દૂર કરે છે અને હસ્ત મેળાપ વખતે વર કન્યાના શરીરમાં ઉત્તેજના કે કામવૃતી ઉત્પન્ન ના થાય તે માટે લગ્ન સમયે બાંધવામા આવે છે..!!

*લીલા તોરણ* બાંધવાનું મહત્વ..!!

માણેક સ્થંભ રોપ્યા પછી ઘરના દરવાજે આશોપાલવ અથવા આંબાનાં લીલા પાનનું તોરણ બાંધવામાં આવે છે. તોરણ એટલે મુખ્ય દરવાજાની હદ એવો અર્થ થાય છે આસોપાલવનું તોરણ લગાવવાથી દરેક કાર્ય કોઈપણ વિઘ્ન વિના સારી રીતે પાર પડી જાય છે વર અથવા કન્યા તોરણે આવી પહોંચે એટલે ત્યાં તેમનો આદરસત્કાર કરવામાં આવે છે. આમ લગ્નવિધિમાં તોરણ એટલે વર અથવા કન્યાનાં આદરસત્કાર કરવાનું સ્થળ એમ કહી શકાય..!!

*ચાક વધાવવાનું મહત્વ..!!*

ઘરમા જયારે લગ્ન હોઈ ત્યારે વર વિવાહના દિવસે સવારે માણેક સ્તંભ રોપ્યા પછી બધી સ્ત્રીઓ કુંભારના ઘરે ચાક વધાવવા જાય છે..!! પણ શું કામ.? એનું શું મહત્વ છે..?
એટલા માટે કે વર કે કન્યાને નવરાવવા માટે જે આપડે જે માટીના ઘડા લઈએ તે બનાવનાર કુંભારનો આભાર માનવાની આં એક રીત છે અને તેના ચાકડા ને કંકુ ચોખા થી વધાવવામાં આવે છે..!! પણ હવે આ પરંપરા ફક્ત એક રિવાજ બનીને રહી ગઈ છે..!!

*મહેંદી..!!*

સ્ત્રીના જીવનના ઘણા રંગોમાં માનો આં એક રંગ સૌથી ખાસ હોઈ છે, કહેવાય છે કે લગ્નમાં એક્સપર્ટ મહેંદી મૂકવા આવે છે પણ જો કોઈ ખુશાલ પરિણીત સ્ત્રી દુલ્હનના હાથમાં મહેંદી લગાવે તો એ સૌથી શુભ માનવામાં આવે છે, મેહંદી નો રંગ ઘેરો હોઈ એમ પ્રેમ પણ વધારે હોઈ છે એવું માનવામાં આવે છે અને કેહવાય છે કે મહેંદીની ઠંડક થી લગ્ન નો તણાવ પણ ઓછો થઈ જાય છે અને સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરી દે છે હા સ્ત્રીઓના જીવનમાં મેહંદી એમની સુંદરતાનો એક અહમ હિસ્સો હોઈ છે..!!

*કન્યા..!!*

પપ્પાની લાડકીમાંથી કોઈની પત્ની બનવા જઈ રહી છું, સજી સોળ શણગાર સૌથી ખૂબસૂરત નારી બનવા જઈ રહી છું, જોયું હતું જે સપનું નાનેથી મે આજે એ પૂરું થવા જઈ રહ્યું છે, મમ્મીનો પ્રેમ, બહેનની વાતો, ભાઈનો જગડો અને સખીઓનો સાથ છોડવાનું દુઃખ તો છે પણ મંડપમાં બેસીને એમનો હાથ પકડીને ચાર ફેરા ફરવાની ખુશી પણ છે હા હું આજે દુલ્હન બનવા જઈ રહી છું..!!

*પીઠી :*

દૂર્વા ઘાસ ને હલ્દીની રસમમાં નિભાવીને વર વધુને એની આવનારી જીંદગીમાં પ્રેમ રહે લડાઈ જગડો ના રહે એવા આશીર્વાદ આપવામાં આવે છે) જૂના દિવસો માં જ્યારે કોસ્મેટિક વસ્તુ અને બ્યુટી પાર્લર ન હતા ત્યારે હલ્દી થી ત્વચાને સુંદર રાખતા, પીઠી ની રસમ પછી કેહવાય છે કે એના કપડાં ક્યાંય પણ આમ તેમ ન નાખવા જોઈએ કારણ કે એનાથી નજર લાગવાની સંભાવના વધી જાય છે...!! બસ આજ છે પીઠી નું સાચું મહત્વ..!!

*વરમાળા..!!*

ફુલના હારથી વર કન્યા અરસ પરસ નું સ્વાગત કરે છે પણ સુંતર ની એક આંટી બંનેના ગળામાં હોઈ છે આમ એક જ હાર થી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ એટલે વરમાળા.…!!

