`સાંઈરામ દવે’ એ નામ હવે ગુજરાતીઓ માટે ઓળખાણનું મોહતાજ નથી. હાસ્ય-સાહિત્ય-કવિતા-લેખન અને શિક્ષણ જેવા પાંચેય વિષયમાં તેમણે સુંદર ખેડાણ કર્યું છે. સાંઈરામ દવે ગુજરાતના પંચામૃત સમા કલાકાર છે. || ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંમિશ્રણ એ સાંઈરામની અભિવ્યક્તિની વિશેષતા રહી છે. એક નખશીખ સર્જનશીલ કલાસાધક હોવાને નાતે, તેમણે રાષ્ટ્રભક્તિનાં, ગુજરાતપ્રીતિનાં અને ભક્તિસંગીતનાં ઘણાં પદો રચ્યાં છે. સપરિવાર માણી શકાય એવું મૂલ્યવર્ધક હાસ્ય પીરસવું એ સાંઈરામની નેમ છે. હસતો હોય એ અવશ્ય સાંઈરામને ઓળખતો જ હોય. 44 વર્ષની ઉંમરે ઢગલાબંધ વિષયો ઉપર તલસ્પર્શી જ્ઞાન હળવી શૈલીમાં સાંઈરામે વહેંચ્યું છે. તેથી તેઓને સૌથી યુવાન વયે ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી સરકારે નવાજેલ છે. || ટૅક્નૉલૉજીનો સદુપયોગ કરીને યુવાવર્ગના હૃદયમાં પોતાની ‘મોટિવેશનલ ટૉક’થી તેમણે સર્વોચ્ચ સ્થાન હાંસલ કરેલ છે. હસતાં હસાવતાં પોતાના શબ્દ અને સૂરથી યુવાપેઢીને દિશાનિર્દેશ કરતા સાંઈરામ એક રાષ્ટ્રભક્ત અને શ્રદ્ધાવાન સર્જક છે. Read more