બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે?--જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત સરોવર જળ જેવા જીવનમાં લીલી નામની તરુણીના પ્રવેશથી એક ખળભળાટ સર્જાય છે, એ માટે ખરેખર કોણ જવાબદાર છે - સેશન્સ જજ, પરિસ્થિતિ કે પછી લીલી પોતે જ? આ સવાલોના જવાબો તમને સમાજજીવનમાં ધબકી રહેલા સંબંધોના એક જુદા જ વિશ્વમાં લઈ જશે.--પદ, પૈસો અને પ્રતિષ્ઠાથી ઉપર રહીને લાગણી જ્યારે પોતાનો લય પ્રગટાવે છે ત્યારે જે હરિયાળી ઘટના સર્જાય છે એને સમાજ લીલી દુર્ઘટના તરીકે નવાજે છે! કઈ છે આ `લીલી દુર્ઘટના’? એ જાણવા-માણવા તમારે આ નવલકથા વાંચવી જ રહી! ક્યારેક કોઈક દુર્ઘટના પણ લીલી હોઈ શકે છે એને સમજવા માટે આ પુસ્તક અચૂક વાંચો! Read more
0 ફોલવર્સ
7 પુસ્તકો