shabd-logo

મારા વિચાર મારી કલમ

4 August 2024

9 જોયું 9
            સંબધ વચ્ચે મોબાઈલ

ગુજરી ગયેલા જમણા ની વાત કરું છું..એક એવો જમાનો હતો જેમાં હર્ષ અને ઉલ્લાસ હતો ..એ જમાનો ક્યાંથી લાવવાનો હવે ..
એ પ્રેમ એ સંવાદ .લાગણી ભાઈચારો..સુખ દુઃખ  કરુણા પૂજા અર્ચના એ તહેવારો એ સંબધો આપના મિત્રો પડોસી..આપની યાદો આપના ખઈતર ખલિયનો  તે કાચા રોડ રોડ ઉપર ઉડતી દમરી મારી સાયકલ..મારા રમકડાં મારામિત્રો.આ સાથીઓ મારું દુઃખ. દર્દ. કરુણા ..રુદન મારા સ્વપ્ન. મારી ટીચર સાહેબો ..એ મારું સ્કૂલ સ્કૂલ નું દફતર..સ્કૂલ નું મેદાન ...મેદાન માં રમાતી રમત

સુ જમાનો હતો તે જમાનો જમાનો હતો હમે નાના હતા હમારી  ગંદી ગંદી વાતો પણ નિરાલી હતી...હમારી હસી માં પણ આંખોમાં પાણી હતું ..હમારા રડવાં માં પણ હસી છૂપાયેલી હતી..એ સવારના પરોઢ માં ચા સાથે રાતના ભાત કે રોટલી ખાવાની મજા કંઇ અલગ હતી...સવાર પરોઢની સ્કૂલ 3 કે ચાર મિત્રો સાથે નિશાળે જતા એક બીજા ની રાહ જોતા મસ્તી કરતા કરતા નિશાળે જતા.. કદી કદી એક સાયકલ પર ત્રણ મિત્રો જતા એ જમાના માં લાગણી હતી ...જજબાત હતા સંવેદના હતી... એક બીજાની ટિફિન ખાતા ...મોજ કરતા સ્કૂલ ની નાની રિસેસ માં મજા કરતા મોટી રીસેસ માં જમતા પછી  ...આજુબાજુ ફરવા જતા ...
કે રમત રમતા ...

 એજ જમાનો સાચો હતો એમાં અપની લાગણી છૂપાયેલી હતી ...તે વખત ના જૂના ઘરડા કે વુધ્ધ વડીલ...વડીલ  પાસે થી ઘણું શીખવા મળતું... હમારા ગુરુ જ્ઞાનરૂપી  હતા....હમને  પ્રેમ થી સમજતા ...આ જૂના મકાન કે ગાર થી લીપેલા ઘર...નલિયા વાળા છાપરા... કેટલી હૂફ અને ઠંડક આપતા એ ઝરના નદી તળાવ લીલુંછમ મજાનુ વાતાવરણ..વરસાદી માહોલ ઉનાળા માં ઉડતી એ સુકાયેલા રોડ ની ડમરી..આજુબાજુ ના નાના નાના ડુંગર અને ડુંગરા.. એ હમારા ઢોર..દૂર દૂર સુધી મિત્રો સાથે ઢોર ને ચરવા લઈ જતા તળાવ નદી નાળા જોઈ ને હમે પણ નાહવા પડતાં...
આવી મોજ મિત્રો સાથે ની હતી 

