સણસણતું તીર છૂટ્યું અને જેમ્સનો આખો હાથ લોહીલુહાણ થઈ ગયો. આ ઘટનાથી પેન્ટોનના જંગલમાં ઊભેલાં જેમ્સનાં તમામ સાથીઓ બરાબર સમજી ગયાં કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. આખરે આ દગા પાછળનો હેતુ શું? તેઓ કોના લાલચી કાવતરામાં ફસાઈ ગયા હતા? જેમ્સની પ્રેમિકા જેને પોતાનો મિત્ર સમજે છે શું ખરેખર તે મિત્રતાને લાયક છે? એક ભેદી પત્ર, એક જંગલી અને વિચિત્ર દેખાવના યુવક રૉન, એક ખૂંખાર લૂંટારા ગિબ્બર્ન અને એક હીરાને લીધે એવું તો વળી શું થયું કે નાયકને નાછૂટકે લોહિયાળ જંગ ખેલવો પડ્યો? || પળેપળ રહસ્ય સર્જતી અને રૂંવાડાં ઊભાં કરી દેતી આ કથા વાંચતી વખતે ચોક્કસપણે તમે હોલિવૂડની કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય એવું અનુભવાશે! Read more