shabd-logo

૧0-૧૧-૯૧

2 June 2023

3 જોયું 3

તા. ૧0-૧૧-૯૧ :-સવારના છ વાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠ્યા. પાણીનાં હલેસાં જોરથી કિસ્તી સાથે અથડાતાં હતાં અને જે કિસ્તી હમેશાં જેલમ નદીનાં શાંત, મંદગતિવાળા પાણીમાં સ્થિર ચાલી જતી હતી તે આજ આમતેમ ડોલતી હતી અને ઉંચી નીચી થઈ પાણી સાથે અથડાયાં કરતી હતી. 

     પાણીની છોળ તુતકપર આવતી હતી, કિસ્તી બુડશે તેવી શંકા કરાવતી હતી, અને બહાર જવા ના કહેતી હતી. માંજી લોકો જોરથી બુમો પાડી હલેસાં મારતા હતા. આ વુલર લેક હતું. આ સરોવરમાં ઘણા અકસ્માત્‌ બને છે કેમકે આ સમુદ્ર જેવા સરોવરનાં મોજાં સામે માત્ર ચાર તસુજ પાણીમાં રહેતી કિસ્તીની શી વિસાત ? માંજી કાં‌ઇ ગુસ્સે થઇ અંદર અંદર વાતો કરતા હતા. આ શું છે એમ એક માંજીને પુછતાં તેણે કહ્યું કે "આજ ત્રણ વાગે ચારે કિસ્તીઓને સાથે બાંધી અમારે વુલર લેકમાં ચાલવું હતું જેથી કોઈને જોખો વાગે નહિ પણ સાહેબ(પ્રાણજીવનભાઈ) વાળી કિસ્તીના માંજીએ અગાડી પહોંચી જવા માટે અમને કોઇને ખબર આપ્યા વિના કિસ્તી રાતના બે વાગે ચલાવે દીધી. સામાનવાળી કિસ્તી વુલરને કિનારેજ ચોંટી ગ‌ઇ અને રસોડાવાળી કિસ્તી વાંસે રહી ગ‌ઇ તેથી આવું મોટું જોખમ માથે લઈ અમે વુલર સરોવરમાં આ એકલી કિસ્તીને નાખી છે. 

        હવે ઘણુંકરી હરકત તો નહિ આવવા દ‌ઇએ પણ અમને ઘણી ધાસ્તી લાગે છે." આટલું કહી તે હલેસાં મારવા લાગ્યો અને અમે ઉઠીને "ઇશ્વરની ઇચ્છા વિના કાંઈ થતું નથી" એમ ધારી આ તળાવ અથવા સાગર જોવા લાગ્યા. માંજી લોકોએ બહાર આવવા ના કહી પણ આ તોફાનથી સરોવરનો દેખાવ કેવો લાગે છે તે જોવાની જિજ્ઞાસા શાંત ન થવાથી અમે આંખો ચોળતા ચોળતા તુતકપર ઉભા રહ્યા. શ્રીનગર જતી વખતે આ સરોવરનું જલ એક મોટા અરિસા જેવું નજરે પડ્યું હતું પણ આજ તો તે બીજો સમુદ્ર જ થઇ ગયો હતો. મોટાં મોજાંથી પાણી કૂદતું હોય, બિચારી કિસ્તી પર ગુસ્સે થ‌ઇ ચોતરફથી તેના પર ધસી આવતું હોય અથવા તેને ગળી જવા ઇચ્છતું હોય તેવું દેખાયું. નજરે માત્ર નાની નાની ટેકરી જેવી તરંગ પરંપરાજ પડતી હતી. બીજી એકે કિસ્તી દૃષ્ટિએ પડતી નહોતી. ચોતરફ કિનારા સરખાજ દૂર દેખાતા હતા તેથી અમે મધ્ય ભાગમાં હતા. દુરબીનથી જોતાં માલમ પડ્યું કે આ તળાવમાં ચાલનારી બધી કિસ્તીઓ એક દૂરના ટાપુના કિનારાપર જતી રહી છે. વાદળાં અને ધુમ્મસથી સૂર્ય દૃષ્ટિએ પડતો નથી. બરફના પર્વતો માત્ર ઝાંખા ઝાંખાજ દેખાય છે. કિનારા પરનાં વૃક્ષ, ડુંગરની વનસ્પતિ, અથવા ખીણોમાં વહેતાં ઝરણ જોઇ શકાતાં નથી. પવન સુસવાટ કરતો ફુંકે છે. આવા ભયંકર પણ અદ્‌ભૂત, જોખમવાળા પણ રમણીય, ધીરજની કસોટી કરતા પણ આનંદકારી, તોફાની પણ મનને આલ્હાદક અને શ્યામ પણ સુખકર દેખાવો જોતાં જોતાં થોડા વખતમાં કિનારા પાસે આવી પહોંચ્યા. માંજી લોકોએ એક બીજાને ભેટી સલામ કરી "સાબ અબી કુછ હરકત નહિ" એમ કહી તેઓની હથેલીઓ બતાવી ખીલ્યા, હલેસાં એટલા જોરથી માર્યાં હતાં, કે હથેલીઓમાં ફોડલા પડી ગયા હતા. 


