shabd-logo

શિખામણ

17 February 2023

5 જોયું 5

ચંપાવતી નગરમાં ફોફળશાહ નામે નગરશેઠ હતો તે જયારે મરવા પડયો ત્યારે તેણે પોતાના દીકરા માણેકચંદને પાસે બોલાવી ને નીચેની શિખામણ આપી:-
૧ ફળિયામાં બોરડીનું ઝાડ વાવવું નહિ.
૨ ચપરાસીને મિત્ર કરવો નહિ.
૩ જૂના નોકરને કાઢી ને નવા નોકર રાખવા નહિ.
૪ સ્ત્રીને ગુપ્ત વાત કરવી નહિ.

ફોફળશાહની શિખામણ પ્રમાને વતઁવા માણેકચંદ કબૂલ થયો એટલે ફોફરશાહ ને શાંતિ થઈ અને તેના આતમા એ શરીર નો ત્યાગ કયોઁ

માણેકચંદે વિચાર કયોઁ કે પિતાએ ચાર બાબતની ના કહી છે પણ તેમાં હાનિ કેટલી છે તેનો અનુભવ લીધા સિવાય ગુણદોષની ખાત્રી થશે નહિ. મારા પિતાએ જે કહયું છે તે તો તેમના પુરા અનુભવથી જ કહ્યું હશે છતાં મારે જાતે અનુભવ લેવો જોઈએ' આવો નિશ્ચય કરીને તેણે ફળિયા માં બોરડીનું વૃક્ષ વાવ્યું હલકાખવાસનો ચપરાસી હતો તેની સાથે તે બેસવા ઊઠવા લાગ્યો,અને તેને પોતાનો મિત્ર બનાવ્યો જૂના નોકરો હતા તે બધાને કાઢી મૂકયા ને તેમને બદલે નવા નોકરોને રાખ્યા.આ બધી ગોઠવણ કયાઁ પછી તેણે પોતાની સ્ત્રીનું પારખું કરવાનો વિચાર કયો

તેણે એક તરબૂચ લઈ તેને થોડું કાપી તેના ઉપર લાલ રંગ નાખ્યો પછી તેને રૂમાલમાં બાંધ્યું,અને તે તથા થોડાં ધરેનણાં લઈ પઘતાની સ્ત્રી પાસે આવી ગભરાયલા ચહેરે તે બોલ્યો, તુ મારી અધાઁગના છું તારૂં હિત એક છે તારા થી મારે કઈ છૂપું રાખવું જોઈએ નહિ એટલા માટે જ તને કહું છું આ મસ્તક રાજાના કુંવરનું છે. રાજાના કુંવરને મારીને મેં આ ધરેણાં મેળવ્યાં છે આ વાત કોઈને કહીશ નહિ જો કહીશ તો રાજા મને શકળીએ ચડાવશે,ધરબાર લૂંટી લેશે,અને તું વિધવા થઈશ.પરિણામે તારે દુ:ખ ભોગવવું પડશે.'

આપણને માથાનો કયાં તોટો હતો કે તમે રાજકુમાર નો ધાત કયોઁ? જો કોઈ આ જાણશે તો આપણા શા હાલ થશે ? આમ કહીને સ્ત્રી ખૂબ રડવા લાગી માણેકચંદે તેને શાંત પાડીને કહયું કે,'તું પોતે કોઈ ને વાત નહિ કરે તો કોઈ જાણવાનું નથી માટે તું કોઈને ન કહેતી.'

'હું શું કામ કહું ? કહીને તો દુ:ખ ઊભું કરવું છેને ! હું આવી મૂખીઁ નથી કે હાથે કરીને હેરાન થાઉં!

રાજા ના કુંવરની શોધખોળ થવા લાગી, પણ કયાંય પત્તો ન લાગ્યો. કુંવરનું ગુમ થવું એ આખા શહેરમાં ચચાઁનો વિષય થઈ પડયો. ચાપતી તપાસ કયાઁ છતા પણ જયારે ભાર ન લાગી ત્યારે રાજાને અપાર નિરાશા ઉત્પન્ન થઈ.

માણેકચંદની સ્ત્રી પાણી ભરવા ગઈ તો ત્યાં પણ બધી સ્ત્રીઓ કુંવરના ગુમ થવાની જ વાત કરતી હતી . જયારે ચર્ચા બહુ જ આગળ વધી ત્યારે શેઠાણીના મનમાં ઉછાળા આવવા લાગ્યા અને વાત જાહેર કરી દેવાની પ્રબળઈચ્છા થઈ આવી છતાં તેણે એ ઈચ્છાને રોકી રાખી.

ધીરે ધીરે સ્ત્રીઓ પાણી ભરીને ત્યાંથી ચાલી ગઈ માત્ર એક માલણ અને શેઠાણી બે જ પાછર રહયાં માલણ દરોજ ફુલ દેવા આવતી તેથી વધારે પરિચયવાળી થઈ ગઈ હતી. શેઠાણી તેને કહેવા લાગી જુઓ.બહેન ! તમેતો અમારા ધરના જેવાં છો, તેથી તમને વાત કરવાનોવાંધો નથી. રાજાનો કુંવર ખોવાયો છે તે બીજે કયાંય નહિ પણ મારા ધરમાં જ છે તમઃરા શેઠને કમતડી સૂઝી તે તેણે કુંવરને મારીને તેનાં ધરેણાં લઈ લીધાં છે જોજો હો ! આ વાત કોઈને કહેશો નહિ. કહેશો તો રાજા અમને પાયમાલ કરશે,

ના રે બા ! હું તે તમારી વાત કરૂં ખરી ? બીજી કોઈ વાત નહિ ને આવી વાત કરૂં ? એ તો કદી બને જ નહિ. પણ હેં બાઈ ! ઈ ધરેણાં અને કુંવરનું શરીર કયાં રાખ્યું છે ?

ધરેણા તો મોટા પટારામાં મેં જ મૂકયાં છે કુવરનું માથું રૂમાલમાં બાંધેલું છે તે શેઠે પતારાના હડફામાં મૂકયું છે આ તો તમે ધરના માણસ જેવાં એટલે તમને વાત થાય બીજાને કાંઈ આવી વાત કહેવાય ખરી? જોજો હો! કોઈને કહેશો નહિ.

રાજાએ જીવતા કે મરેલા કુંવરનો પત્તો મેળવી આપનાર ને મોટું ઈનામ આપવાનું જાહેર કયુઁ ઈનામ લેવાની લાલચે માલણ ઉતાવળી ઉતાવળી ફુલ ની છાબ લઈને દરબારમાં ગઈ , અને રાણીને વાત કરી કે, 'કુંવરને તો માણેકચંદ શેઠે મારીને તેનાં ધરેણાં લઈ લીધાં છે જે મોટા પટરામાં મૂકયાં છે, કુંવરનું માથું પટારાના હાડફામાં મૂકયું છે.

આ હકીકત સાંભળતાં જ રાણીને ક્રોધ ચડયો. તેણે તરત જ રાજાને એ વાતથી વાકેફ કયોઁ.રાજાએ હુકમ કયોઁ કે માણેકચંદને બંદીગૃહમાં લઈ જાઓ

માણેકચંદ જે ચપરાસી સાથે મિત્રતા રાખતો હતો, તેનેજ માણેકચંદને પકડી લાવવાનો હુકમ થયો ચપરાસી તરત જ માણેકચંદને ધેર આવ્યો અને સભ્યતા તજીને ગમેતેવાં અપમાનભયઁ વેણ બોલવા લાગ્યો

માણેકચંદે રાજા ની આવી આજ્ઞાનું કારણ પૂછયું એટલે ચપરાસીએ રૂઆબમાં જ કહયું.અબે બનિયા ! મેં તેરા નોકર નહિ હું! ચલ ! આગે ચલ.! આ કટું વચનો સાથે તેણે માનેકચંદને એક ઠોંસો પણ લગાવી દીધો.

માણેકચંદે તેની સાથેની પોતાની મિત્રતાની યાદ આપી અને પોતાનો એવો તે શો ગુનો છે તે પૂછયું એટલે તો ચપરાસી વધારે ખિજાયો, અને જબરજસ્તીથી તેને ધકકો મારીને આગળ કયોઁ માણેકચંદ ફળિયામાં આવ્યો અને બોરડી નીચેથી નીકળ્યો કે તરત તેની પાધડી બોરડીમાં ભરાઈ ગઈ. માણેકચંદ પોતાની પાધડી લેવઃ પ્રયાસ કયોઁ પણ વ્યથઁ મિત્ર ચપરાસીએ તેનું બાવડું ખેચીને આગળ ધકેલ્યો પોતાના શેઠને પકડીને લઈ જાય છે તેવા સમાચાર નવા નોકરોને મળતાં તેઓ દુકાનમાં જે જેને હાથ હતું તે બધું ઉપાડી ગયા, અને દુકાન બંધ કરી

