shabd-logo

સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન

30 October 2023

10 જોયું 10

પ્રકરણ ૬.

સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ;
સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન

રસ્વતીચંદ્ર નિદ્રાવશ થયે પા ઘડી ભાગ્યે થઈ હશે એટલામાં અલખપુરી આવ્યો, અલખ-રહસ્યનું પુસ્તક આણ્યું, તેના મંત્રોના વિવરણ આગળ પાંદડાંની સંજ્ઞા મુકી, પુસ્તક સરસ્વતીચંદ્રની પાસે મુકી, પાછો ચાલ્યો ગયો. સરસ્વતીચંદ્ર જાગ્યો અને પાસે પડેલું પુસ્તક ઉઘાડી વિવરણ વાંચવા મંડી ગયોઃ-

*अथाघुना लक्ष्यालक्ष्यरहस्यमुच्यते || तत्र लक्ष्यत इति लक्ष्यं न लक्ष्यत इत्यलक्ष्यम् || केन लक्ष्यते नालक्ष्यते वेति चेत् प्राकृतै- 


  1.  * ભાષાંતર:-હવે લક્ષ્યાલક્ષ્ય એટલે લખ અલખનું રહસ્ય કહીએ છીયે. એમાં લક્ષ્ય એટલે લખ એટલે જે જોવાય તે; અને જે ન જોવાય — ન જોઈ શકાય-તે અલક્ષ્ય એટલે અલખ. એમાં જોનાર તથા ન જોનાર તે પ્રાકૃત એટલે અશિક્ષિત દૃષ્ટિવાળાં લોક લેવા, કારણ શાસ્ત્રાદિ સાધનથી વધારે સૂક્ષ્મ દૃષ્ટિધરનારા જન તે પ્રાકૃત જનથી ન જોવાય તે જ વસ્તુ જુવે છે અને તે જોવાની રીતનો ન્યાય, “જે સર્વ ભૂતોની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે” એ આદિ વાક્યોમાં, આવે છે અને પ્રાકૃત જનોના લક્ષ્યથી તો એ મહાત્માઓ વિપરીત દિશામાં દૃષ્ટિ કરે છે - તેને જોવું ધારે તો જોઈ શકે છે પણ એણી પાસ એમની દૃષ્ટિ વળતી નથી. હવે આવા અલક્ષ્ય-અલખ-ને લખ કરવાવાળા - જોનારા - યોગીનું સ્વરૂપ ભગવાન લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તકાર (૧૦૦-૧૦૨ 

</ref> ​ र्जनैरशिक्षितद्दष्टिभिरित्येव ग्राह्यम् || येन शास्त्रादिभि: साधनै: पटुतरदग्भिर्जनेस्तु "या निशा सर्वभूतानां तस्यां जागर्ति सयंमी"त्यादिभिरुक्तन्यायेन यदन्यै: प्राकृतैरलक्ष्यं तदेव लक्ष्यते प्राकृतलक्ष्येषु च ते हि महात्मान: पराग्द्दशो भवन्ति || इत्थंभूतस्यालक्ष्यस्य लक्षयितुर्योगिन: स्वरूपं दर्शयति भगवाँलक्ष्यालक्ष्यसिद्धांतकार: || तद्यथा || तस्य योगिन: का भापा का गतिरीति चेत्तनमुखेनाह || नाहं जाय इत्यादिना घटादिषु समानत्वे- नावस्थितस्याकाशस्येवालक्ष्यस्यात्मनो जन्ममरणराहित्यमुक्तम् || तथैव तस्य वन्धमोक्षराहित्यमपि || यदयमुपाधिभिर्बद्धो वा मुक्तो वोच्यते तत्तु व्यवहारार्थमेव न वस्तुत: || यद्वा संसार एव वध्यते मुच्यते न ह्यात्मेति सामञ्जस्येन साधयति || तद्यथा परात्मात्वेक एव समष्टिरूपो व्यक्तिरुपैरनेक इव भाति || तदनेकत्वं शरीरित्वरूपं शरीरिणामेव च संसार: || धानुष्को यच्छरं संधत्ते मुञ्चति चेति तन्द्रान्तिरेव वस्तुतस्तु धानुष्कत्वं संधानं मोक्षश्वेति सर्व एव स्वत: स्वयम्भूत्वेन समष्टिरूपेण च व्युत्थिताल्लभ्याह्यष्टिरुपैर्व्युत्थिता नानालक्ष्या: संसारा: || संसरतीति संसारो वाणस्य गतिरिव न वाण इव || संसारस्य वाणगतेरिवारम्भरूपों बन्ध: कृतकृत्ये च स्थिरीभूते वाणे निर्वाहितारम्भस्य


  1.  પૃષ્ઠમાં છે તે) મંત્રોમાં દર્શાવે છે. તેની ટીકા એવી રીતે કે આ યોગીની કેવી ભાષા અને કેવી ગતિ હેાય છે તે તેને જ મુખે કહે છે.
    શ્લોક ૧ –नाहं जायं- હું ઉત્પન્ન થતો નથી – વગેરે વાકયોવડે એવું કહ્યું કે ધટાદિમાં આકાશ સમાનત્વથી અવસ્થિત છે તેની પેઠે અલક્ષ્ય આત્માનું ઉષ્ણ જન્મમરણથી રહિતપણું જોઈ લેવું. તે જ રીતે બન્ધમોક્ષથી પણ રહિતપણું છે, આ બદ્ધ છે, આ મુક્ત છે, એવું જે ક્‌હેવાય છે તે તો વ્યવહારને અર્થ છે - વસ્તુત: તેમ કાંઈ નથી. અથવા તો આત્મા નહીં પણ સંસાર જ બંધાય છે, મુક્ત થાય છે, તે વાત સમંજસપણે સિદ્ધાંતકાર સાધે છે, તે એવી રીતે કે સમષ્ટિરૂપ પરમાત્મા એક હેાઈને વ્યષ્ટિરૂપેાથી અનેક જેવા ભાસે છે, તે અનેકપણાનું રૂપ શરીરધારીપણું એ જ છે અને શરીરધારીનો જ સંસાર છે. ધનુર્ધર શરનું ધનુષ્ય પર સંધાન કરે છે ને શરનો મોક્ષ કરે છે (બાણ છોડે છે) તે સર્વ ભ્રાંતિ છે; વસ્તુતઃ તે ધનુર્ધરપણું, શરનું સંધાન, અને તેનો મોક્ષ, એ સર્વ પણ – જાતે સ્વયંભૂતપણે અને સમષ્ટિરૂપે ઉત્થાન પામેલા એટલે ઉભા થયલા લક્ષ્યમાંથી- ઉત્થાન પામેલા નાનારૂપે દેખાતા અનેક સંસારો છે. સમ્યક્-સારી​संसारस्यैव विरामो मोक्ष: ॥ यावन्त एते व्यष्टिसमष्टिबन्धमो-

क्षप्रपञ्जास्तावतामनेकानां सामान्यमेकं तल्लाधवाल्लक्ष्यमित्युच्यते यथा हस्तपादाद्यनेकत्ववानेकः पुरुषो जीवो वोच्यते ॥ यथा मृद्धिकारो घटादिनामधेयो भवति तथैवैकं लक्ष्यं प्रपञ्जीभवति विश्वीभवति ॥ एवंविधं बन्धमोक्षादिप्रपञ्जसमुच्चयरुपं लक्ष्यं तत्तथाविधत्वान्न बध्यते न वा मुच्यते ॥ एअकस्यानेकत्वापतौ वदतो व्याधातात् ॥ तत्तत्प्रपञ्चप्रायस्यैव समग्रलक्ष्यस्य च तत्तद्वन्धमोक्षादियोगेऽनवस्थादिदोषात् ॥ अतः संसारसंसारिणो- र्लक्ष्येऽन्तर्भाव एव यथा स्वप्नजालानां जागृते ॥ याऽसौ मायेत्युच्यते तस्या अपि तत्रैवान्तर्भावः ॥

लक्ष्यालक्ष्ययोरद्वैतं साधयति ॥ एकोऽहमद्वितीयोऽहमित्या- दिभि: ॥ अलक्ष्योऽयमात्मा विश्वरुप: साक्षित्वेन स्थितोऽपि कस्य साक्षीति चेदात्मन एव लक्ष्यरुपस्य साक्षीति चित्वं सिध्यति ॥ मायारुपो विहार: शाम्यन् शान्तिरुपो भवतीत्युभयथा लक्ष्यत्वमेकमेव तयोरितरस्मिन् यो रागद्वेषो भजते स त्रैगुण्य- मङ्निकरोति क्रियावान् भवत्येव ॥ मायायां द्वेषवन्त: शान्तौ रागवन्त एव विरक्तमानसा भिक्षुनामानो विद्वांसोरपिमहात्मानोऽपि नाद्वैतसिद्धिं व्रहन्त्यद्वैताभासवञ्चिता एव परिव्रजन्ति [૧]


  1.  પેઠે-સરે તે સંસાર; તે બાણની ગતિ જેવો, બાણ જેવો નહીં. બાણગતિ જેવો સંસાર આરંભરૂપ હેાય ત્યારે તેનું નામ બંધ; અારબ્ધ કર્મથી પરવારી બાણ સ્થિર થાય, એટલે જે સંસારનો આરંભ આટોપાયો તે સંસારનો જ વિરામ તે મોક્ષ. વ્યષ્ટિ, સમષ્ટિ, બંધ, અને મોક્ષ આ જેટલા પ્રપંચો છે તેટલા સર્વ-તે-અનેકત્વમાં રહેલું એક એવું જે સામાન્ય તેને લાઘવના હેતુથી લક્ષ્ય કહીયે છીયે; જેમ હસ્તપાદાદિ અનેકવાળો એક તેને પુરુષ અથવા જીવ કહીયે છીયે. જેમ એક માટીના અનેક વિકારો અનેક ઘટાદિ નામો ધરે છે તેમ જ એક લક્ષ્ય - અનેક પ્રપંચરૂપે - વિશ્વરૂપે - બની રહે છે. આવી રીતનું, બન્ધમેાક્ષાદિ અનેક પ્રપંચોના સમુચ્ચયરૂપ, લક્ષ્ય એવું છે માટે નથી બંધાતુ, અને નથી મુક્ત થતું, (જો એક લક્ષ્યના અનેક એવા જે બન્ધમોક્ષ તે થાય છે કહીયે તો એકની અનેકત્વાપત્તિ થાય અને वदतोव्याधात નો દોષ આવે. અને પેલા બન્ધમોક્ષાદિ જુદા જુદા પ્રપંચોથી ભરેલા સમગ્ર લક્ષ્ય એ જ બન્ધમોક્ષાદિ પામે એવું કહીયે તો અનવસ્થાદિ દોષ આવી જાય.) માટે સંસાર અને સંસારી ઉભયનો લક્ષ્યમાં અંતર્ભાવ જ છે, જેમ સ્વપ્નજાલોનો જાગૃતમાં છે. જે આ માયા નામે એાળખાય છે તેનો પણ તેમાં જ અંતર્ભાવ છે,​हेयोपादेयद्वैतं चाङ्गीकुर्वन्तीत्यद्वैतसिद्धिस्तु लक्ष्यालक्ष्यसिध्धा-

न्तेष्वेव परमार्थतः सिध्यति नान्यत्र मते ॥ अलक्ष्यं लक्ष्यस्य साक्षिभूतमिति तत्र स्वस्यैव साक्षित्वं ग्राह्यम् ॥ द्रव्यगुणादयो नैयायिकै: साधिता:पदार्था अन्यमतेषु वाऽन्यैर्नामभि: साधिताः पदार्थास्ते सर्व एव लक्ष्यविह्रतमिति भन्तव्यम् ॥ ननु स्त्रीपुरुषा- दीनां परस्परविहारा इव द्वैतादिं विना न विहार: संभवतीति चेन्न ॥ येन यद्वदेव स्वस्य साक्षित्वं तथैवं स्वेन विहारवत्त्वमपि तत्र तेनैव च स्वयमानन्दरुपोऽयमलक्ष्योऽनुभूयते ॥ परेषां सुखे- भ्यो यन्महात्मानः स्वयमेव सुखीभवन्तीत्यत्र द्रष्टांत: स्फुट एव साधयति च स लक्ष्यानां व्यष्ट्याभासानामलक्ष्यमपि परीक्षासं- वेद्यं सर्वत्रस्थसाक्षित्वमात्रजन्यमानन्दरुपमद्वैतं स्वपरस्थम् ॥ अत एव युक्तं यत्र यत्र मनो याति तत्र तत्र समाधय इति ॥ इयं मनोयात्रैव माया सा विजृम्भितेव लक्ष्यते ॥ न मायाया मा


  1.  શ્લોક ૨-૩, હવે સિદ્ધાંતકાર લક્ષ્ય અને અલક્ષ્યનું અદ્વૈત સાધે છે; 'एकोहम्' “હું એક છું” – વગેરે શબ્દોથી. અલક્ષ્ય આ આત્મા છે ને સાક્ષીપણે રહેલો છે. કેાનો સાક્ષી ? અલક્ષ્યરૂપ આત્માનો જ પોતાનો જ આ અલક્ષ્ય સાક્ષી છે, આમ તેનું चित्त સ્વરૂપ સધાયું. માયારૂપ વિહાર શમે છે ત્યારે શાંતિરૂપ થાય છે તે બે રૂપથી લક્ષ્યપણું એક જ છે અને તેમાંના એક ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ ધરનાર માણસ એ રાગદ્વેષ વડે ત્રૈગુણ્યનો અંગીકાર કરે છે અને ક્રિયાવાન થાય છે જ. વિરક્ત મનવાળા “ભિક્ષુ” નામ ધરનારા પુરુષો વિદ્વાનો હેાય છે તેમ મહાત્માઓ હોય છે છતાં તેઓ માયાનો દ્વેષ કરનારા અને શાંતિમાં રાગ રાખનારા હેાવાથી દ્વેષ સ્વીકારે છે અને તેથી તેવો અદ્વૈતસિદ્ધિ પામતા નથી. અદ્વૈતભાસથી છેતરાઇને જ પરિવ્રજે છે, અને આ ત્યાજ્ય અને આ ઉપાદેય એના દ્વૈતનો અંગીકાર કરે છે, એટલે અદ્વૈતની સિદ્ધિ તો પરમાર્થતઃ લક્ષ્યાલક્ષ્ય સિદ્ધાંતમાં જ સઘાય છે ને બીજા મતેામાં સધાતી નથી. અલક્ષ્ય લક્ષ્યનું સાક્ષિ એટલે પોતાનું જ સાક્ષિ એમ લેવું. નૈયાયિકો દ્રવ્યગુણાદિ પદાર્થો સાધે છે, અને અન્ય મતોમાં અન્ય નામોથી પદાર્થો સધાય છે; આ સર્વ પદાર્થો લક્ષ્યના વિહત-ક્રીડિત-માં આવી ગયા એમ માનવું કોઈ કહે કે સ્ત્રીપુરુષાદિના વિહાર પેઠે લક્ષ્યનો વિહાર પણ દ્વૈતાદિ વિના ન સંભવે તો, તે ખોટું છે, કારણ જેવી રીતે પોતે પોતાનો સાક્ષી ર્‌હે છે તે જ રીતે પોતાની સાથે પોતાનું વિહારીપણું પણ છે; ત્યાં તે કારણથી આનન્દરૂપ એવો આ અલક્ષ્ય પોતે અનુભવાય છે, મહાત્માઓ પારકે સુખે જાતે સુખી થાય છે એ આનું દૃષ્ટાંત સ્ફુટ જ છે; અને તે એવું સિદ્ધ કરે છે કે લક્ષ્ય એવા​याविनो भेद: समवायात् ॥ अलक्ष्योऽसौ मायावी लक्ष्यां माया-

मात्मवस्तुत आत्मना आत्मन्येव तनोति संहरति च ॥ विहारेष्व- लक्ष्यं मोदते ॥ स मूदोऽपि विहार इति चेन्नैवम् ॥ येन सञ्चि- द्वत्प्रमोदोऽपि नित्यामेकतां च भजते नैवं क्रियारुपा अनेके विहारा: ॥

एवं लक्ष्यालक्ष्ययोरद्वैतं साधयतो योगिनो गुणकर्माणि गुणकर्माभासत्वेन स्वप्न इव विलसन्ति ॥ स साधयिता तु तैर्गुण-कर्मभिरनवच्छिन्नोऽसंस्पृष्ट: निर्गुणो निष्कर्मा च ॥ जीवनामा लक्ष्यस्फुलिङ्गोऽयं प्रकृत्या जदसधर्मेव विजृम्भते लक्ष्यधर्मांश्चा- नुवर्तते ॥ दारुषु गूढोऽग्निरिव स्वरुपेण न लक्ष्यते केवलं जडरुप- तया लक्ष्यते ॥ यदि संधट्टनादिभी: प्रज्वलितः! प्रबुध्धो भवति तर्ह्यपि द्दक्त्वगादिसंवेद्यान् जडधर्मान् भजमान एव प्रकाशनदहनमयीं त्रिलोकस्थजातवेदःशक्तिमाविष्करोति स्वस्मिंस्तद्वदेव प्रबुद्धोऽयं

જે વ્યષ્ટ્યાભાસો છે તે સર્વમાં પેાતામાં તેમ પારકામાં રહેલું – એક આનન્દ રૂપ અદ્વૈત છે, અને તે પરિક્ષાસંવેદ્ય છે, સર્વત્ર ર્‌હેવાવાળું છે, અને જયાં જયાં સાક્ષિત્વ છે ત્યાં ત્યાં એ જન્ય છે. આથી જ કહેલું છે કે જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિઓ થાય છે. આ મનોયાત્રા (મનનું જવું તે મનની યાત્રા) એ જ માયા છે અને તેનું વિજૃમ્ભણ લખ થાય છે. માયા અને માયાવીનો ભેદ નથી, કારણ તેમનો સમવાય છે. અલક્ષ્ય–અલખ-એવો જે માયાવી તે લક્ષ્ય–લખ–માયાને આત્મવસ્તુમાંથી આત્મવડે વિસ્તારે છે અને આત્મમાં જ સંહરે છે. આ વિહારોમાં અલક્ષ્ય મેાદ પામે છે. કોઈ ક્‌હે કે એ મોદ પણ વિહાર છે તો તે ખોટું છે. કારણ જયારે સત્ અને ચિત્ ની પેઠે મોદ પણ નિત્ય અને એક છે ત્યારે ક્રિયારૂપ વિહારો તો અનેક અને અનિત્ય છે ને તેમાં એકપણું છે જ નહીં.

શ્લોક ૪-૫. આવી રીતે લક્ષ્યાલક્ષ્યનું અદ્વૈત સાધનાર યોગી ગુણો અને કર્મોનું અધિષ્ઠાન હેાય છે કે નહી એ પ્રશ્નના ઉત્તરમાં ક્‌હેવાનું કે એ યેાગીનાં ગુણકર્મો ગુણકર્મોના આભાસપણે વિલાસ કરે છે - સ્વપ્નમાં વિલાસ કરતાં હોય તેમ; પણ એ અદ્વૈત સાધનાર તો તે ગુણકર્મોથી અનવચ્છિન્ન અને અસંસ્પૃષ્ટ ર્‌હે છે - તે નિર્ગુણ અને નિષ્કર્મ છે “જીવ” નામધારી આ લક્ષ્યસ્ફુલિંગ ( સ્ફુલિંગ=અગ્નિનો તનખો ) પ્રકૃતિથી જડસમાન ધર્મનો ધરનાર હોય તેમ વિજૃમ્ભણ પામે છે - વધે છે - અને લક્ષ્યધર્મોનું અનુવર્તન કરે છે. કાષ્ટમાં ગૂઢ રહેલા અગ્નિ પેઠે તે સ્વરૂપ વડે લખ થતો નથી – દેખાતો નથી, જયારે સંઘટ્ટનાદિથી પ્રજ્વલિત થઈ એ ગૂઢ અગ્નિ, પ્રબુધ્ધ થાય છે, ત્યારે પણ નેત્રત્વચા આદિને , જણાઈ આવતા ​जीवस्फुलिङ्गः संसारीव लक्ष्यव्यवहारधर्मान् समाद्रियत इव ॥ नायं कैवलं तथा लक्ष्यते किंतु स लक्ष्यतेऽपि येन तथालक्ष्योऽयं स्वयमेव तल्लक्ष्यत्वंलक्षते लक्ष्यात्मसाधर्म्यमुद्दिशति व्यष्टिसमष्ट्यो- रेकत्वे तयो: प्रवृत्तिभेदाभावफलजिधत्सया तह्यतिरिक्तफलपराङ्मुख:सर्वसत्कर्मकरोऽप्यहंकारशून्यत्वात्तानि तानि कर्माणी नैष्काम्येनकुर्वन्नीश्वराय च समर्पयन्नेव जीवेश्वरयोर्लक्ष्यसाधर्म्य- मुद्धोधयति तेन च लक्ष्यधर्मानाद्रियते ॥ तेन विधिना च त्रिलो- कस्यवैश्वानरशक्त्याधिष्करणमुपमीयते ॥ अनेन विधिना जीवेश्व- रयोरद्वैतयोग: साध्यते ॥ कर्मयोगोऽयमिति केचित् ॥ कर्मयोगेन जीवेश्वरयोरैक्यं सिध्येत स च योगो गीतायामुक्त: ॥ ज्ञानयोगेन जीवब्रह्मणोरैक्यं सिध्येत तेनाह यदलक्ष्ये चावगाहेत ॥ अलक्ष्यं तु ब्रह्मैव ॥ अवगाहनाह्ब्रह्मविह्ब्रह्मैव भवतित्युद्दिष्टम् ॥ नूतन- वेदान्तिनस्तु ज्ञानयोगं साधयन्ति न तु कर्मयोगम् ॥ केचित्तु केवल- कर्मयोगिनः ॥ रात्रिदिनरुपमिव कालं कर्मज्ञानयोगं तु लक्ष्यालक्ष्य-


[૧]योगिन एव साधयन्ति ॥ अतस्त्रयाणामिति जीवेश्वरब्रह्मणाम- द्वैतमित्थं योगद्वयेन तै साध्यते ॥ अन्यैस्तु केवलमेकेन योगेनद्वयोर्जीवेश्वरयोर्जीवब्रह्मणोर्वा न तु त्रयाणामद्वैतं युज्यते ॥ अत एव परमोऽयमस्माकं त्रियोगो योग: ॥ अद्वैतं द्वयोर्न त्रयाणामिति चेन्न अद्वैतशब्दस्त्वैक्यवाचकः ॥ न तु केवलद्वैतव्यतिरिक्त- त्रैतादिवाचकः ॥

अथ श्रुत्यादिप्रमाणान्याह ॥ गीतायामिदमेवाहेत्यादिभिः ॥ कर्मशब्दस्य शास्त्रेषु श्रुतिषु च विविद्यो व्यवहार: ॥ प्रारब्धादि- विशिष्टेन कर्मणा तु योऽयं कर्मवृक्षो नाम प्राणिनां भाग्यानि रचयति स उच्यते ॥ भाग्यवाचकत्वेनाप्ययं शब्दो व्यवह्रियते ॥ अन्यै तु भाग्यव्यावृत्तमुद्यमं पुरुषयत्नं वा कर्मशब्देन लक्षन्ते ॥ यज्ञादयो नित्यनैमित्तिका विधय एव कर्माणीति शास्त्रा- दिषु प्रायेण व्यवहार: ॥ ज्ञानध्यानवैराग्यादय: क्रिया एव श्रुत्यु-पदिष्टा: क्रिया इति मुण्डकभाष्ये शंकर: ॥ रहस्यमते तूक्तलक्षणः कर्मयोग एव प्रशस्यते फलत्यागस्यैव योगान्न कर्मत्यागस्य ॥


  1.  જડ ધર્મો સેવીને જ એ ગૂઢ અગ્નિ ત્રિલોકવાસી અગ્નિની પ્રકાશમયી અને દહનમયી શક્તિને પોતાનામાં આવિર્ભાવ દેખાડે છે; તે જ પ્રમાણે પ્રબુદ્ધ થયેલો આ જીવ-સ્ફુલિંગ સંસારી પેઠે લક્ષ્ય વ્યવહારના ધર્મોનો સમાદર કરતો લાગે છે. આ સ્ફુલિંગ આ પ્રમાણે લક્ષ્ય થાય છે એટલું જ કેવળ નથી, પરંતુ તે સ્ફુલિંગ લક્ષે છે પણ ખરો. કારણ એવી રીતે લક્ષ્ય એવો આ સ્ફુલિંગ એ લક્ષ્યત્વને જાતે જ લક્ષે છે; એટલે વ્યષ્ટિ અને સમષ્ટિનું એકત્વ હેાવાથી એ બેની પ્રવૃત્તિએાના અભેદનું ફલ ભોગવવાની ઇચ્છા રાખી વ્યષ્ટિસ્ફુલિંગ એ ફલ શીવાયનાં બીજાં સર્વ ફલથી પરાઙ્ગમુખ થાય છે, સર્વ સત્કર્મ કરે છે, પણ પોતાનામાં વ્યષ્ટિના “અહં”કારનું શુન્યપણું હેાવાથી એ સર્વ કર્મ નિષ્કામ રહી કરે છે અને સમષ્ટિવૈશ્વાનર ઈશ્વરને જ એ સર્વ કર્મનું સમર્પણ કરે છે, એ સમર્પણથી જ જીવ અને ઈશ્વરના લક્ષ્યસાધર્મ્યનું ઉદ્દબોધન કરે છે, અને એવી રીતે લક્ષ્યઘર્મનો આદર કરે છે. આવી રીતે આ સ્ફુલિંગમાં ત્રિલોકવાસી વૈશ્વાનરની શક્તિની ઉપમા થાય છે, અને સ્ફુલિંગજીવ એ સ્થિતિ લક્ષે છે, આ વિધિવડે જીવ-ઈશ્વરનો અદ્વૈતયોગ સધાય છે. કેટલાક એને કર્મયોગ કહે છે. કર્મયોગથી જીવ-ઈશ્વરનું ઐકય સધાય છે. અને તે યોગ ગીતામાં કહેલો છે. જ્ઞાનયોગથી જીવ-બ્રહ્મનું ઐકય સધાય છે માટે મંત્રમાં કહ્યું કે “અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે. ” અલક્ષ્ય એટલે તો બ્રહ્મ જ. અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું કહી “ બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ બને છે ” તે દેખાડયું. નૂતન વેદાન્તીઓ તો જ્ઞાનયોગને જ સાધે છે; કર્મયેાગને નથી સાધતા.
  2.  કેટલાક તો કેવલ કર્મયોગ જ સાધે છે. રાત્રિ અને દિન ઉભયરૂપ મળી કાલ થાય તેમ, કર્મ અને જ્ઞાન ઉભયરૂપ યોગ થાય, તેને તો લક્ષ્યાલક્ષ્ય- યોગીઓ જ સાધે છે, આથી ત્રણનું એટલે જીવ, ઈશ્વર, અને બ્રહ્મ એ ત્રણનું અદ્વૈત આવી રીતે બે યોગથી આ યોગીઓ સાધે છે, અન્ય જનો તો, ગમે તો જીવ-ઈશ્વરનું, અથવા તો જીવ-બ્રહ્મનું,– એમ બેનું અદ્વૈત સાધે છે અને તે માત્ર એક યોગવડે સાધે છે; પણ તે કેાઈ ત્રણનું અદ્વૈત નથી સાધતા માટે જ પરમ – શ્રેષ્ઠ - આ અમારો ત્રિયોગ નામનો યોગ છે. કોઈ ક્‌હે કે દ્વિ એટલે બે - તે બેનું અદ્વૈત થાય; પણ ત્રણનું અદ્વૈત ન થાય તો તે ક્‌હેવું અયથાર્થ છે. કારણ “અદ્વૈત ” એ શબ્દ માત્ર ઐક્ય - વાચક છે; માત્ર દ્વૈતનો વ્યતિરેક કરી ત્રેતાદિકનો વાચક એ શબ્દ નથી.
    શ્લોક ૬-૧૪. હવે આ વિષયમાં શ્રુતિઆદિનાં પ્રમાણો છે તે સિદ્ધાંતકાર, “ગીતામાં શ્રીભગવાને કહેલું છે” વગેરે વાકયે વડે, ક્‌હે છે. એ સબંધે કહેવાનું કે કર્મશબ્દનો વ્યવહાર શાસ્ત્રોમાં અને શ્રુતિયોમાં વિવિધ છે. જ્યારે પ્રારબ્ધાદિ વિશેષણો સાથે કર્મશબ્દનો વ્યવહાર થાય છે ત્યારે, જે આ કર્મવૃક્ષ પ્રાણીઓનાં ચિત્ર ભાગ્ય રચે છે તે વૃક્ષમાંનાં 'કર્મ' આ શબ્દથી વાચ્ય થાય છે “ભાગ્ય”એ પણ આ શબ્દનું વાચ્ય વ્યવહારમાં થાય છે, બીજાઓ તો ભાગ્યથી વ્યાવૃત્ત એટલે ભિન્ન એવા જે ઉદ્યમ અથવા પુરુષયાન તેને કર્મશબ્દથી લક્ષે છે. યજ્ઞાદિ નિત્ય અને નૈમિત્તિક વિધિયો​कर्मवैराग्यं च क्रियेति वदतो व्याघात: ǁ ज्ञानस्त च क्रियात्वे

त्वनित्यत्वापत्तिः क्रियाणामनित्यत्वात् ǁ आत्मक्रीड आत्मरतिः क्रियावानेप ब्रह्मविदां वरिष्ठ इति श्रुतिवाक्ये क्रियावत्त्वं कर्मयोगित्वमेव ǁ 'द्वा सुपर्णा सयुजा' इत्यादिपूत्कप्रकारेण पिप्पलस्वाद्त्यागेन फलत्याग उत्कः ǁ फलत्यागेन जीवस्यानीशत्वं शोकमोहलक्षणं नश्यति वीतशोकत्वासश्च स ईशवदनश्नन् फलत्यागी क्रियावानीशेन साम्यमुपैति ǁ ज्ञानयोगेन ब्रह्मैक्यं सिध्यति न त्वीशरद्वैतम् ǁ तत्तु कर्मयोगेनैव सिध्यति ǁ अत्र गीता साक्षात्प्रमाणम् ǁ स्वयंलक्ष्यधर्मधुरंधरः सन् श्रीकृष्णो भक्तोऽसि मे सखा चेतीयुक्तवानेवेष्टं धर्मेण योजयेदिति न्यायेनार्जुनं युद्धकर्मणि समर्थयामासतत्तु लक्ष्य धर्मस्यैव वृद्धये न विनाशाय ǁ श्रीकृष्णस्य स्वस्यैव लक्ष्यधर्मिताया महाभारतनायकात्मानि सम्यगाधानायैव तेन विधिना [૧]


  1.  તે જ કર્મ છે એવા શાસ્ત્રાદિમાં ઘણું ખરું વ્યવહાર છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, આદિ ક્રિયાઓ તે જ શ્રુતિમાં ઉપદિષ્ટ કરેલી ક્રિયાઓ છે એવું મુણ્ડકના ભાષ્યમાં શંકરમત છે. અમારા રહસ્યમતમાં તો, જેનાં લક્ષણ કહી ગયેલા છીએ તે - કર્મયોગ - જ શિષ્ટ ગણાયો છે; કારણ ફલત્યાગનો જ યોગ છે - કર્મ ત્યાગથઈ શકે એવો યોગ નથી, કર્મના વૈરાગ્યને ક્રિયા ક્‌હેવી એ તો, वदतो व्याघात દોષ થાય. જ્ઞાનમાં ક્રિયાત્વનો આરેાપ કરો તો જ્ઞાનમાં અનિત્યત્વ આવે, કારણ ક્રિયાઓ અનિત્ય છે. ત્યારે “ આત્મસાથે “ક્રીડા કરનાર, આત્મમાં રતિ કરનાર, ક્રિયાવાન્ એવા આ બ્રહ્મ “જાણનારાઓમાં શ્રેષ્ઠ” એ શ્રુતિવાક્યમાં જે ક્રિયાવાન્‌પણું છે તે કર્મયોગીપણું જ છે એમ સમજવું. “સાથે યોગ પામેલાં બે પંખીઓ” (द्वा सुपर्णा વગેરે ) ઇત્યાદિ શ્રુતિવાક્યોમાં પિપ્પલના સ્વાદનો ત્યાગ રહ્યો છે તે પણ ઉપર કહેલે પ્રકારે ફલત્યાગ જ ઉકત છે. શોક-મોહ એ બે લક્ષણવાળું જીવનું જે અનીશપણું તે ફલત્યાગથી નાશ પામે છે; અને ઈશના જેવો ભેાગરહિત એટલે ફલત્યાગી ક્રિયાવાન્ થઈ, શોકહીનતાને લીધે, એ ઈશની સાથે સામ્ય એટલે સમતા પામે છે. જ્ઞાનયોગથી બ્રહ્મની સાથે ઐકય સધાય છે, ઈશ્વરાદ્વૈત સધાતું નથી; એ તો કર્મયોગથી જ સધાય છે એમાં ગીતા સાક્ષાત્પ્રમાણ છે. પોતે અમારા લક્ષધર્મના ધુરંધર હોઇને, અને પોતાના ઈષ્ટજનને પોતાના ઇષ્ટધર્મનો યોગ કરાવવો એ ન્યાયથી, “તું મ્હારો ભક્ત છો - તું મ્હારો સખા છે” એવાં વચનો બોલતા બેલતા - એટલે અર્જુનને સ્પષ્ટ ઇષ્ટ જન ગણતા એવા શ્રીકૃષ્ણનારાયણે નરઅર્જુનને યુદ્ધકર્મમાં સમર્થ કર્યો તે લક્ષ્યધર્મની જ વૃદ્ધિને માટે કર્યો – એ ધર્મના નાશને માટે નહીં. શ્રીકૃષ્ણના પોતાના જ લક્ષ્યધર્મપણાનું - મહાભારતના નાયકના આત્મમાં- સારી રીતે​च जीवस्येश्वरसाम्यसंओआदनायैव भगवान् 

व्यासस्तथाविधमतिहासमुक्तवान् ǁ न चेन्महाभारते समस्तो गीताध्यायोऽप्रासंगिको मिथ्योक्तिरुप एव स्यात् ǁ योगवसिष्ठेऽपिश्रीकृष्णवाक्यस्यायमेवोद्देशः प्रतिपादितः ǁ उत्कमेव तत्र यथा "शान्तब्रह्मवपुर्भूत्वा कर्म ब्रह्ममयं कुरु ǁ ब्रह्मार्पणसमाचारो बह्मैव भवसि क्षणात् ǁ लोके विहर राघव" इत्यादिभिरपि तत्रायमेव कर्मयोगः प्रतिपादितः ǁ यज्वेशावास्ये "कुर्वन्नेवेह कर्माणि जिजीविपेच्छतं समाः" इत्यादयः श्रुतयस्ता अपि लक्ष्यधर्मप्रतिपादिकाः ǁ अस्यामुपनिषदि केवलायां विद्यायामविद्यायां वा रतिर्निन्दिता तथैव संभूत्यामसंभूत्यामपि ǁ अत्रैकया विद्यया कर्मत्यागविशिष्टा केवलमात्मविद्योत्का ǁ केवलमविद्येति सकामकर्मवत्ताऽनात्मविद्या च ǁ तथैव संभूतिरिति स्वयंभूरात्मसंभूतौ च रतिरति केवलमात्मज्ञानबुद्धौ सत्यां कर्मपराङ्मुखतैविक्ता ǁ असंभूतिस्तु संभूतिरहिता शरीरादिविकल्पसृष्टिः कर्मफलभोगदायिनी ǁ असंभूतित्वं तु तस्यानश्वरत्वात्सद्वस्त्वाभासमात्रत्वाज्व ǁ अविद्या -


  1.  આધાન કરવાને જ, અને એ વિધિથી જીવનું ઈશ્વર સાથે સાક્ષ્ય સંપાદન કરવાને જ, ભગવાન વ્યાસે એવી રીતનો ઇતિહાસ કહ્યો એમ ન હોય તો મહાભારતનો સમસ્ત ગીતાધ્યાય અપ્રાસંગિક અને મિથ્યોક્તિરૂપ જ થાય. યોગવાસિષ્ઠમાં પણ શ્રીકૃષ્ણવાક્યના આ જ ઉદ્દેશનું પ્રતિપાદન કરેલું છે; એમાં કહેલું જ છે કે “શાંતબ્રહ્મના જેવું અથવા શાંતબ્રહ્મનું જ શરીર ધરી, બ્રહ્મમય કર્મ કર ! બ્રહ્મને અર્પણ કરેલા છે જેના સમ્યગ – સારા – આચાર એવો તું ક્ષણમાં બ્રહ્મ જ બની રહીશ !” વળી “ હે રાઘવ ! લોકમાં વિહાર કર”ઇત્યાદિ અનેક વાક્યોથી પણ યોગવાસિષ્ઠમાં આ જ કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે. “કર્મ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવી ” ઇત્યાદિ શ્રુતિયો ઇશાવાસ્યમાં છે તે પણ લક્ષ્ય ધર્મની પ્રતિપાદક છે. આ ઉપનિષદમાં કેવલ વિદ્યામાં તેમ કેવલ અવિદ્યામાં રતિ કરનારની નિન્દા છે; તેમ જ સંભૂતિમાં અને અસંભૂતિમાં રતિ કરનારની પણ છે. આમાં એક જ વિદ્યા કહેલી છે તેનો અર્થ કર્મત્યાગરૂપ વિશેષણવાળી અને કેવળ આત્મવિદ્યા થાય છે - એવી આત્મવિદ્યાને નિન્દી છે. કેવળ અનાત્મવિદ્યા નિન્દી છે તેમાં સકામ કર્મવત્તા અને અનાત્મવિદ્યા આવી ગઈ તેવી જ રીતે જે સંભૂતિ નિન્દી છે તેમાંસંભૂતિ એટલે સ્વયંભૂ તે આત્મા છે અને સંભૂતિમાં રતિ એટલે કેવલ આત્મજ્ઞાનની બુદ્ધિ હોય અને તેની સાથે કર્મમાં પરાઙ્ગમુખતા હેાય તેને નિન્દી છે. તેમ અસંભૂતિ એટલે તે સંભૂતિરહિત શરીરાદિ વિકલ્પસૃષ્ટિ જે કર્મફલના ભેાગ આપ​विद्येऽसंभूतिसंभूतीत्यनयोरेकतरे रागद्वेषौ द्वैतस्वरूपमेव तन्न

रहस्यसिद्धान्तिभिरिप्यते ǁ श्रुतिप्वप्येवमेव विहितम् ǁ असंभूत्युपासकाः संभूत्युपासका विद्योपासका अविद्योपासकाश्च सर्वएवैकमार्गपक्षपातिन इतरमार्गद्वेषिणोऽन्धं प्रविशन्तीतीशावास्ये स्फुटमेव ǁ तर्हि को नाम शुद्धो धर्म इति चेत्तत्रैवोक्तम् ǁ विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह ॥ अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्रुते ǁ तथा च ǁ संभूति च विनाशं च यस्तद्वेदोभयं सह | विनाशेन मृत्युं तीर्वा संभूत्याऽमृतमश्रुते इतिइत्थमविद्यामङ्गीनीकृत्यैव विद्याग्रहणेन तथैव संभूत्यसंभूतिग्रहणेन ǁ चानात्मात्मविद्ययोरपरस्परत्यागेनैव ग्रहणमुक्तम् | तत्त्वकर्मत्यागे सति फलत्यागिन्यामात्मात्मविद्यायामेव संभवति ǁ लक्ष्यधर्मेप्वादरं कृत्वैवालक्ष्यमवगाहेतेत्यत्र स्पष्टमेव सिध्यति ǁ तत्रैवोक्तं स्वयंभूर्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्य: समाभ्य इति ǁ अत्रोक्तं स्वयंभूत्वं संभूतित्वं चैकमेव ǁ अर्थान् व्यदधा-

નારી છે તે છે. તેનું અસંભૂતિપણું તો એટલા માટે કે તે નશ્વર છે. અને તેમાં માત્ર સદ્ધસ્તુનો આભાસ જ છે. અવિદ્યા અને વિદ્યા, અસંભૂતિ અને સંભૂતિ, એ બબેમાંથી કેાઈ એક ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ તે દ્વૈતસ્વરૂપ જ છે અને તે રહસ્યસિદ્ધાંતિએાને ઇષ્ટ નથી. શ્રુતિએામાં પણ એમ જ કહેલું છે. સંભૂતિના ઉપાસક, અસંભૂતિના ઉપાસક, વિદ્યાના ઉપાસક, અને અવિદ્યાના ઉપાસક: એ સર્વ પણ એક માર્ગ ઉપર પક્ષપાત કરે છે અને બીજા માર્ગ ઉપર દ્વેષ કરે છે માટે તે સર્વ અન્ધ તિમિરમાં પ્રવેશ કરે છે એવું ઈશાવાસ્યમાં સ્ફુટ છે જ. ત્યારે શુદ્ધ ધર્મ કોને ક્‌હેવો એવું પુછે તો એ પણ એ જ ઉપનિષદમાં કહેલું છે કે - “વિદ્યા અને અવિદ્યા એ બેને જે સાથે લાગી જાણી લે છે તે અવિદ્યાવડે મૃત્યુને તરે છે અને વિદ્યાથી અમૃતનો ભેાગ કરે છે.” તેમ જ વળી તેમાં કહેલું છે કે “સંભૂતિ અને વિનાશ એ બેને જે સાથે લાગાં જાણી લે છે તે વિનાશવડે મૃત્યુને તરે છે અને સંભૂતિથી અમૃતનો ભેાગ કરે છે.” આવી રીતે પરવિદ્યાનું ગ્રહણ કરીને જ વિદ્યાનું ગ્રહણ કરેલું છે, અને તેમ જ સંભૂતિ અને અસંભૂતિનું ગ્રહણ કરેલું છે; માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મવિદ્યા અને અનાત્મવિદ્યાનો પરસ્પર ત્યાગ કર્યા વિના જ તેમનું ગ્રહણ કરવાનું આ શ્રુતિવાક્યોમાં કહેલું છે. અને તેમ બનવું તે તો કર્મત્યાગ કર્યા વિના ફલત્યાગિની આત્મવિદ્યામાં જ સંભવે છે. લક્ષ્યધર્મોમાં આદર કરીને જ અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું રહસ્યમંત્રમાં કહેલું છે તે આ સ્થળે રપષ્ટ સિદ્ધ થાય છે. વળી એ જ શ્રુતિદેશે કહેલું છે કે “સ્વયંભૂ યાથાત​दिति कर्मधर्म: प्रतिपादितःǁ कुर्वन्नेवेह कर्माणि जिजीवेषेच्छतं समा इति श्रुतिरपीदमेव लक्षते ǁ अत्र विद्येति देवताविद्या नात्मविद्येति केचित् ǁ नेदं युक्तं येन ब्रह्मविद्या सर्वविद्याप्रतिष्ठेति परा विद्यापि सेत्यादयः श्रुत्यो मुण्डकादिषु विद्यन्ते ǁ कर्मणो ब्रह्मविद्याविरोधित्वान्नासौ विद्या ब्रह्मविद्या किंतु भागत्यागेन देवताविद्यैवेति चेन्न ǁ येन ब्रह्मविद्यायाः फलैषणया वितोधो न कर्मणा ǁ कर्मत्यागस्तु नात्र संभवति येन न च कश्चित्क्षणामपि जातु तिष्ठत्यकर्मकृदिति गीतोक्तत्वात् ǁ ननु कर्मजाड्याल्लोकः कर्मवाञ्जडो भवतीति चेन्नैवमेतद्येन कर्मणामीश्वरसमर्पणात्कर्माणि स्वयोनिमासाद्य तद्रूपाणि भवन्ति ǁ कर्म ब्रह्मोद्भवं लक्ष्यं ब्रह्म कर्मयोनिरुक्तम् ǁएतद्विधानि कर्माणि तस्मिन द्दष्टे परावर इति तस्यैव कर्मणां स्वयोन्यासादकत्वहेतुना क्षययोगावात् ǁ इत्थंभूतं द्विविधं लक्ष्यालक्ष्यधर्ममेवप्रतिपादयन्ती भवति श्रुतिप्रवृति: ǁ तद्यथा ǁ

થ્યથી શાશ્વત વર્ષો સારુ અર્થોને કરે ”તેમાં કહેલું સ્વયંભૂપણું અને સંભૂતિપણું તે એક જ છે. અર્થોને કરે એ વાक्યથી કર્મધર્મનું પ્રતિપાદન કર્યું. "કર્મો કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઈચ્છા કરવી” એ શ્રુતિ પણ આજ લક્ષે છે. કેટલાકોનું કહેવું એમ છે કે આમાં “વિદ્યા” નો “અર્થ આત્મવિદ્યા ” નથી પણ “દેવતાવિદ્યા” છે, એ બરાબર નથી; કારણ કે “બ્રહ્મવિદ્યામાં સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે,” “પરા વિદ્યા તે બ્રહ્મવિદ્યા” ઇત્યાદિ શ્રુતિઓ મુણ્ડકાદિ ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે, “બ્રહ્મવિદ્યાથી કર્મનું વિરોધીપણું છે માટે આ વિદ્યા તે બ્રહ્મવિદ્યા નહી પણ ભાગત્યાગ કરીને આ વિદ્યા તે દેવતાવિદ્યા જ લેવી” એમ કોઈ ક્‌હે તો બરોબર નથી; કારણ બ્રહ્મવિદ્યાનો ફ્લૈષણા સાથે વિરોધ છે, કર્મ સાથે વિરોધ નથી. કર્મત્યાગ તો અહીં સંભવતો નથી, કારણ “કર્મ કર્યા વગર કોઈ અહીં ક્ષણવાર પણ કદી ટકતો નથી,” એવું ગીતાનું વચન છે. “પણ કર્મ જડ છે માટે કર્મવાન લોક જડ થાય છે” એમ કોઈ ક્‌હે તો તે ખોટું છે, કારણ કર્મોનું ઇશ્વરસમર્પણ થવાથી કર્મો સ્વયોનિને પ્રાપ્ત થઈ તેના રૂપને પામે છે. “કર્મનો ઉદ્ભવ બ્રહ્મમાંથી જાણ,અને બ્રહ્મનો ઉદ્ભવ અક્ષરમાંથી છે ” એવું ગીતાવચન છે તેનો અર્થ એમ છે કે અલક્ષ્ય જે અક્ષર છે તેમાંથી લક્ષ્યબ્રહ્મનો ઉદ્ભવ છે અને એ લક્ષ્યબ્રહ્મ એ કર્મનો યોનિ છે. આવી જાતનાં કર્મ કરનાર જ પ્રબુદ્ધ પુરુષના વિષયમાં શ્રુતિઓનું ક્‌હેવું છે કે “એનાં કર્મ એ પરાવરને જોતામાં ક્ષય પામે છે;” કારણ એવા પુરુષનાં ​हिरण्यमेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ǁ तत त्वं पूपन्नपावृणु सत्यधर्माय दृष्टये ǁ इतिशावास्यम ǁ अत्र पात्रं संपुष्य धर्मो भवति तच्चापावृत्य दृष्टिर्वोधो भवतीति ग्राह्यम् ǁतथा च मुण्डके ǁ हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलमिति ब्रह्मासेर्हिरण्मयः कोशः स रक्षितव्य एव न त्याज्यः ǁ तद्रक्षणेनैव ब्रह्मशस्त्रस्य तेजस्वीव्रतादयो विभूतयो रक्ष्यन्ते ǁ शोकमोहादिभिर्युद्धकाल एव शस्त्रं कोशरहितं ग्राह्यम् ǁ अन्यदा तु कोश एव प्रशस्तःǁ कोऽसौ कोश इति चेत्कर्मयोग एवेति बोद्धव्यम् ǁ हिरण्मये कोश इव पात्र इव कर्मयोगसंसारे लक्ष्येऽस्मिन् सुगुप्तोऽयं तदस्पृष्टः परावर आत्मा सत्योऽप्यलक्ष्यो नित्य एव ǁ हिरण्मयत्वमुक्तं तत्तु मूल्यवतः सुवर्णस्येव लक्ष्यस्यापि रक्षणयोग्यत्वात् ǁ अक्षरात्संभूतमिदं लक्ष्यमक्षरे च यास्यन्न लक्ष्यैर्विनाशमर्हति ǁ येनाक्षरस्यालक्ष्यस्यैव विभूतिरेपा लक्ष्यता ǁ

