shabd-logo
Shabd Book - Shabd.in

Smart Tricks

Kantilal J. Patel

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
7 July 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789390298877
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કરતાં પણ મોટા અવતારી માની તેમને પૂજવા પણ લાગે છે. લોકો સમજતા નથી કે દોરાધાગા એ કંઈ સારવાર નથી, રોગ તો દવાથી જ મટે. ભૂવાઓના ભુલાવામાં ભરમાઈ, અજ્ઞાનતામાં અટવાઈને ઘણાંએ જાન ગુમાવ્યા છે. કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું બને ત્યારે, તે દોરાધાગા, માદળિયાં કે તાવીજને કારણે નહીં, પણ વ્યક્તિની પોતાની આત્મશ્રદ્ધાથી, તેનામાં પ્રગટેલી હિંમતથી તકલીફો દૂર થતી હોય છે. હકીકતમાં મેલીવિદ્યા, વળગાડ, ભૂતપ્રેત, ડાકણ, મંત્રતંત્ર કે ચમત્કાર જેવું કંઈ અસ્તિત્વ જ નથી. આ તો અજ્ઞાનીઓને ઊઠાં ભણાવવાની વાતો હોય છે. તેમાં ખૂબ સારી રીતે વિજ્ઞાનની તરકીબો અને હાથચાલાકીનો જ ઉપયોગ થયેલો હોય છે. લોકોને છેતરપિંડીથી છોડાવવા, વિજ્ઞાન સમજાવવા, વહેમની બદીઓથી બચાવવા, આવા દોરાધાગા, માદળિયાં આપતાં અને ધર્મને નામે ધતિંગો કરતા ઠગોની ધૂતવિદ્યાને ખુલ્લી પાડી, આવા ચાલાકો કેવી ચતુરાઈથી ચમત્કારો કરે છે, તેમાં કયા વિજ્ઞાનનો ઉપયોગ છે, તે સમજવા માટે તેમજ ઠગોની સામે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે આ પુસ્તક વાંચવું જરૂરી છે. ચમત્કારને નામે ચાલતી ચાલાકીઓનો પર્દાફાશ કરે છે આ એક અને એકમાત્ર પુસ્તક : સ્માર્ટ Tricks. Read more 

Smart Tricks

0.0(0)

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો