shabd-logo

common.aboutWriter

ન્હાનાલાલ (૧૮૭૭-૧૯૪૬) જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.તેઓ અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક હતા. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદ યુગના મહાન કવિ હતા. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. ૧૮૯૩માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. ૧૮૯૯માં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. એમ.એ. થયા પછી તેઓ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં અને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી. ૧૯૨૦માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું.

no-certificate
common.noAwardFound

common.books_of

પાંખડીઓ

પાંખડીઓ

આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે.

0 common.readCount
16 common.articles
પાંખડીઓ

પાંખડીઓ

આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે.

0 common.readCount
16 common.articles
ચિત્રદર્શનો

ચિત્રદર્શનો

વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ લેખસંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને સ્વ. નવલરામભાઈએ ત્‍હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક

0 common.readCount
18 common.articles
ચિત્રદર્શનો

ચિત્રદર્શનો

વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ લેખસંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને સ્વ. નવલરામભાઈએ ત્‍હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક

0 common.readCount
18 common.articles

common.kelekh

ગુર્જરી કુંજો

30 June 2023
0
0

(૧૮) ગુર્જરી કુંજો ૧ અહ ! અદ્‍ભૂત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ ! મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ; ઝરથોસ્તની અગ્નિશિખા જ્ય્હાંજલે, જ્યહીં સૂરજવંશી નિકુંજો,

ગુજરાતનો તપસ્વી

30 June 2023
0
0

(૧૭) ગુજરાતનો તપસ્વી ⁠મન્દિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો,⁠ પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. ⁠અને એ કોણ છે એવો ? જાણે કાઇક જગત

મહર્ષિ દયાનંદ સરસ્વતી

30 June 2023
0
0

(૧૬) મહર્ષિ દયાનંદ સરસ્વતી ⁠કોઈ એક સૃજનજૂનું દેવાલય હોય, ને ત્‍હેના પ્રાચીન ખંડેરમાંનો જગતજગાડતો ઘંટારવ સુષુપ્ત થયો હોય એવા લોકવિસરાયેલા દેવમંદિરે કો મહાસંન્યાસી પધારે, પોતાના સર્વ સામર્થ્યથ

પિતૃતર્પણ

30 June 2023
0
0

(૧૫) પિતૃતર્પણ ૧ બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની, બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની: બાર વર્ષો થયાં, તાત ! મૃત્યુના પડદા નમ્યે; હજી યે ચક્ષુમાં ત્‍હો યે પ્રવેશો પૂર્વના રમે.

સૌરાષ્ટ્રનો સાધુ

30 June 2023
0
0

(૧૪) સૌરાષ્ટ્રનો સાધુ સૌ રાષ્ટ્રીઓ ! સહુ સુણજો, સોરઠ સાધુસૂનો થતો જાય છે. ⁠ને એ સાધુ યે ગયો સાન્ત તજી અક્ષારમાં. એ ગયો અવનિમાંથી ઉપર, ને ચાલ્યે જ જાય છે એમની એમ જગતની આ ઘટમાળ

ગુરુદેવ

30 June 2023
0
0

(૧૩) ગુરુદેવ ⁠ગુરુદેવ ! નમોનમ: ગુરુ ! ત્ય્હાં સુણાશે આ શબ્દ ? જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે, ત્ય્હાં મૃત્યુલોકાના બોલ પહોંચે છે ? શીખવ્યું છે આપે જ, ને સ્મરૂં છું, કે માનવ વાણીનો પડઘો

બ્રહ્મદીક્ષા

30 June 2023
0
0

(૧૨) બ્રહ્મદીક્ષા એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ: નેત્રકમળ મીંચી વિચરો છો, પણ એ જ પ્રભુનો રાજમાર્ગ. ⁠ગંભીર કોલાહલ ભર્યું એ બજાર અત્ય્હારે શૂન્ય-સ્તબ્ધ-મૂર્છિત જેવું છે, શ્રીપુરના ના

શ્રાવણી અમાસ

30 June 2023
0
0

(૧૧) શ્રાવણી અમાસ એક વેળા રાત્રિ પડતી હતી, અને મ્હારાં નયનોમાં નિદ્રા ઘેરાતી. અન્તે નયન ફરક્યું, ને પ્રવૃત્તિ પ્રજ્જવળી: હું ઉઠ્યો, ને રાત્રિના તટ ઉપર ઉભો. ⁠સઘળે નીરવ શમશમાકાર હતું

ચારુ વાટિકા

30 June 2023
0
0

(૧૦) ચારુ વાટિકા ૧. રત્નાકરઝલે રત્નઝૂલે, ⁠ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝૂલાવે, વાળી મૂઠ્ઠી ત્રિરત્ને ⁠જડી, કટિ ધરી શું, સ્‍હોય સૌરાષ્ટ્ર એવો; લીલી નાઘેર છે ત્ય્હાં ⁠સુભગ ઢળકતી સાડીની ક

તાજમહેલ

30 June 2023
0
0

(૯) તાજમહેલ ૧ આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ? કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો ? આ તાજ શું એ મુમતાજનો ? સખે ! કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ? ૨ પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવીઉરે

એક પુસ્તક વાંચો