જ કર્મ સ્વયોનિને પ્રાપ્ત કરી શકે છે અને એ પ્રાપ્તિરૂપ હેતુથી ક્ષયયોગ પામે છે. આવી રીતે બે વિધિવાળો લક્ષ્ય-અલક્ષ્યને જે ધર્મ તેનું જ પ્રતિપાદન કરતી કરતી શ્રુતિએાની પ્રવૃત્તિ થયાં કરે છે. તે આ પ્રમાણે છે - (૧) “હિરણ્મય એટલે સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાયલું છે; હે પુષન ! સત્યધર્મને માટે – દૃષ્ટિને માટે – એ મુખ તું ઉઘાડ !” એ વાક્ય ઇશાવાસ્યમાં છે, અહીં પાત્રનું સંપોષણ કર્યાથી ધર્મની સ્થિતિ છે અને તેને ઉઘાડવાથી દૃષ્ટિ એટલે બોધ થાય છે એમ લેવું. (ર) તેમ જ મુણ્ડકમાં છે કે “હિરણ્યમય અને પર એવા કોશ (એટલે તરવારના મ્યાન)માં “વિરજ-શુદ્ધ અને નિષ્ક્લ- કલાહીન – જન્મવૃદ્ધિક્ષયાદિ શરીરધર્મથી રહિત “બ્રહ્મ” અર્થાત્ બ્રહ્મરૂપ તરવારનું સુવર્ણમય મ્યાન છે તે રક્ષણયોગ્ય છે - ત્યાગ કરી ક્‌હાડી નાંખવાનું નથી; બ્રહ્મરૂપશાસ્ત્રની તેજ તીવ્રતા - આદિ વિભૂતિયો છે તે મ્યાનના રક્ષણથી જ રક્ષાય છે. શોક - મોહ - આદિ યુદ્ધકાળ આવે ત્યારે જ શસ્ત્રને મ્યાનથી રહિત કરી લેવાનું છે. બાકીને કાળે તો મ્યાન જ પ્રશસ્ત છે. આ કોશ અથવા મ્યાન તે કોણ એમ તમે પુછો તો ઉત્તર કહીયે છીયે કે એ મ્યાન કર્મયોગ જ છે એમ જાણવું સુવર્ણમ્યાનના જેવા – પાત્રના જેવા - કર્મયોગસંસારમાં - આ લક્ષ્યમાં સુગુપ્ત અને તે છતાં તેનાથી અસ્પૃષ્ટ એવો આ પરાવર આત્મા અલક્ષ્ય અને નિત્ય જ છે. સુવર્ણમયપણું કહ્યું તેનું કારણ એ કે મૂલ્યવાળું સુવર્ણ જેવું રક્ષણયોગ્ય છે તેવું જ લક્ષ્ય પણ રક્ષણયોગ્ય છે. અક્ષરમાંથી સંભૂત થયલું અને અક્ષરમાં અંતે જવાનું એવું આ લક્ષ્ય તેનો લક્ષ્યોથી – જીવોથી - વિનાશ થવો યોગ્ય નથી, કારણ અક્ષર જે અલક્ષ્ય તેની જ વિભૂતિ આ લક્ષ્યતા છે. ​कीद्दशमिदं लक्ष्यं कीद्दशी तत्र जीवस्थितिरित्यादिदर्शनाय श्रुतय उच्यन्ते ॥ जीवनामायं पदार्थो न ब्रह्मभिन्न: किंतु स्फुलिं- गरुप: पुरुष एव ॥ तदुक्तं यथा ॥ तदेतत्स्त्यं यथा सुदीत्पात्पा- वकाद्विस्फुलिंगाः सहस्त्रशः प्रभवन्ते सरुपाः । तथाऽक्षरात्सौ- भ्य विविधा भावाः प्रजायन्ते तत्र चैवापि यन्ति ॥ अमृतत्वस्ये- शानोऽयं पुरुष इति पुरुषसूक्ते ॥ पुरुष एवेदं सर्वं यभ्दूतं यज्व भव्यम् ॥ उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥ अन्नमित्यत्र भोग्यमात्रं तेनामृतं विश्वं तदात्मनि पुरुषे पुरुषादेवातिरोहते ॥ तदुक्तं मुण्डके यथा सतः पुरुषात्केशलोमानि तथाऽक्षरात्संभ- वतीह विश्वम् ॥ पुरुष: स्वस्मात्सृजतेऽतिरोहते ऊर्णनाभिरिव ॥ ईश्वरस्य जीवस्य च समानभिदममृतत्वेशानत्वम् ॥ उभा- वष्यलक्ष्ये नित्ये पुरुषेऽतिरोहेते ॥ अतिरोहोऽयं कालेन स्व- योनौ शाम्यति तेनानित्यः ॥ नित्यरुपस्य चालक्ष्यस्यान्तरेव तिष्ठतीत्याविर्भावतिरोधानधर्मौ भजते ॥ आविर्भावकाले यज्ञ इव प्रज्वलति ॥ तदाह पुरुषसूक्ते ॥ यत्पुरुषेण हविषा

આ લક્ષ્ય કેવું છે અને તેમાં જીવસ્થિતિ કેવી છે તે દેખાડવા હવે શ્રુતિયો આપવામાં આવે છે. જીવ નામનો આ પદાર્થ બ્રહ્મથી ભિન્ન નથી; પણ સ્ફુલિંગરૂપે-અગ્નિના તનખારૂપે-પુરૂષ જ છે. તે એમ કહેલું છે કે “સુદીપ્ત પાવકમાંથી તેના જ રૂપવાળા વિસ્ફુલિંગો સહસ્ત્રરીતે ઉત્પન્ન “થાય છે તેમ-હે સૌમ્ય !–અક્ષરમાંથી વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને “તેમાં જ પાછા જાય છે.” આ પુરૂષ અમૃતત્વનો ઇશ છે એમ પુરુષસૂક્તમાં કહેલું છે. “આ સર્વ જે ભૂત અને જે ભાવિ તે પુરુષ જ છે, અને “અમૃતત્વને ઈશ છે – તે અન્નવડે અતિરોહ કરે છે.” અંહી “અન્ન?” એટલે “ભાગ્યમાત્ર”. છે; તેનાથી અમૃત થયલું વિશ્વ, વિશ્વાત્મા પુરુષમાં, પુરુષમાંથી જ, અતિરોહ કરે છે. તે મુણ્ડકમાં કહેલું છે કે “જેમ સદ્રુપ પુરુષમાંથી કેશ અને રોમ ઉગે છે તેમ અક્ષરમાંથી અંહી વિશ્વ ઉગે છે.” પુરુષ પોતામાંથી સૃજે છે, અતિરોહ કરે છે – જેમ ઊર્ણનાભિ એટલે નાભિમાં ઉન રાખના૨ કરોળીયો કરે છે તેમ. અમૃતત્વનું આ ઈશપણું ઈશ્વરમાં અને જીવમાં સમાન છે. ઈશ્વર અને જીવ ઉભય, અલક્ષ્ય અને નિત્ય પુરુષમાં, અતિરોહ છે. આ અતિરોહ કાલે કરીને સ્વયોનિમાં શમી જાય છે માટે તે અનિત્ય છે. અને નિત્યરૂપ અલક્ષ્યની અંતર્ જ આ અતિરોહની સ્થિતિ છે. તે આવિર્ભાવ અને તિરોધાન એવા બે ધર્મ પાળે છે. આવિર્ભાવકાળે એ યજ્ઞરૂપે પ્રજ્વલન, પામે છે, તે પુરૂષસૂક્તમાં કહેલું છે કે “જે પુરુષ-હવિવડે દેવોએ યજ્ઞ પ્રતત કર્યો.” ​देवा यज्ञमतन्वतेति ॥ तं यज्ञं वर्हिषि प्रौक्षन् पुरुषं जातम- ग्रतः । तेन देवा अयजन्त साध्या ऋषयश्च य इति ॥ देवा यद्यशं तन्वाना अबन्धन् पुरुषं पशुमिति ॥ यज्ञेन यशमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यसन्निति च ॥ एषु मन्त्रेषु पुरुषः पशुः पुरुषो हविः पुरुष एव च यज्ञ इति योयं यज्ञ उक्तः स एव लक्ष्यरुपो यज्ञः सर्वत्र प्रज्वलति ॥ सैवेयमिष्टिरस्मत्सिद्धान्ते ॥ येयं पशुमारमिष्टिरन्यैः क्रियते सा तु निन्द्याऽस्मिन् युगे ॥ कलौ त्वेक एवायं लक्ष्ययज्ञो लक्ष्यधर्मधारकः ॥ सहस्त्राक्षोऽयमल्क्ष्यातिरुढः लक्ष्यः पुरुषः ॥ तद्भूमिं लक्ष्यमर्यादामेकेन पादेन विश्वतो वृत्वा त्रिभिरन्यैरमृतैः पादैर्दशाङ्गुलसंज्ञया लक्षितया देशकालाद्यवच्छे- दशून्ययाऽवस्थया सर्वं शिक्षिताशिक्षितलक्ष्यमतितिष्ठत्यलक्ष्यः परावर: ॥ तमलक्ष्यं लक्ष्यं चाद्वैतत्वेन साधयन्तीत्थं लक्ष्यालक्ष्य- सिद्धान्तिन इत्यलमिदमस्मद्रहस्यविवरणमुत्तमाधिकारिप्वल- क्ष्यप्रबोधाय ॥ किं बहुना ॥ यतो वाचो निवर्तन्ते ह्यप्राप्य मनसासहेत्यादिमिर्लक्षितव्यमलक्ष्यं पूर्णमेवेदं ततश्च लक्ष्यमपि पूर्णम-

“ અગ્રે ઉત્પન્ન થયેલા યજ્ઞ પુરુષનું યજ્ઞમાં ઔક્ષણ કર્યું;” “સૃષ્ટિસાધનયોગ્ય – સાધ્ય – એવા દેવો અને વેદમાત્રોનાં દ્રષ્ટા ઋષિયો – તેમણે એ (પુરુષ) વડે યજ્ઞ કર્યો,” “ જે યજ્ઞ કરતા દેવાએ પુરુષપશુને બાંધ્યો,” અને “ દેવેાએ યજ્ઞવડે યજ્ઞ કર્યો–એ ધર્મો પ્રથમ હતા.” “ પુરુષ એ પશુ, પુરુષ એ હવિ, અને પુરુષ જ યજ્ઞ,” એ રીતનો આ મન્ત્રોમાં જે યજ્ઞ કહેલો છે તે જ લક્ષ્યરૂપ યજ્ઞ સર્વત્ર પ્રજ્વલે છે. અા મારા – અાપણા - સિદ્ધાન્તમાં જે ઇષ્ટિયજ્ઞ-છે તે આ જ. પણ મારીને જે આ ઇષ્ટિ બીજાઓ કરે છે તે તો અા યુગમાં નિન્દ્ય છે. કળિમાં એક જ આ લક્ષ્યયજ્ઞ છે તે લક્ષ્યધર્મનો ધરનાર છે, સહસ્ત્રાક્ષ એટલે સહસ્ત્ર ઇન્દ્રિયોવાળો આ અલક્ષ્યયમાં અતિરોહ પામેલા પુરુષ તેને લક્ષ્ય કહીએ છીએ. એ લક્ષ્યની ભૂમિ એટલે લક્ષ્યની મર્યાદાને એક પાદથી સર્વ પાસથી ઘેરી લેઈ, બાકીના બીજા ત્રણ અમૃત પાદવડે, શિક્ષિતદૃષ્ટિ અને અશિક્ષિતદૃષ્ટિના બધા લક્ષ્યને, એાળંગી, દશ અાંગળની સંજ્ઞાવાળી અને દેશકાળના અવચ્છેદથી શૂન્ય કોઈ અવસ્થાથી સ્થિતિ ધરનાર પરાવર અલક્ષ્ય છે. તે અલક્ષ્યને અને લક્ષ્યને અદ્વૈતપણે લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તીઓ સાધે છે; એ આ અમારું રહસ્ય - વિવરણ ઉત્તમાધિકારીએામાં અલક્ષ્યનો પ્રબોધ કરવાને એટલે અલખ જગાડવાને બસ છે, બહુ શું કહીએ ? “ મનની સાથે વાણી જેને પ્રાપ્ત ન કરી જ્યાંથી થાકીને પાછી ફરે છે ” ઇત્યાદિ વાક્યોથી લક્ષિતવ્ય - લક્ષવા યોગ્ય – અલક્ષ્ય આ પૂર્ણ જ છે; તેમાંથી એ ​दस् तदादाय न त्यक्त्वा पूर्णमेवावशिष्यते ॥ अत एव सुसंपूर्णो- ऽयमस्मल्लक्ष्यालक्ष्यसिद्धान्तो यत्रैव पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्ण- मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

