shabd-logo

૯-૧૧-૯૧

2 June 2023

2 જોયું 2

તા. ૯-૧૧-૯૧ :- રાત્રે સારી નિદ્રા લેવાથી પ્રભાતે વહેલાં ચાલ્યા જવાનું શરૂ કીધું. કાગા નીંદરનાસુરસ્વપ્નો એક પછી એક ચાલ્યાં જવાં લાગ્યાં. કિસ્તી ચાલતી હતી. પાણીનો ખળખળાટ કાને પડતો હતો અને વળી કાંઇ સ્વપ્ન આવવાથી બંધ થ‌ઇ જતો હોય તેમ લાગતું હતું. ટાઢ સખત હતી અને ઉઠવાનું મન થતું નહતું, તેથી બધા સુતા છે કે કોઇ ઉઠ્યું છે તે જોઈ બધાને સુતેલા દેખી આંખો મીચી જતા હતા, પણ થોડી વારમાં પાટીયાંપર પથારી કરી સુતા હતા તેથી પડખાં તપવા લાગ્યાં, કાગડાના અવાજો કાને પડવા લાગ્યા અને નિદ્રા બિલકૂલ જતી રહી તેથી એક માંજીને, "સગડી તૈયાર કર" એમ કહી પથારીમાં જ બેસી ગરમ કપડાં પહેરવા લાગ્યા અને સગડી તૈયાર થ‌ઇ એટલે બહાર નાના તુતક પર જ‌ઇને બેઠા. શ્રીનગરને ઘણું દૂર છોડી દીધું હતું. નદીના કિનારાની આસપાસ માત્ર મેદાનો અને દૂર પર્વતો હતા. પાણી ધીમે ધીમે વહેતું હતું અને તેમાં સૂર્યના હલતાં લાલ પ્રતિબિંબ પડવાથી ઘુમ્મર ગેરૂ જેવું દીસતું હતું. પર્વતો, પૃથ્વી, પાણી આકાશ અને ઊંચી ટેકરીઓપરના બરફ્નો રંગ સૂર્ય વધારે ઊંચે ચડ્યો તેથી બદલાઈ ગયો અને ટાઢ પણ ઓછી થઈ, આકાશ નિર્મલ આસ્માની, અને પ્રકાશિત થયું; માત્ર કોઈ કોઈ ડુંગર પર જ વિરલ વિરલ વાદળાં નજરે પડતાં હતાં. બતકની હારો અને નાની નાની માછલી પાણીની ઉપર અને અંદર આમતેમ દોડતી દેખાતી હતી. ક્યાંઈ સારસ જોડાં ધીમી ગતિથી આમતેમ ફરતાં દેખાતાં હતાં. પાણીમાં વેલા ક્યાંઇ ક્યાંઇ છવાયેલા હતા. રમણીય ફુલોની ઝાકળથી ભીની પાંખડીઓ અહીં તહીં કિનારા પર ચળકતી હતી. કેટલાંક પક્ષી ઝીણી મચ્છી મારવા ઉંચેથી પાણીમાં પડતાં હતાં. અને પાછાં બહાર નીકળતાં હતાં. આવા સુંદર દેખાવો જોતા જોતાં અમે ચાલ્યા જતા હતા. થોડી કસરત થાય તે માટે થોડો વખત હલેસાં મારી અને રસોડાની કિસ્તીમાં જઈ ચા પી પાછા અમારા તુતકપર આવી કુદરતી આશ્ચર્યકારક લીલા જોવા બેઠા. બરફનો દરેક ડુંગર અમે એક પછી એક છોડવા લાગ્યા, તેઓ અદ્રશ્ય થઈ જવા લાગ્યા અને પૃથ્વીમાં ડૂબી જવા લાગ્યા. 

૨. ચા પીધા પછી માનસબલ જે પાસે જ હતું તે જોવા અમારે જવું હતું પણ પ્રાણજીવનદાસભાઈની કિસ્તી ઘણીજ અગાડી ચાલી ગઈ હતી તેથી એકલા તે તળાવમાં જવું એ અમને વાજબી ન લાગ્યું કેમકે વખતે તોફાન થાય તો સારું નહીં : એમ વિચારી અમારી કિસ્તી અમે અગાડી ચલાવી. ગુરુજનની આજ્ઞા વિના કાર્ય કરવું એ મૂર્ખાઇ છે. આ વખતે નદીના પાણીની ગતિની દિશાએ જ ચાલવાનું હતું તેથી કિસ્તીને ખેંચવી પડતી નહતી પણ હલેસાંથીજ વધારે ઝડપથી ચાલતી હતી.