૨. કિનારા પર કીચડમાં એક વાંસ ખોડી તે સાથે દોરડાવડે કિસ્તી બાંધી અમે નીચે ઊતર્યા. આશરે એક કલાક પછી રસોડાની કિસ્તી દૂર એક ડાઘા જેવી દેખાઇ અને થોડીજ વારમાં અમારી પાસે આવી પહોંચી. આ તોફાને તેઓને પણ હરકત કરી હતી. અમે દાતણ કરી ચા પીધો. જોકે મને ચા પીવાની ટેવ નહતી તો પણ કાશ્મીરમાં વારંવાર ઉષ્ણોદકપાન કરવું પડતું હતું; કોઇ કોઇ વખતે એક દિવસમાં પાંચ છ વખત ચા પીવો પડતો કેમ જે જમવાનું નિયમસર બની શકતું નહતું, અને નિયમસર મળતું ત્યારે પણ ભાવતું નહતું કેમકે ઘી કડવું અને દુર્ગંધી હતું. બિસ્કીટ અને ચા એજ અમારો મુખ્ય ખોરાક હતો.

૩. થોડા વખતમાં સૂર્ય વાદળાં બહાર નીકળ્યો, તડકો થયો, ધુમ્મસ વીખરાઇ ગયો, લીલું ઘાસ ચળકવા લાગ્યું અને સામાનની કિસ્તી પણ આવી ગ‌ઇ. તે પણ તોફાનની લાણમાં થોડી ઘણી આવી હતી. "અમે હજી કેમ ન આવ્યા ? શું થયું હશે ?" એવી ચિંતાથી પ્રાણજીવનભાઇએ ડાક્ટર પુરુષોત્તમદાસને અમારી સામે મોકલી આપ્યા. તે અમને થોડા વખતમાં આવી મળ્યા. એમને અમારી કિસ્તીમાં લ‌ઇ જે કિસ્તીમાં તે આવ્યા હતા તેને રાવબહાદુરને "હમે હમણાં આવીએ છીએ" એવા સમાચાર આપવા પાછી મોકલી દીધી. સાંજ પહેલા અમે પણ બારામુલ્લા પહોંચી ગયા અને બધી કિસ્તીઓ જોડાજોડ ઉભી રાખી રાતે તેમાંજ સુઇ રહ્યા.

૪. કિસ્તીની મુસાફરી આજ ઈશ્વર કૃપાથી સમાપ્ત થ‌ઇ. સવારમાં અમારે ગાડીમાં બેસી ચાલવાનું હતું. એક ઘોડાગાડી અને સાત એકા જેમાં બેસી અમે રાવલપિંડીથી બારામુલ્લા સુધી આવ્યા હતા તેમાંજ પાછું જવાનું હતું. 

15
લેખ
કાશ્મીરનો પ્રવાસ
5.0
૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.
1

કાશ્મીર નું સ્વપ્ન : પ્રસ્તાવના

2 June 2023
13
0
0

પ્રકરણ ૧ કાશ્મીરનું સ્વપ્ન પ્રકરણ ૨ પત્રની શરૂઆત પ્રકરણ ૩ તા. ૧-૧૧-૯૧ પ્રકરણ ૪ તા. ૩-૧૧-૯૧ પ્રકરણ ૫ તા. ૫-૧૧-૯૧ પ્રકરણ ૬ તા. ૬-૧૧-૯૧ પ્રકરણ ૭ તા. ૭-૧૧-૯૧ પ્રકરણ ૮ તા. ૮-૧૧-૯૧

2

પત્ર ની શરૂઆત

2 June 2023
3
0
0

પ્રિય માસ્તર સાહેબ જોશીજી, આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક

3

૧-૧૧-૯૧

2 June 2023
0
0
0

૨. દીવાળી હોવાને લીધે આજ કાંઇક ગમત કરવાને અને અહિનું ગાયન કેવું હશે તે જીજ્ઞાસાથી આજ રાતે અમે ચાર ગવૈયા બોલાવ્યા. તેઓ આવ્યા ત્યાર પહેલાં અમે વાળુ કરી લીધું હતું. અમે એક ઢોલીઆ પર બેઠા અને તેઓ ગાવા લાગ્

4

૩-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૩-૧૧-૯૧ :- આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જ‌ઇ શક્યા નહિ, તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં. નકશીનું કામ ઘ

5

૫-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૫-૧૧-૯૧ :- આજ સવારમાં રાવ બહાદૂરે ફૉરેન સેક્રેટરીને ચીઠી લખી વાઈસરૉયને મળવાનો વખ્ત પૂછાવ્યો. લાલા જયકિસનદાસની અઢી વાગે એક ચીઠી આવી તેમાં લખ્યું હતું કે : નામદાર વાઈસરૉય સાહેબ પોણાત્રણ વાગે તમારી મ