છેલ્લા મંત્રનો અર્થ આત્મા પરાત્માના ઐક્યનો વાચક સમજાયલો હોવો છતાં આ બીજો અર્થ પણ બેસી ગયો. આમ આદિથી અંતસુધી અત્યંત રસથી આ વિવરણ સરસ્વતીચંદ્ર વાંચી ગયો. તેમાં કથેલાં ઉપનિષદો તથા પુરુષસૂક્ત એને કણ્ઠસ્થ હતાં, તેમનાં ઉપરનાં ભાષ્યાદિનો એણે અભ્યાસ કર્યો હતો. છતાં આમાં કાંઈ અપૂર્વતા લાગી. નિદ્રાભંગ કરી ભુખ્યો માણસ મિષ્ટાન્ન ભોજન કરી પાછો નિદ્રા પામે ને મધ્યકાળે ખાધેલું પુનર્નિદ્રાકાળે ભુલી જાય તેમ સરસ્વતીચંદ્રને થયું.

પુનર્નિદ્રા પામતાં પાછી પોતાની પાસે ઉશીકા આગળ પત્થર ઉપર કુમુદસુંદરી બેઠેલી લાગી અને એ સ્વપ્નની સુંદરીને કુસુમની મુખમુદ્રા હતી. નિદ્રામાં - સ્વપ્નામાં - આ સ્ત્રી પાસે સરસ્વતીચંદ્ર અલખરહસ્યના શ્લોક અને વિવરણ સમજાવવા લાગ્યો અને સ્ત્રી તે આનંદથી સાંભળવા, અને પ્રશ્નો પુછી સમાધાન કરાવવા, લાગી.

“સરસ્વતીચંદ્ર ! લખ કે અલખ ? રસ કે જ્ઞાન ?” સ્વપ્નસુંદરી આકાશમાં તરવા લાગી અને શ્રવણપુટમાં કથા કરવાને નિમિત્તે કપોલ સ્પર્શી ગાવા લાગી.“મોહ્યો મોહ્યો વ્‍હાલો રસપ્યાલે રે ?“જાગ્યો જાગ્યો ચતુર જ્ઞાનભાલે રે !“લખ સુખદુઃખ જોવા તું આવ્યો રે !“જ્ઞાની જોગીને મન ત્યાં તું ભાવ્યો રે !“રહી અલખ તું અલખ જગાવે રે !“જ્ઞાનગોઠડી વ્‍હાલીને ભાવે રે !“લખ અંગ અલખ પ્રીત ર્‌હેતી રે !“ મુકે મદનની માયાને વ્‍હેતી રે !

લક્ષ્ય પણ પૂર્ણ જ છે તે લક્ષ્યનું આ અલક્ષ્યમાંથી ગ્રહણ કરી – ત્યાગ ન કરી - તે લેતાં પૂર્ણ જ બાકી રહે છે. માટે કરીને જ અમારો આ લક્ષ્યાલક્ષ્યસિદ્ધાંત સુસંપૂર્ણ છે કે જેમાં જ, “આ પૂર્ણ છે.” “ એ પૂર્ણ છે.” “પૂર્ણમાંથી પૂર્ણ લેવાય છે.” અને “પૂર્ણમાંનું પૂર્ણ લેઈ લેતાં પૂર્ણ જ બાકી રહે છે.” ​::“વ્રજ ગાઢ તમાલ ભરેલું રે !“મેઘ છત્રમાં નીર તરેલું રે !“ક્ષણ ક્ષણદા*[૧]તણા અંધારા રે !“રાધા શોધે છે કૃષ્ણજી કાળા રે !“રાધા શોધે, થાકે, ને હાંફે રે;“વાગે વાંસળી આઘે આઘે રે“વાંસલડીએ ઘેલી રાધાને કરી;“મધુરી વાગે, પણ નવ દીસે ક્‌હાને જો ! વાંસ૦“વાંસલડી ક્‌હે-શુણ ઓ રાધા બ્હાવરી,“અલખ મુખ ચ્‍હડી કરું છું હું લાખ ગાન જો ! વાંસ૦“અલખ પ્રીતડી જગાડું તુજ હઈડાવીશે,“અલખ ક્‌હાનની વનમાં ન જડે વાટ જો ! વાંસ૦“અલખની જોગણ! અલખ જોગ ધરી જાગજે,“જગવ અલખ રતિ જમુનાજીને ઘાટ જો ! વાંસ૦“વ્‍હાલા ! ભુલમાં અદ્વૈત વાત આપણી જો !“જોગી જ્ઞાની જપે છે રસબાવની†[૨] જો ! વ્‍હાલા૦“ માયા લક્ષ્ય ને પુરુષ તે અલક્ષ્ય છે જો !“બેની ગાંઠથી સંસાર આ સમક્ષ છે જો ! વ્‍હાલા૦“બેના સ્નેહનું અદ્વૈત રસપૂરમાં જો,“માયા વળગી રહી જ બ્રહ્મઉરમાં જો. વ્‍હાલા૦“વ્‍હાલા ! પ્રીત તણી રીત એવી જાણજે જો,“અલખ જ્ઞાની ! લખ રસ માણજે જો ! વ્‍હાલા૦”

વળી સરસ્વતીચંદ્ર જાગ્યો ને વિચારવા લાગ્યો: “ અહો, આ સ્વપ્ન કેવું ! આ સ્વપ્નમાંના સંસારનો કર્તા કોણ ? એનું પુણ્યપાપ કોને ? શું મને ? – ના ! – કેમ નહી ! – તો આ જાગૃત સંસાર પણ સ્વપ્નથી જુદો કેમ ? કર્તા કોણ ? ભોક્તા કોણ ?–આ મહાસ્વપ્ન શું ? કુમુદસુંદરી ! ત્‍હારો ત્યાગ કોણે કર્યો ? ત્યાગ ક્યારે થયો ? ત્યાગ થયો ? – મ્‍હારું આ ૫શ્ચાત્તાપરૂપ દુઃખ શાથી ? શાને વાસ્તે ?”

ફરી તેની અાંખ મીંચાઈ. અત્યારસુધી અાંખને સ્વપન થતું હતું તેને સ્થળે એકલા કાનને જ સ્વપ્ન થવા લાગ્યું. તેનો આત્મા સર્વવ્યાપી


  1.  * ક્ષણદા=ક્ષણ આપનારી, અવકાશ આપનારી, રાત્રિ. 
  2.  † બાવની=બાવન અક્ષરનું જાળ, ભાષા.

​થઈ સર્વપાસથી–કાનમાં તેમ સર્વ રોમકૂપ શ્રવણેન્દ્રિય હોય તેમ સર્વ દિશામાં–ગાજવા લાગ્યો અને સરસ્વતીચંદ્ર સ્વપ્નમાં સર્વ પાસથી આકાશવાણી જેવી આત્મવાણી સાંભળવા લાગ્યો.

*"द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ॥ "तयोरन्य: पिप्पलं स्वाद्वत्यनश्चन्नत्योऽभिचाकशीति ॥ समाने "वॄक्षे पुरुषो निमन्गोऽनीशया शोचति मुह्यमानः । जुष्टं यदा "पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥ यदा पश्यः प "श्यते रुक्मवर्ण कर्तारमीशं पुरुष ब्रह्मयोनिम् । तदा विद्वान् पुण्य-

  • ભાષાંતર–


છે ઉડવા ઉત્તમ પાંખ, જુવે દુર અાંખ, પંખી બે એવાં,
બહુ બેશ ઘડ્યો એ સંગ, મિત્રપ્રીતિરંગ ચ્‍હડાવી રહેલાં.
તે સમાન તરુની ડાળે
વળગી લટકેલાં લાગે;
પણ પિપ્પલ ખાતું એક, બીજું ન કંઈ ખાતું ચળકતું પ્રભાએ !
-છે ઉડવા૦ ૧

એ સમાન તરુમાં, પડ્યું ભેાગમાં એક અનીશ મૂઢ રેાતું;
એ સમાન તરુપર વસ્યું પ્રકાશતું બીજું ઈશ થઈ જોતું !.
એ બ્રહ્મયોનિ કર્તાર !
એ કનકતેજ ધરનાર !
એ પરમ નિરંજન નાથ !
એ ઉપર અનીશની અાંખ પડે ને ભજે મહિમા એ જ્યાં,
તરછોડી પુણ્ય ને પાપ, છોડી જડગાંઠ, તરે એ શોક,
અનીશ ઈશસમ ત્યાં !
–છે ઉડવા૦ ૨

ઈશ સાથ સામ્ય એ થાય !
ર્‌હે જોઈ ઐક્ય એ અાંખ !
ખંખેરી પુણ્ય ને પાપ,
તરી શેાક, રહે ઉડી પાંખ !

