shabd-logo

ચારુ વાટિકા

30 June 2023

5 જોયું 5

(૧૦)

ચારુ વાટિકા


article-image
article-image
article-image


૧.

રત્નાકરઝલે રત્નઝૂલે,
⁠ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝૂલાવે,
વાળી મૂઠ્ઠી ત્રિરત્ને
⁠જડી, કટિ ધરી શું, સ્‍હોય સૌરાષ્ટ્ર એવો;
લીલી નાઘેર છે ત્ય્હાં
⁠સુભગ ઢળકતી સાડીની કોર શી, ને
એ કોરે બુટ્ટીના કો
⁠લીલમ સરિખડું લીલું છે ચોરવાડ.

૨.

ત્ય્હાં દૃષ્ટિપ્રાન્ત ઘેરે
⁠વનવન ગીરનાં કેસરીથી ભરેલાં,
આઘે ગિરનાર બેઠો
⁠કંઈ યુગયુગના યોગી શો પૃથ્વીવૃદ્ધ;
ય્હાં તો અમ્ભોધિ ઉછળે
⁠ભીષણ ગરજતો કાળનાં ઘોર ગીતો,


ને માથે મેઘ ડોલે:
⁠અતલ ગગનમાં ઉડતો પાંખ ખોલી.

૩.

દીવાદાંડી સરીખા
⁠જગઉદધિતટે દક્ષિણે સોમનાથ,
સહજાનન્દે પધારી
⁠પમરતું કીધ તે ઉત્તરે લોજ લીલું ;
ગોરંભો ઘાલી ફેલ્યાં
⁠ગીરવન ગરવાં પૂર્વમાં પાણીભરિયાં,
ઘેરૂં ઘેરું જ ગાતો
⁠રતન ઉછળતો, પશ્ચિમે લક્ષ્મીતાત.

૪.

દેવોને અસ્થિ આપી
⁠દધિચિ ઋષિ ત્ય્હાં વિરમ્યા વિષ્ણુવેલે,
પોષેલી સોમદેવે
⁠વનની વિભૂતિ ત્ય્હાં ધામ ધન્વન્તરિનાં,
ચૉરી ત્ય્હાં રુક્‍મણિની
⁠હજી ધ્રુવદિશના પાઠવે લગ્નધૂપ;
દક્ષિણ વાયુ વહે છે
⁠હજી ય ગરજતા ઘોર ત્ય્હાં યાદવીના.

૫.

ઉંચાં જાણે ચ્‍હડીને
⁠ગઢની ઉપરથી યાત્રી આમન્ત્રતાં, ને
ઉજળાં જાણે જનોનાં
⁠હૃદયધન તણી પુણ્યજ્યોતે રસેલાં,


માથે ધરી અંજલિ શી
⁠અમૃત ગગનનાં ઝીલતી જ્ય્હાં અગાસી,
એવાં નભ ને અટારી
⁠ઉદધિ નિરખતાં ધામ આતિથ્યશોભ્યાં.

૬.

રૂપેરી ઝૂલ ધારી
⁠ઝૂલત કરિણી આમ્રની માળ મ્હોરે,
ડોલન્તી વસ્ત્ર ઉંચી
⁠કનકપગખૂલી નર્તકી જેવી કેળો,
પોપૈયાં ચોળીઢળતાં
⁠સ્તનસમ, દૃગની કીકી શાં શ્યામ જાંબુ:
ટોળે જાણે મળી શું
⁠સહિયર રમવા, વાડીની એવી કુંજો.

૭.

બ્રહ્માએ સ્થંભ રોપ્યા
⁠અજબ લીલમના ચૉરી થંભો સમા, ત્ય્હાં
લીલા કિનખાબ કેડી
⁠હરિત લલિત કંઈ સાડીઓ પ્‍હેરી-ઓઢી,
ડોલે છેડા સુનેરી,
⁠કુંપળ ફરકતી અંગ અંગે રસીલી,
ઉત્કંઠી ઉન્મુખી ત્ય્હાં
⁠મનહર મધુરી તન્વી શી પાનવેલો.

૮.

ઘાઘરના ઘેર જેવી
⁠ઉજળી ઉછળતી ફીણની ઝાલરો, ને


હૈયે પાલવ પડેલી
⁠કરચલી સરિખી ડોલતી ઉર્મિમાલા,
છૂટ્ટી મેલી શું લાંબી
⁠મણીમય અલકો કાલિકા ઘોર નાચે,
માયાની મૂર્તિ શી, ત્ય્હાં
⁠જલનટડી રમે વ્યોમની છાંયડીમાં.

૯.

મદઘેલી મેગળે ત્ય્હાં,
⁠અધીરી ધીરી પડી, પ્‍હોડી સ્વામીની સ્‍હોડે.
વ્હાલાની વાટ જોતી
⁠વિરહિણી સખી શી દ્‍હેરીઓ દૂર ઉભી;
બ્‍હાદુરો જ્ય્હાંથી જાતા
⁠જલવન ઘૂમવા, વ્યાઘ્ર શા, તેહ ઝુંડે
આજે કુટુમ્બમેળા
⁠ભરી ભવવનના માર્ગ શોધે વિબુધો.

૧૦.

લજ્જાનમતી છટાથી
⁠ચપળ નજર ને વીજળી શી ઉડન્તી,
ઉંચી બ્‍હાંયે છબીલા
⁠મણિમય કરની દાખતી તેજવેલો,
ભીને વાને, ભરેલે
⁠અવયવ, ઉજળી વાદળી શી રસાર્દ્ર,
સિન્ધુની લક્ષ્મી જેવી
⁠દ્યુતિભર, વિલસે ત્ય્હાંની અલબેલડીઓ.

૧૧.

ચારે ધામે પધારી,
⁠વિવિધ સુરભિઓ સંગ્રહી, પુણ્ય આણી,
વતને સત્કર્મ વાવી,
⁠ઘરઘર ઉગતો ફાલ સત્કર્મ કેરા,
સંસારે અવર્ગ રચતો,
⁠અજબ ઉછળતો પ્રાન્તની પ્રેરણા શો,
નામે-ગુણે નિધિના
⁠અમૃત સરિખડો દૈવી પઢિયાર છે ત્ય્હાં.

૧૨.

સંકોરી ઇન્દ્રિયો સૌ,
⁠શરદસર શો, ગુણગભીરો ખુશાલ,
પન્થે ભૂલ્યા પ્રવાસી
⁠મમ ભવ ભમતો, સિંહ શો, પૂર્વદેશી,
વેદાન્તી, કર્મયોગી,
⁠કંઈક ભજનિકો, ભૂમિના પુત્ર દેવો,
એવા અડબંગ ઉડે
⁠જગજલ ઘૂમતા ત્ય્હાં, મહામચ્છ જેવા.

૧૩.

વેર્યાં જ્ય્હાં ઠામઠામે
⁠કનક નગરીનાં વૃદ્ધ ખંડેર ફરતાં,
વૃક્ષ વેલે ફૂલે જ્ય્હાં
⁠પ્રકૃતિ ઉરપરે કોકિલા મોર ઝૂલે,
મ્હોરે જ્ય્હાં ધામ ધામે
⁠જનની સુજનતા, સુન્દરીના સુહાગો:


ઇતિહાસે બીજ વાવ્યાં,
⁠કુદરત ઉછર્યાં, ફાલ લોકે લણ્યા તે.

૧૪.

પુણ્યો પુણ્યાળુનાં શી
⁠પૃથિવી ભરી ખીલતી જ્ય્હાં વનશ્રી,
રસિકોનાં ઉર જેવી,
⁠સલિલ ઉભરતી, રસભરી જ્ય્હાં રસાળા,
રસની ને પુણ્યની જ્ય્હાં
⁠ભૂમિ ગણી ઉતરી આવી તે, ચારુ વાડી !
ખોળે લેજે પ્રીતે આ
⁠રસ અમરની મ્હેં ધૂળરોળી શી ગંગા.

૧૫.

ઝીલીને ભાનુનાં ભર્ગ
⁠આપે ચન્દ્ર ય ચન્દ્રિકા;
ચન્દ્ર કય્હાં ? અલ્પ હું કય્હાં ? ને
⁠ભાનુ કાલિદાસ કય્હાં ? 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

