shabd-logo
Shabd Book - Shabd.in

Believe in Yourself (Gujarati)

Dr. Joseph Murphy

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
22 May 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789355430250
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. આ પુસ્તકમાં માનવક્ષમતાના વિકાસ માટે આંદોલન કરી રહેલા કેટલાક અગ્રગણ્ય લેખકોમાંના એક ડૉ. જૉસેફ મર્ફીએ સપનાં સાકાર કરવાની તથા અદ્ભુત સફળતા મેળવવા માટેની ગૂઢ વાતો જણાવી છે. આપણામાંથી દરેકમાં અદ્ભુત નૈસર્ગિક ક્ષમતા છે. જો દૃષ્ટિકોણ સાચો હોય તો સફળ થવા માટે જરૂરી તમામ ચીજ તમારી પાસે છે. તમે તમારા જાગ્રત મનને પ્રેરિત કરી શકો છો - તમારું જાગ્રત મન જ અર્ધજાગ્રત મનને શક્તિ આપનારું એન્જિન છે. આ એન્જિન જ તમને મહત્ત્વાકાંક્ષાઓ અને આકાંક્ષાઓને સાકાર કરતી કેડી પર લઈ જશે. આ પુસ્તકમાં તમને અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજો-કવિઓ, ચિત્રકારો, સંશોધકો અને વ્યવસાયીઓએ પોતાનાં સપનાં અને વિચારોને કઈ રીતે સાકાર કર્યાં તે જાણવા મળશે. તેમણે પોતાના અર્ધજાગ્રત મનનું પ્રોગ્રામિંગ કરીને સન્માનનીય તથા લાભદાયક લક્ષ્યો કેવી રીતે પ્રાપ્ત કર્યાં તેનું રહસ્ય જાણવા મળશે. તમે પણ તમારા જીવનને સમૃદ્ધ બનાવવા માટે આવી જ તકનિકનો સરળતાથી કઈ રીતે ઉપયોગ કરી શકો તે વાત અહીં સમજાવવામાં આવી છે. ડૉ. જૉસેફ મર્ફી આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક, શિક્ષક અને વક્તા હતા. તેમણે લાંબા સમય સુધી પૂર્વના દેશોના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના સંશોધન માટે તે ઘણાં વર્ષો ભારતમાં પણ રહ્યા હતા. જગતના ધર્મોનો અભ્યાસ કર્યા પછી તેમને ખાતરી થઈ ગઈ કે દરેક વ્યક્તિમાં એક વિરાટ શક્તિ છે. દરેકમાં અર્ધજાગ્રત મનની અદ્ભુત શક્તિ છે, જે જીવનને નવપલ્લવિત કરી શકે છે. તેમણે ૩૦ કરતાં પણ વધારે પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘ટેલીસાઇકિક્સ’, ‘ટેક્નિક્સ ઇન પ્રેયર થેરેપી’ અને ‘સાઇકિક પરસેપ્શન’નો સમાવેશ થાય છે. તેમનું મુખ્ય પુસ્તક ‘ધ પાવર ઑફ યોર સબકોન્શિયસ માઇન્ડ’ કાળજયી બેસ્ટ-સેલર પુસ્તકોમાંનું એક છે. નવભારત સાહિત્ય મંદિરે તેની ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે. Read more 

Believe in Yourself Gujarati

0.0(1)


In Believe in Yourself, Dr. Murphy stresses about having faith in ones abilities, believing in the inner self and in having the courage to chase your dream, come what may. The book was first published in 1955 but remains as popular as it was then. Being a preacher, with decades of experience behind him, Dr Murphy delves into lives of people to demonstrate the all encompassing power of self. By citing interesting episodes from the lives of artists, writers, entrepreneurs and ordinary people, who achieved acclaim and success, the author goes on to emphasize that one thread that runs through was a strong belief in oneself. The book has proved highly motivational and has enabled many readers to overcome low self esteem and achieve their objectives in life. The author points out various ways by which one can overcome defeat, hardships and keep on the righteous track to succeed by using only fair means. People who are low in confidence, need a direction in life or a guiding light to keep them motivated makes this subjective compulsion a key to success for any individual says the author.

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો