૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.
કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ "કલાપી" એ લખેલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે, જે ૧૯૦૩માં તેમના મૃત્યુ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.ગુજરાતી કવિ અને લાઠીના રાજવી કલાપીએ ઇ.સ. ૧૮૯૨થી ૧૯૦૦ સુધી લખેલી બધી કાવ્યરચનાઓનો સંગ્ર