18
લેખ
ચિત્રદર્શનો
0.0
વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ લેખસંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને સ્વ. નવલરામભાઈએ ત્‍હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક મનુષ્યરત્નોનાં છે, કેટલાંક પ્રસંગોનાં છે, ને કેટલાંક કુદરત કે કલાની વિશેષતાનાં છે. રળિયામણી ગુજરાત અને ગુણવન્તાં ગુજરાતીઓને સદાનાં ગૌરવશાળી કરનારૂં યે આ સંગ્રહમાં થોડું નથી. ⁠આ લેખમાલામાં કેટલુંક નથી ત્‍હેને માટે હું દિલગીર છું. સ્વ. જમનાબ્‍હેન સક્‍કઈ તથા પ્રો. ગજ્જર એ સ્નેહી ને ગુરજરરત્નોનાં દર્શન આ દર્શનાવલિમાં નથી. ગુજરાત-મુંબઈના ઉદ્યોગવ્યાપારના વડીલ ને અમદાવાદના પિતામહ રણછોડલાલ ' ર્‍હેંટિયાવાળા ' અને પ્રેમશૌર્યની હાકલ વગાડનાર વીરપુરુષ નર્મદનાં યે ચિત્રો આમાં નથી. એ નથી તે આ સંગ્રહની મ્હને તો ઊણપો લાગે છે.
1

ગુજરાત

30 June 2023
0
0
0

ગુજરાત એક ઐતિહાસિક કાવ્ય ૧. ⁠ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ ! ⁠આપણો ગુણિયલ ગુર્જર દેશ; કૃષ્ણચન્દ્રની કૌમુદીઉજળો, ⁠કીધ પ્રભુએ ય સ્વદેશ: ⁠આપણો ગુણિયલ ગુર્જર દેશ.  ધન્ય હો ! ૨. ⁠

2

શરદ પુનમ

30 June 2023
0
0
0

(૨) શરદ પુનમ પડ્યો હતો તે તટ વિશ્વનો વડો, અગાધ એકાન્ત હતો ઊંડો ઊંડો; પ્રશાન્ત ઝૂકી હતી આભની ઘટા, માઝાવતી સાગરની હતી છટા શાન્તિ શાન્તિ હતી ગાઢ હૈયામાં અન્તરિક્ષમાં ત્ય્હાં

3

કુલયોગિની

30 June 2023
0
0
0

(૩) કુલયોગિની ૧ ભરેલા સરમાં નીર ખાતાં'તાં મન્દ હેલિયાં; ને હૈયું યે ચ્‍હડ્યું હેલે, દર્શ ત્ય્હાં દેવીનાં થયાં.૨ છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ, ઉષ્માપ્રતાપભર સૂર્ય તપે હમેશ;

4

સૌભાગ્યવતી

30 June 2023
0
0
0

(૪) સૌભાગ્યવતી ⁠મોગરાનો મંડપ હતો, ને મંડપ નીચે તે ઉભી હતી: જાણે ફૂલની લટકતી સેર. ⁠આસપાસ અજવાળાં ઉગતાં; ને દિશદિશમાં વસન્ત ઢોળાતી, ક્યારેક્યારે કળીઓ ઉઘડતી, પત્રેપત્રે પુષ્પ પ્રગટત

5

નવયૌવના

30 June 2023
0
0
0

(૫) નવયૌવના ⁠કોઈ ક્‌હેશો તે શા વિચાર કરતી હતી ? ⁠મધ્યાહ્ન હતો, સૃષ્ટિને સેંથે સૂર્ય વિરાજતો. આશપાશનું ઉંડું આકાશ નીલઘેરૂં ને નિર્મળું હતું. ક્ષિતિજ ઉપર જલભર પયોદ, વિશ્વનાટકના પડ

6

કાઠિયાણીનું ગીત

30 June 2023
0
0
0

(૬) કાઠિયાણીનું ગીત ⁠મ્હારા સાવજશૂરા નાથ હો ! ત્‍હારે દેશ-કશા પરદેશ ! કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ; સૂરજ ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળ : ⁠મ્હારા સાવજશૂરા. આભ ઢળ્યાં

7

રાજવીર

30 June 2023
0
0
0

(૭) રાજવીર ⁠રાજ્યના સિંહાસન સમુ ઉંચું એક શિખર હતું. એ સિંહાસને ઈન્દ્ર શો તે ઓપતો. પૃથ્વીને પાટલે દેવપતિ જેવો દેદીપ્યમાન તે દીસતો. ⁠શિખરે વનના વાઘા સજ્યા હતા, ને સ્કન્ધે પ્રફુલ્લ

8

શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ

30 June 2023
0
0
0

(૮) શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ તેજછાયાનું એક ચિત્ર છાયા વિનાનું તેજ કોઈ એ દીઠું છે ? જગત્‌નો મધ્યાહ્ન તપતો હોય છે ત્ય્હારે યે જગત્‌માં પડછાયાઓ પડેલા નથી હોતા ? સૂર્યમાં સૂર્યધા

