UPSC પરિણામ 2022 UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 5મી જૂન 2022ના રોજ લેવામાં આવી હતી અને પરીક્ષાના પરિણામો 22મી જૂનના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય પરીક્ષા 16 થી 25 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી. UPSC પરિણામ 2022: આ UPSC સિવિલ સર્વિસીસ ફાઇનલ પરીક્ષાના ટોપર્સ છે 1 ઈશિતા કિશોર 2 ગરિમા લોહિયા 3 ઉમા હરતિ એન 4 સ્મૃતિ મિશ્રા 5 મયુર હજારિકા 6 જ્વેલ નવ્યા જેમ્સ 7 વસીમ અહેમદ ભટ 8 અનિરુદ્ધ યાદવ 9 કનિકા ગોયલ 10 રાહુલ શ્રીવાસ્તવ 11 પરસનજીત કૌર 12 અભિનવ સિવાચ 13 વિદુષી સિંહ 14 કૃતિકા ગોયલ 15 સ્વાતિ શર્મા 16 શિશિર કુમાર સિંઘ 17 અવિનાશ કુમાર ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ જૂથ 'A' અને જૂથ 'B' માં નિમણૂક માટે કુલ 933 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. ભલામણ કરાયેલા 933 ઉમેદવારોમાંથી 345 સામાન્ય કેટેગરીના, 99 EWS, 263 OBC, 154 SC, 72 ST. 178 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.