૩. અમે દિવસનો ઘણો ભાગ તુતક પરજ બેસી રહ્યા કેમકે બપોરે પણ તડકો વહાલો લાગતો હતો અને દ્રષ્ટિ સૌંદર્યથી સંતોષ પામતી નહતી.

૪. અમારી ચાર કિસ્તીમાં અમે કેવી રીતે બેઠા હતા તે હું આગળ લખી ગયો છું. જમવાની વખતે રસોડાની કિસ્તીમાં જતા અને પછી પાછા અમારી કિસ્તીમાં આવી બેસતા.

૫. સાંજ પડી, સૂર્ય અસ્ત થયો, અંધારૂં થ‌ઇ ગયું, ધુમ્મસ ચોતરફ વિંટળા‌ઇ વળ્યો. વુલર લેકનો કિનારો આવ્યો. પાણી વિશાળતા પામ્યું. મોજાં નજરે પડવા લાગ્યાં. કિસ્તી ઊભી રાખી. રાતે આ સરોવરમાં ચાલવું એ જરા જોખમ ભરેલું છે તેથી આ કિનારા પર જ રાતે કિસ્તીને રાખી, સુઈ રહ્યા. સવારે ચાર વાગે ચાલવું હતું કેમકે એ વખતે હવા સારી હોય છે, અને તોફાનનો ભય ઓછો હોય છે. 

15
લેખ
કાશ્મીરનો પ્રવાસ
5.0
૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.
1

કાશ્મીર નું સ્વપ્ન : પ્રસ્તાવના

2 June 2023
12
0
0

પ્રકરણ ૧ કાશ્મીરનું સ્વપ્ન પ્રકરણ ૨ પત્રની શરૂઆત પ્રકરણ ૩ તા. ૧-૧૧-૯૧ પ્રકરણ ૪ તા. ૩-૧૧-૯૧ પ્રકરણ ૫ તા. ૫-૧૧-૯૧ પ્રકરણ ૬ તા. ૬-૧૧-૯૧ પ્રકરણ ૭ તા. ૭-૧૧-૯૧ પ્રકરણ ૮ તા. ૮-૧૧-૯૧

2

પત્ર ની શરૂઆત

2 June 2023
3
0
0

પ્રિય માસ્તર સાહેબ જોશીજી, આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક

3

૧-૧૧-૯૧

2 June 2023
0
0
0

૨. દીવાળી હોવાને લીધે આજ કાંઇક ગમત કરવાને અને અહિનું ગાયન કેવું હશે તે જીજ્ઞાસાથી આજ રાતે અમે ચાર ગવૈયા બોલાવ્યા. તેઓ આવ્યા ત્યાર પહેલાં અમે વાળુ કરી લીધું હતું. અમે એક ઢોલીઆ પર બેઠા અને તેઓ ગાવા લાગ્

4

૩-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૩-૧૧-૯૧ :- આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જ‌ઇ શક્યા નહિ, તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં. નકશીનું કામ ઘ

5

૫-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૫-૧૧-૯૧ :- આજ સવારમાં રાવ બહાદૂરે ફૉરેન સેક્રેટરીને ચીઠી લખી વાઈસરૉયને મળવાનો વખ્ત પૂછાવ્યો. લાલા જયકિસનદાસની અઢી વાગે એક ચીઠી આવી તેમાં લખ્યું હતું કે : નામદાર વાઈસરૉય સાહેબ પોણાત્રણ વાગે તમારી મ

6

૬-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૬-૧૧-૯૧ ચકવાકની લાંબી ચીસો કાગાનીંદરમાં કોઇ કોઇ વખતે કાને પડવા લાગી. માંજી લોકોનાં બગાસાં, ટુંકાં ગાયનો અને અવાજ સંભળાવા લાગ્યા. દીપજ્યોતિ જરા નિસ્તેજ થવા લાગી. પડખું ફેરવતી વખતે ટાઢથી બિછાનું જરા