9

તાજમહેલ

30 June 2023
0
0
0

(૯) તાજમહેલ ૧ આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ? કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો ? આ તાજ શું એ મુમતાજનો ? સખે ! કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ? ૨ પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવીઉરે

10

ચારુ વાટિકા

30 June 2023
0
0
0

(૧૦) ચારુ વાટિકા ૧. રત્નાકરઝલે રત્નઝૂલે, ⁠ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝૂલાવે, વાળી મૂઠ્ઠી ત્રિરત્ને ⁠જડી, કટિ ધરી શું, સ્‍હોય સૌરાષ્ટ્ર એવો; લીલી નાઘેર છે ત્ય્હાં ⁠સુભગ ઢળકતી સાડીની ક

11

શ્રાવણી અમાસ

30 June 2023
0
0
0

(૧૧) શ્રાવણી અમાસ એક વેળા રાત્રિ પડતી હતી, અને મ્હારાં નયનોમાં નિદ્રા ઘેરાતી. અન્તે નયન ફરક્યું, ને પ્રવૃત્તિ પ્રજ્જવળી: હું ઉઠ્યો, ને રાત્રિના તટ ઉપર ઉભો. ⁠સઘળે નીરવ શમશમાકાર હતું

12

બ્રહ્મદીક્ષા

30 June 2023
0
0
0

(૧૨) બ્રહ્મદીક્ષા એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ: નેત્રકમળ મીંચી વિચરો છો, પણ એ જ પ્રભુનો રાજમાર્ગ. ⁠ગંભીર કોલાહલ ભર્યું એ બજાર અત્ય્હારે શૂન્ય-સ્તબ્ધ-મૂર્છિત જેવું છે, શ્રીપુરના ના

13

ગુરુદેવ

30 June 2023
0
0
0

(૧૩) ગુરુદેવ ⁠ગુરુદેવ ! નમોનમ: ગુરુ ! ત્ય્હાં સુણાશે આ શબ્દ ? જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે, ત્ય્હાં મૃત્યુલોકાના બોલ પહોંચે છે ? શીખવ્યું છે આપે જ, ને સ્મરૂં છું, કે માનવ વાણીનો પડઘો

14

સૌરાષ્ટ્રનો સાધુ

30 June 2023
0
0
0

(૧૪) સૌરાષ્ટ્રનો સાધુ સૌ રાષ્ટ્રીઓ ! સહુ સુણજો, સોરઠ સાધુસૂનો થતો જાય છે. ⁠ને એ સાધુ યે ગયો સાન્ત તજી અક્ષારમાં. એ ગયો અવનિમાંથી ઉપર, ને ચાલ્યે જ જાય છે એમની એમ જગતની આ ઘટમાળ

15

પિતૃતર્પણ

30 June 2023
0
0
0

(૧૫) પિતૃતર્પણ ૧ બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની, બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની: બાર વર્ષો થયાં, તાત ! મૃત્યુના પડદા નમ્યે; હજી યે ચક્ષુમાં ત્‍હો યે પ્રવેશો પૂર્વના રમે.

16

મહર્ષિ દયાનંદ સરસ્વતી

30 June 2023
0
0
0

(૧૬) મહર્ષિ દયાનંદ સરસ્વતી ⁠કોઈ એક સૃજનજૂનું દેવાલય હોય, ને ત્‍હેના પ્રાચીન ખંડેરમાંનો જગતજગાડતો ઘંટારવ સુષુપ્ત થયો હોય એવા લોકવિસરાયેલા દેવમંદિરે કો મહાસંન્યાસી પધારે, પોતાના સર્વ સામર્થ્યથ

17

ગુજરાતનો તપસ્વી

30 June 2023
0
0
0

(૧૭) ગુજરાતનો તપસ્વી ⁠મન્દિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો,⁠ પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. ⁠અને એ કોણ છે એવો ? જાણે કાઇક જગત

18

ગુર્જરી કુંજો

30 June 2023
0
0
0

(૧૮) ગુર્જરી કુંજો ૧ અહ ! અદ્‍ભૂત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ ! મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ; ઝરથોસ્તની અગ્નિશિખા જ્ય્હાંજલે, જ્યહીં સૂરજવંશી નિકુંજો,

---

એક પુસ્તક વાંચો