shabd-logo
Shabd Book - Shabd.in

સરસ્વતીચંદ્ર ભાગ ૨.

ગોવર્ધનરામ ત્રિપાઠી

11 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
2 વાચકો
30 October 2023 ના રોજ પૂર્ણ
મફત

નવલકથાનું શુદ્ધ હાર્દ આવું છે. કથાનું સ્વરૂપ માયિક હોવું જેઈએ. તે ખરું, પરંતુ ગૌણ પક્ષે જ. હૃદયવિના સ્વરૂપ નિર્જીવ છે - તેના ઉપભોગથી હાનિ જ છે. આ નવલકથામાં હાર્દ અને સ્વરૂપ કેટલાં સચવાયાં છે તેની તુલના પરીક્ષકને જ હાથે થવી યોગ્ય છે. તથાપિ ગ્રંથકર્ત્તાના કેટલાક વિશેષ ઉદ્દેશ સૂચકરૂપે અત્રે પ્રગટ કરવા તે પણ કથાની સંપૂર્તિ કરવા જેવું છે. આ ગ્રંથમાં એકથી વધારે કથાઓની કુલગુંથણું છે. ચંથના નાયકને સકુટ આવિર્ભાવ થતાં પહેલાં, ઉપનાયક પ્રથમ ધ્યાન રોકે છે. આથી વાર્તાની સંકલનાનું ઐક્ય રાખવું એવો યુરોપ દેશમાં ચાલતો નિયમ તુંટે છે, પરંતુ એક વાતોની વચ્ચે અનેક વાર્તા દર્શાવતા ઈશ્વરે રચેલા ઈતિહાસોને નિયમ જળવાય છે. કૃત્રિમ નિયમો સાચવવા એ આ ગ્રંથને પ્રધાન ઉદ્દેશ નથી. ઈશ્વરલીલાનું સૌંદર્યે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે. માનવીના મલિન વિકારોથી અાખું ધ્યાન રોકવું એ કેટલાક ગ્રંથો નું કર્મ હોય છે. ઈશ્વ૨રષ્ટિમાં એ વિકારો પણ આવી જાય છે એ વાત ખરી છે; તદપિ તે વિકારોમાં અાપણું જીવનની સમાપ્તિ થતી નથી, તે વિકારોના ચિત્રથી અભણ વર્ગને લાભ નથી અને હાનિ છે, તે વિકારોનાં ચિત્ર જાણુ- વાનાં સાધન વિદ્વાન વર્ગને અન્યત્ર એટલે શાસ્ત્રીય ગ્રંથોમાં મળી આવે એમ છે, અને એમ છે એટલે મલિન ચિત્ર ફહાડવાનું કંટાળા ભરેલું કામ આ કથામાં બનતા સુધી ઘણે અંશે દૂર રાખ્યું છે. પૃથ્વી ઉપરનાં માનવીને ઉચે અહુડાવવું હોય તો નીસરણીનું છેક ઉપલું પગથીયું બતાવવું એ તેની હો -મત હરાવવા જેવું છે. પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવાતો નથી. આ કારણને લીધે આ ગ્રંથનાં પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યો નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણને વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યો નથી કે ઉત્કર્ષ ને ઉત્સાહક પગથીયું જ જોવામાં ન આવે. અાપણુ સાધારણ વિકારો–ક્ષમા કરવાયોગ્ય નિર્બળતા-તેથી ડગમગતાં પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓનાં ચિત્ર આપ્યાં છે. નિર્મળ માનવીમાં નિર્બળ માનવી પર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડીયાં મારવાના ઉપાય સુઝે: એ માર્ગનું દિગદર્શન અત્રે ઈચ્છે છે, તેમ કરવામાં મલિન માણુસેોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે કવચિત અાણવાં પડ્યાં છે; કારણ અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે. 

srsvtiicndr bhaag 2

0.0(0)

ભાગો

1

ગુણસુંદરીનું કુટુંબજાળ. પ્રકરણ ૧. મનેાહરપુરીની સીમ આગળ.

27 October 2023
0
0
0

ગુણસુંદરીનું કુટુંબજાળ.  પ્રકરણ ૧. મનેાહરપુરીની સીમ આગળ. મનોહરપુરી સુવર્ણપુરથી દશેક ગાઉને છેટે છે. પુરાતન કાળમાં એ એક મહાન નગરી હતી. વિદ્વાન, સ્વતંત્ર, અને પ્રતાપી રાજાઓનું તે રાજનગર હતું, કાળબળે ત

2

બ્હારવટિયું મંડળ.

27 October 2023
0
0
0

પ્રક૨ણ ૨. બ્હારવટિયું મંડળ. થોડે થોડે વડનીચે પચાશ પોણોસો માણસ એકઠું થઈ ગયું. પણ કોઈ કોઈની સાથે બોલતું ન હતું. માત્ર પગના ઘસારા અને હથિયારોના ખડખડાટ સંભળાતા હતા. એવામાં એક જણ એક મસાલ સળગાવી ચારેપાસ

3

ઘાસના બીડમાં પડેલો.

27 October 2023
0
0
0

પ્રકરણ ૩. ઘાસના બીડમાં પડેલો. “વિયોગીને યોગી કરવાનો છે આ પ્રયત્ન માંડ્યો;“જુવે તું તે સઉ, ત્‍હોય મૂર્ખ બની આમ રુવે છે પાછો !“માયાગ્રહથી મુકાવો વિભુશું મેળવવા કર સ્‍હાયો;“જુવે તું તે સઉ, ત્‍હોય મૂર્ખ

4

ગુણસુંદરી.

27 October 2023
0
0
0

પ્રકરણ ૪. ગુણસુંદરી. જે દિવસે બ્હારવટિયાઓયે મનહરપુરીની પાડોશમાંનાં ત્રિભેટામાં આટલી ધામધુમ મચાવી મુકી તે દિવસે એ ગામડામાં પણ કેટલીક ધામધુમ મચી રહી, થોડીક સરખી વસ્તીમાં ઉમેરો થયો અને તેને લીધે ગામના

5

ગુણસુંદરી–(અનુસંધાન.)

28 October 2023
0
0
0

પ્રક૨ણ પ. ગુણસુંદરી–(અનુસંધાન.) “ જગ ! રૂપ ધરે તું નવાં જ નવાં.”      કુસુમમાળા.સુતકને લીધે ઘરમાં કોi ઠેકાણે સ્પર્શ થાય એમ ન હતું; અને બીજા લોકના ઘરમાં તો કોરાં વાસણ કપડાં વગેરેને અડકાતું, પણ આ ઘરમ

6

મનહરપુરીમાં એક રાત્રિ.

28 October 2023
0
0
0

પ્રકરણ ૬. મનહરપુરીમાં એક રાત્રિ. મનોહરપુરીમાં ગુણસુંદરીના ઉતારાનું મકાન ગામડાના પ્રમાણમાં મ્‍હોટું અને સોiવાળું હતું. માનચતુરને વાસ્તે, સુંદરગૌરીને વાસ્તે, ગુણસુંદરીને વાસ્તે, અને ચંદ્રકાંતને વાસ્તે

7

જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર.

28 October 2023
0
0
0

પ્રકરણ ૭. જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર. સરસ્વતીચંદ્રના ચિત્તની પરમાર્થવૃત્તિ કલ્પવા પણ અસમર્થ સ્વાર્થલોચનથી જ લોચનવાન્ અર્થદાસ મણિમુદ્રા લેઇ પલાયન કરી ગયો તે પ્રસંગે દિવસ પુરો થતાં રાત્રિ આક

8

કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી.

28 October 2023
0
0
0

પ્રકરણ ૮. કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી. નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ છે, ચંદ્રકાંત હવે તેને મુંબઇ લેઇ જશે, તે પાછો મુંબાઇનગરીમાં યશસ્વીપણે વર્તશે ઇત્યાદિ વિચારથી આનંદમાં આવેલી કુમુદસુંદરી પ્રાત:કાળે એ

9

પ્રાત:કાળની તૈયારિયો.

28 October 2023
0
0
0

પ્રકરણ ૯. પ્રાત:કાળની તૈયારિયો. સુવર્ણપુરી અને મનોહરપુરી વચ્ચેનો રસ્તો સુભદ્રા ઉપર પુલઉપર થઇને જતો હતો; એ પુલ પાકા પથ્થરનો બાંધેલો હતો અને એની નીચે કરેલી કમાન તળે થઇને નદી ઘુઘવાટ કરતી ચાલી જતી હતી

10

બ્હારવટિયાએાનો ભેટો.

28 October 2023
1
0
0

પ્રકરણ ૧૦. બ્હારવટિયાએાનો ભેટો. નિદ્રાવશ કુમુદસુંદરીને લેઇ રથ ચાલ્યો અને રથને વચ્ચે રાખી રવાલદાર ઘોડાઓ ઉપર બેઠેલા સ્વારો - ન ધીમે - ન ઉતાવળથી - એ રીતે ચારેક ગાઉ ચાલ્યા હશે એટલામાં રાત્રિ પુરી થઇ જવા

11

હોલાયલી આગનો બાકી રહી ગયેલો તનખો.

30 October 2023
1
0
0

પ્રકરણ ૧૧. હોલાયલી આગનો બાકી રહી ગયેલો તનખો. સુરસિંહના મંડળ ભણી અબ્દુલ્લો, ફતેહસિંગ વગેરે ગયા અને માનચતુર થોડાં માણસ સાથે રથપાસે રહ્યો, અને આતુરતાથી, સજજતાથી, સાવધાનપણે જે દિશામાં ધીંગાણું મચવાનું હ

---

એક પુસ્તક વાંચો