1000 TBના પ્રોસેસર્સ જેમના હૈયામાં ધમધમે છે એવા યુવાનો શું કરી શકે છે એનો પુરાવો એટલે ‘The First Day’ આ પુસ્તક તમને શીખવશે કે... ટાંકણાની પીડા સહન કરી શકે એ પથ્થર મૂર્તિ બને છે, અસહ્ય ગરમીમાં પીગળી ના જાય એ ધાતુ અલંકાર બને છે. દરેક અડચણ એક તક છે, એવો કૂદકો લગાવવાની કે જેમાં તમે જો સફળ રહ્યાં તો તમારા ધ્યેયની વધુ નજીક પહોંચી શકશો. શબ્દ એ શું છે? આપણી લાગણીનું ધ્વનિ સ્વરૂપ! ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં થયેલાં કોઈ પણ યુદ્ધનો પહેલો વાર શબ્દ સ્વરૂપે થયેલો. પછી એ પત્ર સ્વરૂપે હોય, લલકાર સ્વરૂપે હોય કે ભાષણ સ્વરૂપે. મીડિયા સાથે કામ કરવું એ આગ સાથે કામ લેવા બરાબર છે. જો સલુકાઈથી કામ થાય તો આ અગ્નિ સત્યને પ્રજ્વલિત કરી શકે છે અને લોકો સમક્ષ ઉજાગર કરી શકે છે. જો વાત બગડે તો આ જ અગ્નિ સત્યને બાળીને જૂઠનો ધુમાડો ફેલાવી દે છે. ઘર્ષણની પ્રક્રિયામાંથી પસાર થતી વખતે સૌથી અગત્યની બાબત છે કે આ કઠિન સમયમાં ટકી રહેવું. તમે ઘર્ષણની પ્રક્રિયામાં ટકી રહ્યા તો જ તમારો આકાર, તમારું મૂલ્ય, તમારો ધ્યેય પામશો. ગળું પકડવાનો ધંધો છોડો... ગળે લગાવતાં શીખો. ગાંધીજીના સત્યાગ્રહને ક્યારે દેશે હત્યાગ્રહમાં ફેરવી દીધો, ખબર જ ના પડી! આપણે આવો જ એક વળાંક લઈને સાચો માર્ગ પસંદ કરવાનો છે. માટે જ આપણે આપણી આ લડત – આ ચળવળને નામ આપીએ છીએ ‘Right ટર્ન’... ‘ધ Right ટર્ન મૂવમેન્ટ’. Read more