એ સમય કેવો સમય હતો ભલે હમારી પાસે કંઈ નોતું તો પણ હમે સાચા હતા સમજદાર હતા વફાદાર અને હોશિયાર હતા ...નિર્દોષ તેમજ ભોળા હતા ..હમારા  માં છલ કે કપાત નોતું લાગણી હમારી આંખોમાં છલકાઈ આવતી એક બીજાની દર્દ ને સમજતા એક બીજા નો સુખ દુઃખ માં સાથ આપતા...એક બીજા નો આદર કરતા ખ્યાલ પૂછતા.. ફોઈ કે કાકા કાકી મહેમાન બની ને આવતા મેહમાન જ્યારે જતા આંખો ભીંજાઈ જતી  એવી લાગણી હતી મહેમાન હમને રડતા જોઈ હમારા હાથ માં બે પાંચ રૂપિયા આપતા હમે ખુશ થઈ જતા તહેવારો માં મજા કરતા....નાના નાના કે મોટા મેળા માં ફરવા જતા ચકડોળ માં ગોળ ગોળ ફરતા કેટલાક રમકડાં લાવતા અને દોસ્તો સાથે ખૂબ રમતા ...
એ હવે યાદો જ ફક્ત રદય માં સમાયેલી રહી ગઈ ....પેલા વ્યવહાર સંદેસો એક ટપાલ દ્વારા થતું તેના જવાબ માટે બેબે ચાર ચાર દિવસ સુધી રાહ જોતા હમણાં ટપાલી કાકા આવશે અને ટપાલ દ્વારા કઈક સંદેશો લાવશે એ રાહ જોવામાં પણ એક અનેરો આનંદ હતો ...એ સમય પર કેટલા દિવસ જવાબ માટે શાંતિ રાહ જોવાતી હતી ...એ સમય માં કેટલું સુકુંન અને શાંતિ હતી ...છતાં કેટલા ખુશ રહેતા એ વખત ની હમારી રમતો ક્યાં છે ...થપ્પો...ગિલ્લી દંડા..
સાત થીપ્રી...ગોળ રેલીઓ(લખોટીઓ)..ચોર સિપાહી...ભમરડા...ખો ખો...એ માચીસ નાં છાપા ..કાગડો ઉદ ચકલી ઉદ.. એ પતંગો ...રંગ બેરંગી પતંગિયા (તિતલી)..ગોળ કુંડાળું ...આંબલી પીપળી... એ ઝાડ  માથે બાંધેલા હીંચકા...ક્યાં છે એ બધી રમતો હવે જોવા નથી મળતી 

જેમ જેમ જમાનો આગળ વધતો ગયો તેમ તેમ માણસો ના રદય પથ્થર નાં થતાં ગયા... એ યાદો વિસર્તી ગઈ... ગઈ કાલ ફક્ત યાદો યાદો રહી ગઈ બધું બદલાતું જઈ રહ્યું છે ...એજ જીવની એક કરુણા ભરી દસ્તા છે ....

