આ પુસ્તક તમને ડાઇટ પ્લાન બનાવવામા મદદ કરશે
આખરે બોડી બિલ્ડિંગ અને મસલ્સ બિલ્ડિંગમાંથી શ્રેષ્ઠ શું? તે જાણવા પહેલા તેમની વચ્ચેના અંતરને સમજવું જરૂરી છે. મસલ્સ માસની નેચરલ રીતે થતી ગ્રોથ જ સારી હોય છે, નહીંતર તેનાથી ઘણા નુક્સાન થઇ શકે છે. ચાલો જાણીએ કે કઇ રીતે સારી ગ્રોથ કરી શકાય છે. બોડી બિલ્ડિંગ પ્રોફેશનલ લોકો જ હંમેશા બોડી બિલ્ડિંગ કરે છે. તેવામાં બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સની સાઇઝ સામાન્ય કરતા ઘણી મોટી થઇ જાય છે. સ્ટેરોઇડ્સ લેવાથી મસલ્સ માસની ગ્રોથ સામાન્ય કરતા બેગણી ઝડપથી થાય છે, જે જરા પણ નેચરલ નથી. તેમાં અંદરના અંગોની કાર્યપ્રણાલીને ખરાબ અસર પડે છે. તેથી જે લોકો સ્ટેરોઇડ્સ લે છે, તેમને ડોક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરાવવો પડે છે. મસલ્સ બિલ્ડિંગ - તેમાં મસલ્સ માસ વધારવા માટે નેચરલ રીતે ધ્યાન આપવામાં આવે છે, જે પ્રોટિનયુક્ત ખાદ્ય પ્રદાર્થોનું ભરપૂર સેવન કરવું. - મસલ્સ બિલ્ડિંગમાં મસલ્સની ગ્રોથ નેચરલી એક સીમા સુધી જ થઇ શકે છે. જેમા મસલ્સને મજબૂત મળે છે. જે બોડી બિલ્ડિંગની તુલનામાં નુક્સાનદાયક જરા પણ નથી.