ઉરેશિનો એટલે જાપાનની દક્ષિણે આવેલો પ્રાંત જ્યાં દુનિયાની શ્રેષ્ઠ ચા ઉગાડવામાં આવતી હોવાનું મનાય છે. ત્યાં એક રેસ્ટોરાંની બહાર ઇચિગો ઇચી અંકિત થયેલો છે. શબ્દનો અર્થ કંઈક આવો થાય છે : અત્યારે આપણે જે અનુભવી રહ્યા છીએ તે ફરી ક્યારેય બનવાનું નથી. માટે આપણે દરેક ક્ષણને અણમોલ ખજાનો માનવી રહી. દરેક ક્ષણ આપણા માટે મહત્વની છે. એ પ્રકારની અજોડ અને ફરી ક્યારેય ન આવેલી ક્ષણોની વાતો લેખકો એ અહીં પ્રસ્તુક કરી છે. આ પહેલાં અમે એવી ક્ષણો પ્રત્યે ક્યારેય ધ્યાન નહોતું આપ્યું, કારણ કે અમે ભૂતકાળ કે ભવિષ્યની ચિંતામાં હતા અથવા તો વર્તમાનની અન્ય વસ્તુઓ પર અમારું ધ્યાન ખેંચાયેલું હતું. ભરપૂર અને ત્વરિત સંતોષ પામવા ઇચ્છતિ વર્તમાન સંસ્કૃતિમાં આપણે અવારનવાર આપણી આસપાસના વાતાવરણને સાંભળવાનું ચૂકી જઈએ છીએ. જેને આ પુસ્તકમાં સરળ અને ઉદાહરણ સાથે સમજાવી છે. આપણા દરેકમાં એવી ક્ષમતા રહેલી છે જે ધ્યાન કેન્દ્રિત કરવા, લોકો સાથે સુમેળ સાધવા અને જીવનને ચાહવામાં ચાવીરૂપ છે. એ ક્ષમતા એટલે ‘ઇચિગો ઇચી’. આ પુસ્તકનાં પૃષ્ઠોમાં લેખકો એવા અજોડ અને જીવનને બદલી નાખનારા અનુભવની વાતો કરે છે કે જેથી આપણા જીવનની દરેક ક્ષણને સુખી અને સાર્થક બનાવી શકાય. Read more
0 ફોલવર્સ
5 પુસ્તકો