આ નવલકથામાં લેખકે વાત કરી છે કે બે પ્રેમીઓ જયારે લગ્ન પછી 'વાઈફ'-'હસબન્ડ 'બને છે ત્યારે પણ,શું એ બંને જણાં એકબીજા માટે, લગ્ન પહેલાં હતાં એવાં જ, 'મિત્રો' બનીને રહી શકે ? લગ્ન પહેલાંની ફ્રેન્ડશીપમાં જેટલી ઉત્કટતા અને પરસ્પરને પામવાની તીવ્ર તરસ હોય છે એટલી જ ઉત્કટતા લગ્ન પછી પણ લીલીછમ રહી શકે ?હું લગ્ન પછી તારો પતિ તો ખરો જ,પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તારો ફ્રેન્ડ,તારો બોયફ્રેન્ડ,તારો Total બોયફ્રેન્ડ બનીને રહીશ! આવો એકરાર આજ સુધી કોઈએ કર્યો છે ખરો? અને કર્યો હોય તો નિભાવ્યો છે? આજ સુધીની તમામ લવસ્ટોરી કરતાં કંઇક જુદી જ આબોહવામાં જન્મેલી અને પાંગરેલી આ કથા તમને કોઈ જુદી જ દુનિયામાં લઈ જશે. Read more