કેટલાક મનુષ્યોના જીવનમાં પુસ્તકો મહાન પલટો આણે છે. રસ્કિનના "Unto The Last" પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધનાર ગમે તેવી અવદશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી. સારાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષોનું જીવનદર્શન દુઃખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવું બનાવે છે . શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યનાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે છે. ઉત્તમ પુસ્તકોના વાચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દૃષ્ટિ વધુ સમૃદ્ધ બને છે. સારાં પુસ્તકો કદી આપણને છેહ દેતાં નથ , એ હંમેશાં સાથ નિભાવે છે. માટે જ રૉબર્ટ ગાધે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે:
My never failing friends are
they With whom I converse day by day.
[કદી છેહ ન દે એવો તે (એટલે કે પુસ્તકો) મારા મિત્રો છે, જેમની સાથે હું દરરોજ ચર્ચા - વિચારણા કરું છું.]