shabd-logo
Shabd Book - Shabd.in

Bharat Ke Tyohar Onam

Priyanka

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
27 February 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789382562702
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

Onam is the harvest festival of Kerala that falls during the month of Chingam ( August- September). It is a ten-day-long festival that displays the best of Kerala’s culture and tradition. Onam is mainly celebrated in the honour of King Mahabali, who was once a mighty ruler of Kerala. Kerala witnessed a golden era during King Mahabali’s rule. It is believed that King Mahabli comes back to his kingdom from the nether World during Onam. The grandeur of Onam festival is really magnificent. The entire state of Kerala illuminates like a bright star. The colour, fervour and festivities are captivating. The Great Indian Festival Series The books in this series have been structured thoughtfully to make children learn and enjoy our culture. Presented clearly and simply for a better understanding involves the child in easy learning process. Note for Parents: The present book has been created with the help of experts and parents to provide young children the essence of our festivals. Using this book It is important to create a relaxed atmosphere, allowing the child to set his or her own pace. Encourage the child and give lots of praise, and always try to finish on a positive note. Build their confidence and encourage them to enjoy learning Tips for parents • Read aloud to the child - talk and read to him • Promote and develop imagination • Make learning process interesting and creative • Each child is an individual - customize learning as he likes • Enhance vocabulary skills • Be patient • Keep it simple • Repetition helps Read more 

Bharat Ke Tyohar Onam

0.0(1)


ઓણમ એ ખૂબ પ્રાચિન તહેવાર છે. હજુ આજના આધુનિક સમયમાં પણ તે ઉજવાય છે. કેરળનો ચોખાની લણણીનો તહેવાર અને મલયાલમ મહિના ચિંગમમાં આવતા વરસાદી ફૂલના તહેવારને રાજા માવેલિની પાથાલમની વાર્ષિક મુલાકાત તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચિન સમયથી રાજા માવેલિને કેરળના લોકો દ્વારા આદરભાવ આપવામાં આવે છે ત્યારથી ઓણમ એક અનોખો તહેવાર છે. દંતકથા પ્રમાણે, રાજા મહાબલિના શાસનકાળ દરમિયાન કેરળનો સૂવર્ણયુગ હતો. રાજ્યના તમામ લોકો આનંદી અને સુખી હતા અને રાજા ખૂબ જ માન ધરાવતો હતો. આ બધા જ ગુણો ઉપરાંત, મહાબલિ ફક્ત એક દુર્ગુણ ધરાવતો હતો. તે અહંકારી હતો. આમ છતાં, મહાબલિ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે, ભગવાને તેને એક વરદાન આપ્યું હતું કે જેથી તે તેના લોકોને વર્ષે એક વાર મળી શકે કે જેમની સાથે તે મનથી જોડાયેલો હતો. આ મહાબલિની તે મુલાકાત છે જેને પ્રત્યેક વર્ષે ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે અને તેમના માનીતા રાજાને સંદેશો આપે છે કે તેઓ ખુશ છે અને તેઓ શુભેચ્છા પણ પાઠવે છે. દસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીમાં કેરળનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે. તીરૂઓણમને દિવસે તૈયાર કરવામાં આવતી ઓનાસાડ્યા નામની મહાભોજનની મિઠાઇ ઓણમની ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ છે. તે ભોજનમાં નવ અલગ પ્રકારની વાનગીઓ હોય છે અને તેમાં ૧૧ થી ૧૩ જરૂરી થાળીનો સમાવેશ થાય છે. ઓનાસાડ્યાને કેળના પાન ઉપર પિરસવામાં આવે છે અને ભોજન આરોગવા માટે લોકો જમીન પર સાદડી પાથરીને બેસે છે. ઓણમની અન્ય આકર્ષક બાબત સર્પાકારની હોડીની સ્પર્ધા એટલે કે વલ્લમકલ્લી છે, જે પંબા નદી પર યોજાય છે. એકસાથે ઘણા બધા નાવિકો ગીતો ગાતા શણગારેલી હોડીને ચલાવતા હોય અને પ્રેક્ષકો તેમને ઉત્સાહ આપતા હોય તે દ્રશ્ય ખૂબ જ આહલાદક છે. ઓણમના દિવસે સંયુક્ત રીતે રમત રમવાનો પણ રિવાજ છે, જેને ઓનાકાલિકલ તરીકે ઓળખવામાં આવે છે. પુરૂષો તલપ્પાન્તુકાલી(દડા સાથેની રમત), અમ્બેય્યાલ (તીરંદાજી), કુટુકુટુ અને કાય્યાન્કાલિ અને અટ્ટકાલમ જેવી લડાઇ સ્પર્ધા જેવી ભારે રમતો રમે છે. મહિલાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેઓ રાજા મહાબલિને આવકારવા માટે તેમના ઘરના આંગણામાં જટીલ રીતે બનાવવામાં આવેલી ફુલોની સાદડી, પૂકાલમ બનાવે છે. ઓણમના દિવસે મહિલાઓ કઇકોટ્ટિ કાલિ અને તુમ્પી તુલ્લાલ જેવા બે મનમોહક નૃત્યો કરે છે. કુમ્માટ્ટિ કાલિ અને પુલિકાલિ જેવા લોકગીતો પરનું નૃત્ય ઉજવણીના ઉલ્લાસમાં વધારો કરે છે. મહાબલિનો શાસનકાળ કેરળ માટે સૂવર્ણયુગ ગણાય છે.

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો