shabd-logo
Shabd Book - Shabd.in

Aa Chhe Karagar

Varsha Adalja

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
4 July 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789390572380
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ રહસ્યમય ખૂણો. જેલની કાળમીંઢ દીવાલોનાં અભેદ્ય કિલ્લા પાછળ કેદીઓ પર થતા અત્યાચારો અને એની ભયાનકતા કદી પ્રકાશમાં આવતી નથી. લેખિકાએ મહામહેનતે મુંબઈની આર્થર રોડ જેલમાં પ્રવેશ મેળવી, સ્ત્રી કેદીઓને મળ્યા. તે સમયે ગૂગલ નહોતું. અનેક રીતે વિવિધ માહિતી મેળવી એમણે સત્યઘટનાત્મક નવલકથા લખી `બંદીવાન’. રૂંવાડા ખડા કરતી અભૂતપૂર્વ નવલકથા. અને… પછી આ વિશિષ્ટ નાટક લખ્યું `આ છે કારાગાર’. જે મુંબઈમાં ગુજરાતી અને મરાઠી ભાષામાં ભજવાયું. જેલમાં કેદી પરનાં અત્યાચાર, ભ્રષ્ટાચાર, ભાગલપુરની અંધીકરણ ઘટના અહીં તખ્તા પર આકાર લે છે. તેજાબી કથાવસ્તુ, નાટ્યાત્મક સંઘર્ષ, સબળ પાત્રાલેખનથી આજે પણ આ નાટક રીલેવન્ટ અને ભજવવા લાયક છે. આ છે જેલજીવનનો સાચો ચિતાર આપતો ગુજરાતી ભાષાનો એકમાત્ર અધિકૃત દસ્તાવેજ. Read more 

Aa Chhe Karagar

0.0(0)

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો