ભારતમાં ફરવા લાયક એટલા બધા સ્થળો છે કે કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં કે તેણે સમગ્ર ભારત જોયું હશે. ભારતમાં જેટલા ફરવાના સ્થળો છે એટલી સામે વિવિધતા છે અને જાણવા લાયક સ્થળો પણ છે. તો આજે એવા સ્થળોની વાત કરીશું જે ભારતમાં જ છે અને એટલા સરસ છે કે તે વિદેશી પર્યટન સ્થળોની તુલનામાં અનેક ગણા સુંદર છે.
સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજસ્થાન રાજ્યનું જયપુર શહેર. રાજસ્થાનની રાજધાની જયપુર આ રાજ્યનું સૌથી મોટું શહેર છે. તેની સ્થાપના 18 નવેમ્બર 1727 ના રોજ મહારાજા જય સિંહ II દ્વારા કરવામાં આવી હતી. તમે જયપુરમાં રહીને નવા વર્ષનું અનેક રીતે સ્વાગત કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે ચોકી ધાનીની મુલાકાત લઈને સાંસ્કૃતિક નૃત્ય, કલા, સંગીત અને રાજસ્થાની ભોજનનો આનંદ લઈ શકો છો.