એ અાંખ-પાંખ ધરનાર પંખી, વિદ્વાન, અમૃત બની આવું, ”
ફરી આવર્તતું નહી, ફરી આવર્તતું, ઈશનું મનમાન્યું ! ! "
-છે ઉડવા૦ ૩

( આ શ્રુતિવાકયમાં બ્રહ્મયોનિ ઈશ્વર અને બ્રહ્મયોનિ જીવનો સંબંધ અને તેમની સાથે ઉપાધિનો યોગ વર્ણવેલો છે.) ​“पापे विधूय निरञ्जनः परमं साम्यमुपैति ॥ तरित शोकं तरति पाष्मानं गुहाग्रन्थिम्यो विमुक्तोऽमृतो भवति ॥"

"पुण्यपाए विधूय - पुण्यपाए विधूय" - "तरति शोकात्म वित्तरति शोकमात्मावित" - "न च पुनरावर्तते न च पुनरावर्तते ॥"

છિન્નભિન્ન પણ શ્રુતિવાક્ય સ્વપનમાં સ્ફુરતાં સ્વપ્ન નષ્ટ થયું. પણ થોડીવારે પાછો સ્વપ્નોદય થયો. કુમુદસુંદરી વેરાગણને વેશે પાસે આવી બેઠી ને સરસ્વતીચંદ્ર પાસે શ્રુતિવાક્યનો લક્ષ્યાર્થ પુછવા લાગી:

“તમે શોક કેમ તરો છે ? બ્રહ્મને કેમ પામો છો ? આપણું અદ્વૈત છે તો તમારી મ્હારી અવસ્થાઓનું અદ્વૈત કરો, મને શોકમાંથી તારો, મને આત્મરૂપ પ્રાપ્ત કરાવો !”

ચંદ્રકાંત પણ આ સ્વપ્નમાં આવ્યો. “ પ્રિય મિત્ર! તમે બે એક તો હું કાંઈ જુદો નથી ! ચાલો, तयानामवैतं સાધો.”

સરસ્વતીચંદ્ર કોઈને ઉત્તર દેતો નથી, સર્વને માત્ર સાંભળ્યાં કરે છે, સ્વપ્ન વાધે છે. સ્વપ્નમાં સ્વપન આવે છે, બંધ થાય છે, અને ફરી આવે છે. 

બીજા સ્વપ્નમાં સરસ્વતીચંદ્ર સુંદરગિરિના શિખર ઉપરથી આકાશમાં ઉડવા લાગ્યો. ઉડવા માંડે છે એટલામાં ચંદ્રકાંત આવી પાસે ઉભો ને હાથ ઝાલી પુછવા લાગ્યોઃ “Where, my friend, dost thou fly like an angel upwards ?”

સરસ્વતીચંદ્ર બે હાથ ઉંચો ઉડ્યો ને એટલામાં આમ અટકાવ્યો અટકી બોલ્યોઃ 

“Chandrakanta, sweet philosophy buoys me up into the Heavens ! I fly effortless like Dante in his Paradise !

આ શબ્દ નીકળતામાં તો કુમુદસુંદરી પગ નીચે આવી સરસ્વતીચંદ્રને બે પગે બાઝી, ને હસતી હસતી ઉચું જોઈ બોલીઃ–

“Thou hast no right to rise without me ! Am I not that Beatrice whose vision fills thy soul and flies as thou fliest ?”

સર૦– “Sweet angel of purity ! Thou art - thout art ! Come | Fair ætherial spirit ! Guide us unto thy regions ! Thou shalt raise us all.” ​ સરસ્વતીચંદ્ર બોલ્યો ને તેના શબ્દનો આકાશમાં પ્રતિધ્વનિ થયો.

ત્રણે જણ અન્યોન્યને આ રીતે વળગેલાં સુંદર ગાન કરતાં ઉડવા લાગ્યાં અને આપણે જાગૃત પૃથ્વીનાં માનવી સ્વપ્નના આકાશમાં ઉડી શકીએ એમ નથી.

15
લેખ
સરસ્વતીચંદ્ર - ભાગ ૩
0.0
મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાં સવળાં વહન કરે છે. તેમ જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદૃષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. પણ એ જ વિપત્તિઓએ મુંબાઈનાં મુદ્રાયંત્રોને અનેકધાં ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ જ વાંચનારના હાથમાં મુકી શકાય છે. અનેક વિઘ્નોને અંતે આ કથાના આ ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છે તો તે ધૈર્ય ગ્રન્થસંબંધમાં અન્ય ઈષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચ્છા સ્વાભાવિક છે. સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઈશ્વરની ઇચ્છામાં આ લેખકના આયુષ્યની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાવ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફલ કરો એવી ઈશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ૦ સૌ૦ સમર્થલક્ષ્મી ગ્રન્થની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નહી અને તત્સબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બન્ધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર ! આવા પ્રસંગને અનુભવકાળે ત્હારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્ગાર અંતર્ગત છે તે તને ઈષ્ટ હો. આ કથાના ચોથા ભાગમાં આ ગ્રન્થની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રન્થનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઈક વિશિષ્ટ ઉદ્દેશ જણવવા અવકાશ છે. સંસ્કૃત અને ઈંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રન્થકારોની જ્વાલાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાલાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ ઈંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચાર–આચારમાં જેમ અનેકધા ભેદ છે તેમ સંસ્કૃત વિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચાર- આચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગળી ક્‌હાડી , એ ભાષાઓના સત્વને કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું
1

સુન્દરગિરિના શિખર ઉપર.

30 October 2023
1
0
0

સરસ્વતીચંદ્ર.ભાગ ૩. રત્નનગરીનું રાજ્યતંત્ર. પ્રકરણ ૧. સુન્દરગિરિના શિખર ઉપર. અન્નપૂર્ણાના પ્રતાપના અનુભવાર્થીને તેના પ્રસાદનો અનુભવ થયો. અન્ધકાર અને અરણ્યમાં અશરણ શબ-અવસ્થાના અનુભવને અંતે, ભયંકર વ

2

મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.

30 October 2023
0
0
0

પ્રકરણ ૨. મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ. મનહરપુરીમાંથી માનચતુર સ્વારોને લેઈ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સુવાને વેરાઈ ગયાં અને પોતપોતાની પથારીમાં સુતાં પણ બરોબર ઉંઘ્યા નહી. ચંદ્રકા

3

મુંબાઈના સમાચાર, ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ.

30 October 2023
0
0
0

પ્રકરણ ૩. મુંબાઈના સમાચાર, ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ. સરસ્વતીચંદ્રના શોધ સારુ ચંદ્રકાંત મુંબાઈથી નીકળ્યો તે પછી ત્યાં શું થયું તે સમાચાર જાણવાનો હવે અવસ૨ છે. પ્રિય પુત્રના વિયોગથી અને પોતે જ તેનું

4

સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર.

30 October 2023
0
0
0

પ્રકરણ ૪. સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર. Every good political institution must have a preventive operation as well as a remedial. It ought to have a natural tendency to exclude bad

5

વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.

30 October 2023
0
0
0

પ્રકરણ ૫. વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે. સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઈ પડ્યાં હતાં. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યાં આ પ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભરતખંડી આર્ય

6

સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન

30 October 2023
0
0
0

પ્રકરણ ૬. સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન સરસ્વતીચંદ્ર નિદ્રાવશ થયે પા ઘડી ભાગ્યે થઈ હશે એટલામાં અલખપુરી આવ્યો, અલખ-રહસ્યનું પુસ્તક આણ્યું, તેના મંત્રોના વિ

7

રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો.

30 October 2023
0
0
0

પ્રકરણ ૭. રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો. ભાગ્યના કોઈક મહાપ્રબલને લીધે અનેક અને મહાન્ વિપત્તિઓના ઇતિહાસવાળા રત્નગરીના રાજ્યને સેંકડો વર્ષોથી રાજા અને પ્રધાનોનું સ્થાન સાચવવા મહાપુરુષો જ મળ્યા હતા, એ ર

8

મલ્લરાજ અને તેનાં રત્ન.

30 October 2023
0
0
0

પ્રકરણ ૮. મલ્લરાજ અને તેનાં રત્ન. મલ્લરાજની ચીઠ્ઠી બ્રેવ ઉપર ગઈ તે દિવસ એ રજપૂત રાજાએ અનેક વિચારો અને ચિંતાઓમાં ગાળ્યો. પરદેશીઓને ક્‌હાડી એ મલેચ્છોના હાથમાંથી આખો દેશ દેશીઓને હાથે પાછો આવવાનો સમય આવ

9

મલ્લરાજની ચિન્તાઓ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૯. મલ્લરાજની ચિન્તાઓ. “Yet once more, in justice to this paragon of Heathen excellence, let us remember that Aurelius represents the decrepitude of this era, He is hopeless because the age is

10

મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારના બીજ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૦. મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારના બીજ. રાણીદ્વારા કરેલો પ્રયત્ન નિષ્ફળ જતાં સામંતે જરાશંકર દ્વારા પ્રયત્ન કર્યો. એક દિવસ જરાશંકરે મલ્લરાજ પાસે વાત ક્‌હાડી. “મહારાજ, સામંતને આપના ઉપર

11

પરરાજ્યનો પ્રથમ વમળ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૧. પરરાજ્યનો પ્રથમ વમળ. મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા ભાગમાં દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગૃત ર્‌હેવા લાગ

12

નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૨. નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ. “But no ! the imperial theorist will live and die a martyr to his theory.” –Merivale on, Aurelius. પ૨રાજ્યનો પ્રથમ ધક્‌કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ તન

13

મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૩. મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય. દિવસ ગયો. રાત્રિ આવી, જરાક અંધકાર થયો ત્યાં મેનારાણી હાંફતી હાંફતી રાજા પાસે આવી અને રાજાએ ઉંચું જોયું. રાણીએ નવા સમાચાર કહ્યા. એજંટ મારફત મુળુ

14

મણિરાજનો શોક અને પિતૃદર્શન.

1 November 2023
1
0
0

પ્રકરણ ૧૪. મણિરાજનો શોક અને પિતૃદર્શન. O star of strength ! I see thee stand And smile upon my pain; Thou beckonest with thy mailed hand, And I am strong again. -Longfellow. પોતાની પાછળ સિં

15

સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત

1 November 2023
0
0
0

પ્રકરણ ૧૫. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત. કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર મનહરપુરીમાં સાંભળી, ગુણસુંદરી સાથે વિદ્યાચતુર ૨ત્નનગરી આવ્યો તે સમયે મણિરાજને ગાદી પર બેઠે બે ત્ર

---

એક પુસ્તક વાંચો