shabd-logo

ગુજરાત

30 June 2023

1 જોયું 1


ગુજરાત


article-image
article-image
article-image

એક ઐતિહાસિક કાવ્ય


૧.

⁠ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
⁠આપણો ગુણિયલ ગુર્જર દેશ;
કૃષ્ણચન્દ્રની કૌમુદીઉજળો,
⁠કીધ પ્રભુએ ય સ્વદેશ:
⁠આપણો ગુણિયલ ગુર્જર દેશ.  ધન્ય હો !

૨.

⁠આર્યનું સાગરતીર્થ પુરાણ,
⁠તપોવન ભગુવસિષ્ઠના ભાણ;
⁠ગીતાના ગાનારા મહારાજ
⁠પાર્થના સારથીનાં જ્ય્હાં રાજ્ય :
ગ્રીસરોમથી ય જૂનાં,
⁠કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારિકા :
⁠યુગયુગ ધ્યાનવિલીન


⁠ઉભીને કાલસિન્ધુને તીર
⁠બજાવે બંસરી ભવ્ય સુધીર.  ધન્ય હો !

૩.

⁠સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,
⁠નદી ને તળાવ કેરી કુંજ;
⁠કોમળી કવિતા સમ સુરસાળ
⁠સિન્ધુ જ્ય્હાં દે મોતીના થાળ:
જગજૂનાં નિજ ગીત ગર્જતો
⁠ફરતો સાગર આજ;
કેસર ઉછળી ઘૂઘવે ગરવો
⁠વનમાં જ્ય્હાં વનરાજ:
⁠ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
⁠મન્દિરે ધ્વજ ને સન્ત મહન્ત.  ધન્ય હો !

૪.

⁠પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
⁠વ્હાણ ભરી વ્હેતી તેમ નિકાસ;
⁠મોહી આંગણ ઉતર્યો જ યૂરોપ,
⁠વીણવા વાડીના ફૂલરોપ;
⁠વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
⁠જગમોહન મુંબઈ નગરી જુવો !
શું પાથર્યો કિનખાબ :
⁠નિત્ય નવફૂલે ખીલે અભિરામ
⁠લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ.  ધન્ય હો !

૫.

⁠ચોળી, ચણિયો, પાટલીનો ઘેર;
⁠સેંથલે સાળુની સોનલ સેર;
⁠છેડલે આચ્છાદી ઉરભાવ
⁠લલિત લજ્જાનો વદન જમાવ.
⁠અંગ આખેયે નિજ અલબેલ
⁠સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
⁠રાણકતનયા, ભાવશોભના,
સુંદરતાનો શું છોડ !
⁠આર્ય સુન્દરી ! નથી અવનિમાં
તુજ રૂપગુણની જોડ ;
⁠ભાલ કુંકુમ, કર કંકણ સાર,
⁠કન્થના સજ્યા તેજશણગાર.   ધન્ય હો !

૬.

⁠ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,
⁠નાતજાતે ન્હાનડિયા ઘોળ ;
⁠ક્ષત્રીજાયાનાં ન્હાનલ રાજ્ય;
⁠ધર્મના ન્હાનકડા જ સમાજ ;
વૃદ્ધ ચાણાક્‌યે વર્ણ્યાં પૂર્વે
⁠ન્હાનાં પ્રજાનાં તન્ત્ર,
એહ પુરાતનના પડછાયા
⁠આ અમ જીવનજન્ત્ર :
⁠એક ફૂલવેલે ફૂલતાં ફૂલ
⁠અમારાં એક સુગન્ધ અમૂલ.  ધન્ય હો !

૭.

⁠દેશ નિજ તજી ધર્મને કાજ
⁠સાગરે ઝુકાવ્યું સફરી જહાજ ;
⁠ધર્મવીર પારસીનો સત્કાર
⁠જગત્‌ઇતિહાસે અનુપ ઉદાર ;
⁠ઈસ્લામી યાત્રાળુનું આ મક્‍કાનું મુખબાર ;
હિન્દુ મુસલ્‍મિન પારસીઓને
⁠અહીંયાં તીરથદ્વાર :
⁠પ્રભુ એક, ભૂમિ છે એક,-
⁠પિતા છે એક, માત છે એક,-
⁠આપણે એકની પ્રજા અનેક.  ધન્ય હો !0

૮.

⁠નથી રમી સમશેરોના દાવ,
⁠નથી ત્યમ ઘણા ઝીલ્યા યે ઘાવ;
⁠શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય
⁠લીધાં વ્રત, જાણે હજી ય પળાય :
એક ઈડરના વનકેસરીએ,
⁠ભડવીર બાપ્પારાવ,
વિશ્વવન્દ્ય સૂરજકુળ સ્થાપી
⁠ચિતોડ કીધ યશછાંય :
⁠જન્મભૂમિ દયાનન્દનાં ધામ,
⁠ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ.  ધન્ય હો !0

૯.