*ચાર પોખણા..!!*

વરરાજા જયારે જાન લઈને માંડવે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે..!! પોંખનામા ચાર લાકડાની દાંડીઓ હોઈ છે જેને ધોસરું, સાંબેલું, રવાઈ અને ત્રાગ કહેવાય છે..!! આવો એના મહત્ત્વ પર એક નજર  કરીએ…!!

*ધોસરું:* કન્યાની માતા વરરાજા ને ધોસરાથી પોંખે છે અને કહે છે "તમે મારી દીકરીને પરણવા આવ્યા છો આ ધોસરું જોઈ લ્યો હવે સંસાર રૂપી આં ગાડા ને તમારે ચલાવવા નું છે..!!
*સાંબેલુંઃ* સંસાર માંડો છો તો ખંડાવું પણ પડશે, સૂખ દુઃખના ભાગીદાર થવું પડશે..…!!
*રવાઈ :* તમે અને મારી દીકરી બંને સાથે મળીને મન મંથન કરજો,સારા વિચારો સંસ્કાર પ્રાપ્ત કરજો, અને સંતાનો ને આપજો..!!
*ત્રાગ :* આ સંસાર માંડો છો તો દુઃખ પણ આવશે, એની પણ તૈયારી રાખજો..!!

*સંપુટ..!!*

કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાં સંપુટ ને પગ તળે ભાંગીને વર માયરમાં પ્રવેશ કરે છે આના દ્વારા વર કેહવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા  એકલાની આશા અરમાનો પર હું નહિ ચાલુ અહીંયા તેનો હુ ભાંગીને ભુક્કો કરું છું, હવેથી અમારા બન્નેની આશા ઈચ્છા અને અરમાનો ઍક જ હશે તેજ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવનયાત્રા કરીશું..!!

*હસ્તમેળાપ..!!*

હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે પોતાની પુત્રીનો હાથ માં બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ના રહીને મન મેળાપ થય જાય છે આં વિધિથી વર વધુના શરીર માં એક અનોખી ખુશી ઉત્પન્ન થાય છે..!!

*ચાર મંગળ ફેરા..!!*

લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છેઃ ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ?

તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ:
(૧) જેમાં પત્ની ધર્મના માર્ગ ઉપર પતીની પાછળ ચાલે છે.
(ર) પોતાનો સંસાર સુખ અને સંતોષથી ચાલે એટલું ધન કમાવું.
(૩)અને લગ્ન જીવન ના સંયમ પૂર્વકના હક્ક આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે.કારણકે,સ્ત્રી એ શરમનું પ્રતિક છે.અને વંશ-વૃદ્ધિ માટે હંમેશા સ્ત્રી પાછળ રહે છે..!!

ચાર મંગળ ફેરાની એક વાત બહુ જ અજીબ અને મને બોવ જ ગમતી વાત કે પત્ની ધર્મમાં સાથ આપે છે અર્થ માં અને કામમાં..!! પણ મોક્ષ માં પત્ની આગળ ચાલે છે..!! આનાથી મોટું શું સમર્પણ હોઈ સ્ત્રીનું...!!

-પહેલાં મંગળ ફેરામાં કંકુના દાન દેવાય છે.

(સોહાગ નું પ્રતિક)

-બીજા મંગળ ફેરામાં ચાંદીના દાન દેવાય છે.

(શુદ્ધતાનું પ્રતિક)

-ત્રીજા મંગળફેરામાં સોનાના દાન દેવાય છે.

(સમૃદ્ધિનું પ્રતિક)

-ચોથા ફેરામાં કન્યાનું દાન દેવાય છે.(જે સર્વ

દાનોમાં શ્રેષ્ઠ ગણાયું

જવ-તલ હોમવાનું મહત્વ..!!

એક પિતા પછી દિકરીની બધી ઉમ્મીદ એના ભાઈ સાથે જ હોઈ છે એટલે જ ભાઈ હર મંગળ ફેરામાં બહેન ને વચન , આપે છે કે તારા ઘરમાં કાઈ પણ જરૂર પડે તો હું તારી સાથે છું આમ જવ તલ એ એક અનાજ નું પ્રતિક છે જે ભાઈ બહેનને પૂરું પાડે છે..!!

*સાત સાડીઓ..!! (કપડાં)*

૧. જોણા ની ચુંદડી..!!

૨. દસ્વાલુંઃ એટલે રિસેપ્શનમાં પેહરવાની સાડી..!!

૩. ફાગણીયું: જે હોળીમાં પેહરાતું પીળા રંગનું.!!

૪. દિવાળી નીમતે અપાય..!!

૫. સાકર કંકુની શુકનની સાડી..!!

૬. વડ સાવિત્રી સાડી જે લગ્ન બાદ ના તહેવારોમાં પહેરવામાં આવે છે..!!

૭. ઘાઘરી થાપડીઃ આ સાડી લગ્ન પહેલા આપવામાં આવે છે..!!

સુજલ શાહ દ્વારા વધુ પુસ્તકો

એક પુસ્તક વાંચો