shabd-logo

મર્દ તેહનું નામ સમો આવ્યો કે ચાલે

25 May 2023

165 જોયું 165


મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.

મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.

મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.

મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

– નર્મદ 

4
લેખ
નર્મદ ની કવિતા
4.0
ગુજરાત ના આધ્ય કવિ એવા વીર નર્મદ રચિત કવિતા નો સંગ્રહ કરવાનો એક પ્રયાસ
1

જય જય ગરવી ગુજરાત !!!

25 May 2023
2
0
0

જય જય ગરવી ગુજરાત !    જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત,   ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને,     ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત                             

2

વર્ષા : કવિ નર્મદ

25 May 2023
1
0
0

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે, વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે; ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી, દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ? આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,

3

સહુ ચાલો જીતવા જંગ : કવિ નર્મદ

25 May 2023
0
0
0

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,  શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,  જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો

4

મર્દ તેહનું નામ સમો આવ્યો કે ચાલે

25 May 2023
1
0
0

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી; હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી. મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે; ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે. મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ; ઊછળી કર

---

એક પુસ્તક વાંચો