7

૭-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૭-૧૧-૯૧:- સવારે ઊઠ્યા. થાક ઊતરી ગયો હતો. આજ સવારના નવ અને પિસતાળીશ મિનીટે હીઝ એક્સેલન્સીને મળવા ગયા. પહેલાં એમના એડિકોંને મળ્યા. એડિકોં વાઈસરૉયને અમે આવ્યા છીએ, એ ખબર આપવા ગયા અને થોડીજ વારમાં એડિ

8

૮-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૮-૧૧-૯૧ :- આજ બપોરે અમે જમીને હરિ પર્વત જોવા ગયા. કિસ્તી એક જગ્યાએ બજારમાં ઉભી રાખી અને ત્યાંથી બાબુ કાલિદાસે ટટ્ટુ અને ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં તે પર સ્વાર થઈ ટેકરી તરફ ચાલ્યા. આ વખતે ડાકટર પુરુષ

9

૯-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૯-૧૧-૯૧ :- રાત્રે સારી નિદ્રા લેવાથી પ્રભાતે વહેલાં ચાલ્યા જવાનું શરૂ કીધું. કાગા નીંદરનાસુરસ્વપ્નો એક પછી એક ચાલ્યાં જવાં લાગ્યાં. કિસ્તી ચાલતી હતી. પાણીનો ખળખળાટ કાને પડતો હતો અને વળી કાંઇ સ્વપ્

10

૧0-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧0-૧૧-૯૧ :-સવારના છ વાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠ્યા. પાણીનાં હલેસાં જોરથી કિસ્તી સાથે અથડાતાં હતાં અને જે કિસ્તી હમેશાં જેલમ નદીનાં શાંત, મંદગતિવાળા પાણીમાં સ્થિર ચાલી જતી હતી તે આજ આમતેમ ડોલતી હતી

11

૧૧-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૧-૧૧-૯૧ :- સવારે ઉઠ્યા, કિસ્તીમાંજ ચા પીધો. અમારૂં આ નાનું ઘર સંકેલ્યું, લબાચા ઉપાડ્યા, એકામાં અને ગાડીમાં સામાન ભર્યો.  ૨. ગરીબ, મહેનતુ અને આજ્ઞાંકિત માંજીઓને ઇનામ આપી સરટીફીકેટો લખી આપી, ખુશ

12

૧૨-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૨-૧૧-૧૮૯૧ :- સવારમાં ચા પીધા પછી આઠ વાગે ઉરી છોડ્યું. રસોડાના સામાન સાથે કેટલાંક માણસોને રસ્તામાં બપોરે જમવાનું તૈયાર રાખવા અગાડી મોકલી આપ્યાં હતાં. આ વળતી મુસાફરીમાં અમે હમેંશા આવી ગોઠવણ કરતા કે

13

૧૩-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૩-૧૧-૯૧ :- રાત આખી સગડીમાં ધૂમાડા વિનાનાં ચિનારના લાકડાં સળગ્યાં કર્યાં હતા. તેથી સવારના સાડા ચાર વાગે ઉઠી કપડાં પહેરી તાપવા બેશી ગયા.  ૨. ચા પીધો કે તુરત ગાડીમાં બેશી રસ્તે પડ્યા. કાશ્મીરના

14

૧૪-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૪-૧૧-૯૧ :-:- સવારમાં સૂર્યોદય પહેલાં કોહાલા છોડ્યું. રાતે જરાક વર્ષાદ આવી ગયો હતો તેથી અને ઝાકળથી પૃથ્વી ભીનાશવાળી હતી. શુક્રનો તારો પ્રભાતકાલ સૂચવતો ચળકી રહ્યો હતો, સપ્તઋષિ મંડલ પર્વતોની ખીણોમાં

15

૧૫ - ૧૧ - ૯૧ સમાપ્ત

2 June 2023
0
0
0

સવાર થયું, દરેક વસ્તુ ભીની થ‌ઇ ગ‌ઇ હતી, સૂર્યનાં કિરણો પડવાથી નવપલ્લવ ભીનાં વૃક્ષોની રમણીયતા વધારે રમણીય દીસતી હતી. પર્વતની ઝાડની ઘટાવાળી ખીણો સુંદર છતાં વધારે સુંદર દેખાતી હતી.પર્વત પરના બરફનો ચળકાટ

---

એક પુસ્તક વાંચો