માણેકચંદને લઈને ચપરાસી આગળ ચાલ્યો એટલે જેતંબોળી ની દુકાનેથી માણેકચંદ દરરોજ પાન ખાતો અને થોડી વાર વાતો કરતો તે તંબોળીની દુકાન આવી માણેકચંદ ને ગુનેગાર પેઠે લઈ જતો જોઈ તંબોળીને લાગી આવ્યું , ચપરાસીને તેણે કહયું કે મને થોડીવાર શેઠ સાથે વાત કરવા દે પણ ચપરાસીએતો શરમ બિલકુલ છોડી દીધી હતી તેથી માન્યું નહિ તંબોળીએ તેને પૈસાની લાલચ આપી ત્યારે તેણે તંબોળીને માણેકચંદ સાથે વાત કરવા દીધી

તંબોળી કહે, માણેકચંદ ! હું તારો ભાઈ છું આપણી મૈત્રી બહુ ધાડી નથી છતાં તું ચિંતા ન કરતો. મારી પાસે જેટલો પૈસો છે તે બધોય તારી પાછળ વાપરીને તને છોડાવીશ.'

માણેકચંદને બંદીગૃહમાં પૂરવામાં આવ્યો.તેના ધરની ઝડતી લેતાં કુંવરનાં ધરેણાં અને રૂમાલમાં માથા જેવું કંઈક બાંધેલું મળી આવ્યું તે રાજસેવકોએ રાજા આગળ હાજર કયુઁ,પુત્રનું છેદાયલું મસ્તક પોતાથી જોયું જશે નહિ એમ માનીને તેના તરફ નજર કયાઁ વિના જ તે સાચવીને રાખવા રાજાએ સૂચવ્યુ, અનેમાણેકચંદને શૂળીએ ચડાવવામાં આવે ત્યાંસુધી તેને ખોરાકમાં ફકત ધેંશ આપવાનો તથા તેની પાસેથી સખ્ત કામ લેવાનો હુકમ કયોઁ

તંબોળીએ કેદમાંના રખેવાળોને પૈસા આપીને પોતાના કયાઁ અને માણેકચંદ ને માટે ઉત્તમ ખોરાક પહોંચાડવા લાગ્યો.જયારે માણેકચંદને શકળીએ ચડાવવાનો વખત થયો ત્યારે રાજા પોતે પણ હાજર થયો. શૂળી આગળ પહોંચતાં જ માણેકચંદ ખડખડાટ હસી પડયો.મરણની ધડી નજીક આવી હોવા છતાં માણેકચંદને આમ હસવું આવે એ આશ્રયઁની વાત હતી. રાજાએ તેને હસવાનું કારણ પૂછયું. માણેકચંદ ઠાવકું મોં રાખી ને બોલ્યો, મને એક વખત ધેર જવા દો એટલે મારા હસવાનુ કાલણ જણાઈ આવશે. રાજાએ ચોકીપહેરા નીચે તેને ધેર મોકલ્યો એટલે તે કુંવરને તેડીને પાછો રાજા પાસે આવ્યો, અને તેને અથથી ઈતિ સુધી વાત જણાવી. પોતાના પિતાની શિખામણ વિરૂધ્ધ વતઁવાથી જ આવું પરિણામ આવ્યું એ સત્ય હકીકત પણ તેણે જાહેર કરી.

રાજા માણેકચંદ ઉપર પ્રસન્ન થયો. તેના નવા નોકરો જે જે માલ ઉપાડી ગયા હતા તે તેને પાછો આપાવ્યો,અનેમાણેકચંદને સારૂં ઈનામ આપ્યું,પોતે આવેશમાં આવી જઈને ઊડી તપાસ ન કરતાં તેને સજા કરી તે માટે રાજાએ પસ્તાવો જાહેર કયોઁ પિતાએ આપેલી શિખામણ સાવ સાચી હતી એવી માણેકચંદની પકકી ખાત્રી થઈ ગઈ !

Mustafa moosaદ્વારા વધુ પુસ્તકો

એક પુસ્તક વાંચો