⁠સૂરતના રસિક રંગીલા રાજ,
⁠બુદ્ધિધનભર્યો શ્રીનગરસમાજ ;


⁠શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
⁠કચ્છનાં સાહસિક સન્તાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી
⁠મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી
⁠સંસ્થાનોની વેલ;
⁠મહાસાગરના પૃથ્વીવિશાળ
⁠સરોવર કીધાં ગુર્જરી બાળ.  ધન્ય હો !

૧૦.

⁠વનેવન લીલો ઘટાસોહાગ,
⁠જગતનો દીપે શું અમુલખ બાગ !
⁠સજાવ્યા જૈને રસશણગાર,
⁠લતામંડપ સમ ધર્માગાર;
⁠ભારતીએ કંઈ ફૂલફુવારો
અંજલિમાં શું લીધ !
⁠દિશદિશમાં ફૂલધાર ઉડાવી
દિલનાં પરિમળ દીધ !
⁠હિન્દ માતની લાડિલી બાળ !
⁠ગુર્જરી ! જય ! જય ! તવ ચિરકાળ !  ધન્ય હો !
 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

18
લેખ
ચિત્રદર્શનો
0.0
વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ લેખસંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને સ્વ. નવલરામભાઈએ ત્‍હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક મનુષ્યરત્નોનાં છે, કેટલાંક પ્રસંગોનાં છે, ને કેટલાંક કુદરત કે કલાની વિશેષતાનાં છે. રળિયામણી ગુજરાત અને ગુણવન્તાં ગુજરાતીઓને સદાનાં ગૌરવશાળી કરનારૂં યે આ સંગ્રહમાં થોડું નથી. ⁠આ લેખમાલામાં કેટલુંક નથી ત્‍હેને માટે હું દિલગીર છું. સ્વ. જમનાબ્‍હેન સક્‍કઈ તથા પ્રો. ગજ્જર એ સ્નેહી ને ગુરજરરત્નોનાં દર્શન આ દર્શનાવલિમાં નથી. ગુજરાત-મુંબઈના ઉદ્યોગવ્યાપારના વડીલ ને અમદાવાદના પિતામહ રણછોડલાલ ' ર્‍હેંટિયાવાળા ' અને પ્રેમશૌર્યની હાકલ વગાડનાર વીરપુરુષ નર્મદનાં યે ચિત્રો આમાં નથી. એ નથી તે આ સંગ્રહની મ્હને તો ઊણપો લાગે છે.
1

ગુજરાત

30 June 2023
0
0
0

ગુજરાત એક ઐતિહાસિક કાવ્ય ૧. ⁠ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ ! ⁠આપણો ગુણિયલ ગુર્જર દેશ; કૃષ્ણચન્દ્રની કૌમુદીઉજળો, ⁠કીધ પ્રભુએ ય સ્વદેશ: ⁠આપણો ગુણિયલ ગુર્જર દેશ.  ધન્ય હો ! ૨. ⁠

2

શરદ પુનમ

30 June 2023
0
0
0

(૨) શરદ પુનમ પડ્યો હતો તે તટ વિશ્વનો વડો, અગાધ એકાન્ત હતો ઊંડો ઊંડો; પ્રશાન્ત ઝૂકી હતી આભની ઘટા, માઝાવતી સાગરની હતી છટા શાન્તિ શાન્તિ હતી ગાઢ હૈયામાં અન્તરિક્ષમાં ત્ય્હાં

3

કુલયોગિની

30 June 2023
0
0
0

(૩) કુલયોગિની ૧ ભરેલા સરમાં નીર ખાતાં'તાં મન્દ હેલિયાં; ને હૈયું યે ચ્‍હડ્યું હેલે, દર્શ ત્ય્હાં દેવીનાં થયાં.૨ છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ, ઉષ્માપ્રતાપભર સૂર્ય તપે હમેશ;

4

સૌભાગ્યવતી

30 June 2023
0
0
0

(૪) સૌભાગ્યવતી ⁠મોગરાનો મંડપ હતો, ને મંડપ નીચે તે ઉભી હતી: જાણે ફૂલની લટકતી સેર. ⁠આસપાસ અજવાળાં ઉગતાં; ને દિશદિશમાં વસન્ત ઢોળાતી, ક્યારેક્યારે કળીઓ ઉઘડતી, પત્રેપત્રે પુષ્પ પ્રગટત

5

નવયૌવના

30 June 2023
0
0
0

(૫) નવયૌવના ⁠કોઈ ક્‌હેશો તે શા વિચાર કરતી હતી ? ⁠મધ્યાહ્ન હતો, સૃષ્ટિને સેંથે સૂર્ય વિરાજતો. આશપાશનું ઉંડું આકાશ નીલઘેરૂં ને નિર્મળું હતું. ક્ષિતિજ ઉપર જલભર પયોદ, વિશ્વનાટકના પડ

6

કાઠિયાણીનું ગીત

30 June 2023
0
0
0

(૬) કાઠિયાણીનું ગીત ⁠મ્હારા સાવજશૂરા નાથ હો ! ત્‍હારે દેશ-કશા પરદેશ ! કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ; સૂરજ ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળ : ⁠મ્હારા સાવજશૂરા. આભ ઢળ્યાં

