કલાપી
તેમનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. દરમિયાન ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું.
કલાપી નો કેકારવ
કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ "કલાપી" એ લખેલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે, જે ૧૯૦૩માં તેમના મૃત્યુ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.ગુજરાતી કવિ અને લાઠીના રાજવી કલાપીએ ઇ.સ. ૧૮૯૨થી ૧૯૦૦ સુધી લખેલી બધી કાવ્યરચનાઓનો સંગ્ર

કાશ્મીરનો પ્રવાસ
૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.