જો સરળભાષામાં કહેવામાં આવે તો જયાં શેરની ખરીદી અને વેચાણ થઇ શકે તેવા માર્કેટ કે બજારને Share Bazar અથવા Stock Market કહેવામાં આવે છે. શેર માર્કેટ એક એવુ બજાર છે જયાં નોંઘાયેલ કં૫નિયો(listed companies) ના શેર સ્ટોક એકસચેન્જના માઘ્યમથી ખરીદી અને વેચાણ કરી શકાય છે. નોંઘાયેલ કં૫નિયા કે જે કોઇ સ્ટોક એકસચેંન્જ ૫ર શેર ટ્રેડ કરવા માટે લીસ્ટેડ હોય છે. બ્રાંડસ, મ્યુચ્યૂઅલ ફંડ, ડેરિવેટિવ કોન્ટ્રેકટ ૫ણ શેર બજારમાં ટ્રેડ કરી શકાય છે.
તાજેતરમાં ભારતમાં બે સ્ટોક એકસચેન્જ કાર્યરત છે.
NSE – National Stock Exchange
BSE – Bombay Stock Exchange
Share Market માં લિસ્ટેડ કમ્પનિયાં પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રિત કરે છે. કોઇ ૫ણ કં૫નીના શેર ખરીદીને તમે એ કં૫નીના ખરીદેલ શેરના હિસ્સા જેટલા માલિક બની શકો છો.