7

રાજવીર

30 June 2023
0
0
0

(૭) રાજવીર ⁠રાજ્યના સિંહાસન સમુ ઉંચું એક શિખર હતું. એ સિંહાસને ઈન્દ્ર શો તે ઓપતો. પૃથ્વીને પાટલે દેવપતિ જેવો દેદીપ્યમાન તે દીસતો. ⁠શિખરે વનના વાઘા સજ્યા હતા, ને સ્કન્ધે પ્રફુલ્લ

8

શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ

30 June 2023
0
0
0

(૮) શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ તેજછાયાનું એક ચિત્ર છાયા વિનાનું તેજ કોઈ એ દીઠું છે ? જગત્‌નો મધ્યાહ્ન તપતો હોય છે ત્ય્હારે યે જગત્‌માં પડછાયાઓ પડેલા નથી હોતા ? સૂર્યમાં સૂર્યધા

9

તાજમહેલ

30 June 2023
0
0
0

(૯) તાજમહેલ ૧ આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ? કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો ? આ તાજ શું એ મુમતાજનો ? સખે ! કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ? ૨ પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવીઉરે

10

ચારુ વાટિકા

30 June 2023
0
0
0

(૧૦) ચારુ વાટિકા ૧. રત્નાકરઝલે રત્નઝૂલે, ⁠ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝૂલાવે, વાળી મૂઠ્ઠી ત્રિરત્ને ⁠જડી, કટિ ધરી શું, સ્‍હોય સૌરાષ્ટ્ર એવો; લીલી નાઘેર છે ત્ય્હાં ⁠સુભગ ઢળકતી સાડીની ક

11

શ્રાવણી અમાસ

30 June 2023
0
0
0

(૧૧) શ્રાવણી અમાસ એક વેળા રાત્રિ પડતી હતી, અને મ્હારાં નયનોમાં નિદ્રા ઘેરાતી. અન્તે નયન ફરક્યું, ને પ્રવૃત્તિ પ્રજ્જવળી: હું ઉઠ્યો, ને રાત્રિના તટ ઉપર ઉભો. ⁠સઘળે નીરવ શમશમાકાર હતું

12

બ્રહ્મદીક્ષા

30 June 2023
0
0
0

(૧૨) બ્રહ્મદીક્ષા એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ: નેત્રકમળ મીંચી વિચરો છો, પણ એ જ પ્રભુનો રાજમાર્ગ. ⁠ગંભીર કોલાહલ ભર્યું એ બજાર અત્ય્હારે શૂન્ય-સ્તબ્ધ-મૂર્છિત જેવું છે, શ્રીપુરના ના

13

ગુરુદેવ

30 June 2023
0
0
0

(૧૩) ગુરુદેવ ⁠ગુરુદેવ ! નમોનમ: ગુરુ ! ત્ય્હાં સુણાશે આ શબ્દ ? જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે, ત્ય્હાં મૃત્યુલોકાના બોલ પહોંચે છે ? શીખવ્યું છે આપે જ, ને સ્મરૂં છું, કે માનવ વાણીનો પડઘો

14

સૌરાષ્ટ્રનો સાધુ

30 June 2023
0
0
0

(૧૪) સૌરાષ્ટ્રનો સાધુ સૌ રાષ્ટ્રીઓ ! સહુ સુણજો, સોરઠ સાધુસૂનો થતો જાય છે. ⁠ને એ સાધુ યે ગયો સાન્ત તજી અક્ષારમાં. એ ગયો અવનિમાંથી ઉપર, ને ચાલ્યે જ જાય છે એમની એમ જગતની આ ઘટમાળ

15

પિતૃતર્પણ

30 June 2023
0
0
0

(૧૫) પિતૃતર્પણ ૧ બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની, બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની: બાર વર્ષો થયાં, તાત ! મૃત્યુના પડદા નમ્યે; હજી યે ચક્ષુમાં ત્‍હો યે પ્રવેશો પૂર્વના રમે.

16

મહર્ષિ દયાનંદ સરસ્વતી

30 June 2023
0
0
0

(૧૬) મહર્ષિ દયાનંદ સરસ્વતી ⁠કોઈ એક સૃજનજૂનું દેવાલય હોય, ને ત્‍હેના પ્રાચીન ખંડેરમાંનો જગતજગાડતો ઘંટારવ સુષુપ્ત થયો હોય એવા લોકવિસરાયેલા દેવમંદિરે કો મહાસંન્યાસી પધારે, પોતાના સર્વ સામર્થ્યથ

17

ગુજરાતનો તપસ્વી

30 June 2023
0
0
0

(૧૭) ગુજરાતનો તપસ્વી ⁠મન્દિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો,⁠ પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. ⁠અને એ કોણ છે એવો ? જાણે કાઇક જગત

18

ગુર્જરી કુંજો

30 June 2023
0
0
0

(૧૮) ગુર્જરી કુંજો ૧ અહ ! અદ્‍ભૂત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ ! મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ; ઝરથોસ્તની અગ્નિશિખા જ્ય્હાંજલે, જ્યહીં સૂરજવંશી નિકુંજો,

---

એક પુસ્તક વાંચો