ગુજરાત ના આધ્ય કવિ એવા વીર નર્મદ રચિત કવિતા નો સંગ્રહ કરવાનો એક પ્રયાસ
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. આ તેજ નથી, તેજઅણુઓ છે.
આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે. 'બુધવારિયું' નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.