6

૬-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૬-૧૧-૯૧ ચકવાકની લાંબી ચીસો કાગાનીંદરમાં કોઇ કોઇ વખતે કાને પડવા લાગી. માંજી લોકોનાં બગાસાં, ટુંકાં ગાયનો અને અવાજ સંભળાવા લાગ્યા. દીપજ્યોતિ જરા નિસ્તેજ થવા લાગી. પડખું ફેરવતી વખતે ટાઢથી બિછાનું જરા

7

૭-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૭-૧૧-૯૧:- સવારે ઊઠ્યા. થાક ઊતરી ગયો હતો. આજ સવારના નવ અને પિસતાળીશ મિનીટે હીઝ એક્સેલન્સીને મળવા ગયા. પહેલાં એમના એડિકોંને મળ્યા. એડિકોં વાઈસરૉયને અમે આવ્યા છીએ, એ ખબર આપવા ગયા અને થોડીજ વારમાં એડિ

8

૮-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૮-૧૧-૯૧ :- આજ બપોરે અમે જમીને હરિ પર્વત જોવા ગયા. કિસ્તી એક જગ્યાએ બજારમાં ઉભી રાખી અને ત્યાંથી બાબુ કાલિદાસે ટટ્ટુ અને ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં તે પર સ્વાર થઈ ટેકરી તરફ ચાલ્યા. આ વખતે ડાકટર પુરુષ

9

૯-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૯-૧૧-૯૧ :- રાત્રે સારી નિદ્રા લેવાથી પ્રભાતે વહેલાં ચાલ્યા જવાનું શરૂ કીધું. કાગા નીંદરનાસુરસ્વપ્નો એક પછી એક ચાલ્યાં જવાં લાગ્યાં. કિસ્તી ચાલતી હતી. પાણીનો ખળખળાટ કાને પડતો હતો અને વળી કાંઇ સ્વપ્

10

૧0-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧0-૧૧-૯૧ :-સવારના છ વાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠ્યા. પાણીનાં હલેસાં જોરથી કિસ્તી સાથે અથડાતાં હતાં અને જે કિસ્તી હમેશાં જેલમ નદીનાં શાંત, મંદગતિવાળા પાણીમાં સ્થિર ચાલી જતી હતી તે આજ આમતેમ ડોલતી હતી

11

૧૧-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૧-૧૧-૯૧ :- સવારે ઉઠ્યા, કિસ્તીમાંજ ચા પીધો. અમારૂં આ નાનું ઘર સંકેલ્યું, લબાચા ઉપાડ્યા, એકામાં અને ગાડીમાં સામાન ભર્યો.  ૨. ગરીબ, મહેનતુ અને આજ્ઞાંકિત માંજીઓને ઇનામ આપી સરટીફીકેટો લખી આપી, ખુશ

12

૧૨-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૨-૧૧-૧૮૯૧ :- સવારમાં ચા પીધા પછી આઠ વાગે ઉરી છોડ્યું. રસોડાના સામાન સાથે કેટલાંક માણસોને રસ્તામાં બપોરે જમવાનું તૈયાર રાખવા અગાડી મોકલી આપ્યાં હતાં. આ વળતી મુસાફરીમાં અમે હમેંશા આવી ગોઠવણ કરતા કે

13

૧૩-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૩-૧૧-૯૧ :- રાત આખી સગડીમાં ધૂમાડા વિનાનાં ચિનારના લાકડાં સળગ્યાં કર્યાં હતા. તેથી સવારના સાડા ચાર વાગે ઉઠી કપડાં પહેરી તાપવા બેશી ગયા.  ૨. ચા પીધો કે તુરત ગાડીમાં બેશી રસ્તે પડ્યા. કાશ્મીરના

14

૧૪-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૪-૧૧-૯૧ :-:- સવારમાં સૂર્યોદય પહેલાં કોહાલા છોડ્યું. રાતે જરાક વર્ષાદ આવી ગયો હતો તેથી અને ઝાકળથી પૃથ્વી ભીનાશવાળી હતી. શુક્રનો તારો પ્રભાતકાલ સૂચવતો ચળકી રહ્યો હતો, સપ્તઋષિ મંડલ પર્વતોની ખીણોમાં

15

૧૫ - ૧૧ - ૯૧ સમાપ્ત

2 June 2023
0
0
0

સવાર થયું, દરેક વસ્તુ ભીની થ‌ઇ ગ‌ઇ હતી, સૂર્યનાં કિરણો પડવાથી નવપલ્લવ ભીનાં વૃક્ષોની રમણીયતા વધારે રમણીય દીસતી હતી. પર્વતની ઝાડની ઘટાવાળી ખીણો સુંદર છતાં વધારે સુંદર દેખાતી હતી.પર્વત પરના બરફનો ચળકાટ

---

એક પુસ્તક વાંચો