વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ લેખસંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને સ્વ. નવલરામભાઈએ ત્હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક મનુષ્યરત્નોનાં છે, કેટલાંક પ્રસંગોનાં છે, ને કેટલાંક કુદરત કે કલાની વિશેષતાનાં છે. રળિયામણી ગુજરાત અને ગુણવન્તાં ગુજરાતીઓને સદાનાં ગૌરવશાળી કરનારૂં યે આ સંગ્રહમાં થોડું નથી. આ લેખમાલામાં કેટલુંક નથી ત્હેને માટે હું દિલગીર છું. સ્વ. જમનાબ્હેન સક્કઈ તથા પ્રો. ગજ્જર એ સ્નેહી ને ગુરજરરત્નોનાં દર્શન આ દર્શનાવલિમાં નથી. ગુજરાત-મુંબઈના ઉદ્યોગવ્યાપારના વડીલ ને અમદાવાદના પિતામહ રણછોડલાલ ' ર્હેંટિયાવાળા ' અને પ્રેમશૌર્યની હાકલ વગાડનાર વીરપુરુષ નર્મદનાં યે ચિત્રો આમાં નથી. એ નથી તે આ સંગ્રહની મ્હને તો ઊણપો લાગે છે.
0 ફોલવર્સ
2 પુસ્તકો