મોબાઈલ તો વિજ્ઞાન ની એક એક સોધ છે આ એક જાત નું અજાયબ જેવું આવિષ્કાર છે..જેને દર્કે મનુષ્યની જગ્યા લઈ લીધી છે...મોબાઈલ નો ઉપયોગ તો સમાચાર સંદેશ તરત પહોંચે.. તેમજ તરત વાત થાય તેના માટે બહુ ઉપયોગી સાબિત થયો છે...દેશ વિદેશ માં તરત સંદેશ પહોંચે એના માટે છે સારી વસ્તુ છે એનો અનાદર નથી પણ મોબાઈલ વખતે વખતે ફયૂચર બદલાતું રહ્યું જેનાં  કારણે તેના નુકશાન મનુષ્ય ને ભોગવવા પડ્યા છે ને પડે છે....મોબાઈલ નાં લીધી નાના નાના ભૂલકાં જેવા બાળકો ને નુકશાન થઇ રહ્યુ છે મોટાઓ ને પણ બાકી નથી રહ્યા મોબાઈલ જે સ્થાન લીધું છે તે આ જીવન ભર રહેવાનું પણ મોબાઈલ આવ્યા પછી દરેક જૂની રમતો હવે જોવા નથી મળતી એજ ની પેઢી નાં છોકરાઓ ને તો ખબર પણ નથી જૂની રમતો કેવી રીતે રમવી....મોબાઈલ આવ્યા પછી તો ચાર મિત્રો પણ એક ગામ માં પાડોશી હોવા છતાં  નિરાતે મળી પણ નથી શકતા ...એક બીજા ને જોવા માં પણ 15 ..15 દિવસો નીકળી જાય છે ...સગા સંબદી પણ દૂર થતાં ગયા...મોબાઈલના ચક્કર માં લોકો શાંતિ થી જમી પણ નથી શકતા....મોબાઈલ માંથી નીકળતું રેડિયેશન આંખો ને ખરાબ અસર પછાડી ને લોકો નાં નાની ઉંમર ચાસમાં કડવા પડે છે મગજ ને નબળુ કરી નાખ્યું ...યાદદાસ્ત ઓછી કરી નાખી ....બેઠાડુ જીવન કરી નાખ્યું...નાના  નાના બાળકો ની ગ્રોથ હોર્મોન માં બદલાવ કરી નાખ્યો શરીર કમજોર કરી નાખ્યું વિટામિન મિનરલ ની કમી કરી નાખી બાળકો રમત રમતા નથી જેના કારણે સૂર્ય પ્રકાશ આપના સારીર ને નાં મળતા વિટામિન ડી ની ઉણપ ખામી ઊભી થઈ જેના કારણે હાડકા કમજોર થઇ ગયા નાના મોટા કલાકો સુધી મોબાઈલ માં સતત ઉપયોગ થી કમજોરી ...માથું દુખવું...માઇગ્રેન હાથ પગ દુખવા કમર દુખવા જેવા રોગ થી પીડાય રહ્યા છે 
ભૂલકણા થવું એવી અનેક પીડા થી પીડાય છે 
સતત મોબાઈલ નાં ઉપયોગ થી લોકો ને આંખો પણ ગુમાવી પડી છે...મોબાઈલ નાં ઉપયોગ થી લોકો ઉજાગરા મોદી રાત સુધી જાગવું સવારે મોડું ઉઠવુ જેના કારણે બધી તકલીફો થવી મોબાઈલ નાં કારણે લોકો નો રોજિંદા જીવન નો સમય બદલાઈ ગયો છે જેના કારણે શરીર માં અને ક ફેરફાર જોવા મળે છે જમવાઓ સૂવાનો કોઈ ચોક્કસ સમય રહ્યો નથી લોકો મોબાઈલ પાછળ આવે ગેલા થઈ ગયા છે કે પોતાના શરીર નું ધ્યાન લોકો ને પડતું નથી મોબાઈલ નાં લીધે અમુક વસ્તુ નો શોક પણ ઓછો થતા જોવા મલિયો છે જેમાં જેવી કે
કાંડા ઘડિયાળ.....દીવાલ ઘડિયાળ ... કેલ્ક્યુલેટર...ટેલિવિઝન(ટીવી)...કેમેરો...રેડિયો...ટેપરેકોર્ડર...કૅલેન્ડર ...ડાયરી...ટપાલ પત્ર. એમાં પણ સંબધ ..લાગણી..દોસ્તી..કરુણા ...વેદના ...
સંવેદના..દોસ્તો ની મહફિલ...રવિવાર સાથે ફરવા જવું પિકચર સાથે જોવા જવું હવે તો બસ બધા મોબાઈલ માં એવા મસ્ત થઈ ગયા છે ....
કે મિત્ર મિત્ર ને નથી ઓળખતો સંબધો બદલાઈ ગયા...જે કંઈ છે હવે મોબાઈલ જ લોકો દેવું કરી ને પણ મોબઈ લાવે છે અને આખા દિવસ મોબાઈલ માં મસ્ત રહે છે ....ભલે મોબાઈલ આપણને અનેક રીતે ઉપયોગી છે પણ તેના નુકસાન કેટલા બધા થઈ રહ્યા છે એની કોઈને ચિંતા નથી...મોબાઈલ ટાવર થી કેટલા પંખીડા હવે જોવા નથી મળતા ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે એમાં મે ખાસ કરી ને ચકલી બેઉ ઓછી જોવા મળે છે ....એની આડઅસર માણસ ને પણ થઈ છે કારણ કે ટાવર માંથી નીકળતું rediton માણસ ને પણ પ્રભાવિત કરે છે મોબાઈલ થી તમારા રૂપિયા ટ્રાન્સફર જડપ થી થાય ...લાઈટ બીલ.. ગેસ બીલ ...શોપિંગ ...વગેરે ઘરે બેસી ને કરી શકો પણ દસ (૧૦)ફાયદા થતાં હસે પણ નુકસાન કેટલું છે એની સામે મોબાઈલ નાં  ફાયદા છે તો નુકસાન પણ છે કદી વિચારજો 
                                          અજ્જુ શૈખ    
                           



      

Ajjuદ્વારા વધુ પુસ્તકો

એક પુસ્તક વાંચો