જાગ્રત મન પાસે પસંદગીની શક્તિ હોય છે; બીજી બાજુ, અર્ધજાગ્રત મન તો તેને જેટલું કરવાનું કહેવામાં આવે તેટલું જ કરે છે. આ પુસ્તકમાં સેલ્ફ-હેલ્પના સિદ્ધહસ્ત ગુરુ ડૉ. જૉસેફ મર્ફી અર્ધજાગ્રત મનની સુષુપ્ત શક્તિઓ વિશે વિસ્તારથી જણાવે છે. અર્ધજાગ્રત મનમાં અનેક એવી શક્તિઓ ધરબાયેલી પડી છે, જે આપણા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે. આપણા મનની — ખાસ કરીને અર્ધજાગ્રત મનની આ શક્તિનું દોહન કઈ રીતે કરવું તેનો સ્પષ્ટ માર્ગ તેઓ ચીંધી આપે છે. તેઓ આપણા વિચારો તથા કાર્યોના પ્રોગ્રામિંગ માટે અર્ધજાગ્રત મનને હકારાત્મક દિશામાં કઈ રીતે વાળી શકાય કે જેથી તે આપણને સફળતા અપાવડાવે, તેના વિશે માર્ગદર્શન આપે છે. આપણા મનમાં ચમત્કાર કરવાની અદ્ભુત શક્તિ છે. તે આપણને અઢળક સફળતા અને ધન અપાવડાવી શકે છે. તે આપણું સ્વાસ્થ્ય સુધારી શકે છે. તે આપણા પારિવારિક વાતાવરણને સૌહાર્દ તથા સદ્ભાવથી ભરી શકે છે. તે આપણને દારૂ તથા નશાની ખોટી ટેવોમાંથી બહાર કાઢી શકે છે. તે આપણા લગ્નજીવનને પણ સુખમય બનાવી શકે છે. ટૂંકમાં, તમામ મહત્ત્વના નિર્ણયોમાં તે મૂલ્યવાન માર્ગદર્શન આપે છે. . .ABOUT THE AUTHOR ડૉ. જૉસેફ મર્ફી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક, શિક્ષક અને વક્તા હતા. તેમણે લાંબા સમય સુધી પૂર્વના દેશોના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના સંશોધન માટે તે ઘણાં વર્ષો ભારતમાં પણ રહ્યા હતા. જગતના ધર્મોનો અભ્યાસ કર્યા પછી તેમને ખાતરી થઈ ગઈ કે દરેક વ્યક્તિમાં એક વિરાટ શક્તિ છે. દરેકમાં અર્ધજાગ્રત મનની અદ્ભુત શક્તિ છે, જે જીવનને નવપલ્લવિત કરી શકે છે. તેમણે ૩૦ કરતાં પણ વધારે પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. જેમાં ટેલીસાઇકિક્સ, ટેક્નિક્સ ઇન પ્રેયર થેરેપી અને સાઇકિક પરસેપ્શનનો સમાવેશ થાય છે. તેમનું મુખ્ય પુસ્તક ‘ધ પાવર ઑફ યોર સબકોન્શિયસ માઇન્ડ’ કાળજયી બેસ્ટ સેલર પુસ્તકોમાંનું એક છે. નવભારત સાહિત્ય મંદિરે તેની ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે. ABOUT THE TRANSLATOR અનિલ ચાવડા ગુજરાતી ભાષાના જાણીતા કવિ-લેખક છે. તેમનાં સર્જનને વિવેચકો અને વાચકો બંનેએ બે હાથે પોંખ્યું છે. ગુજરાતી કવિતાની નવી પેઢીના તેઓ અગ્રગણ્ય અને પ્રમુખ કવિ છે. કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા જેવાં વિવિધ સ્વરૂપોમાં તેમની કલમનું કૌવત સુપેરે ખીલ્યું છે. ગુજરાત, ભારત અને વિશ્વના ઘણા દેશોમાં તેમણે કાવ્યપાઠ અને વક્તવ્યો દ્વારા સાહિત્યપ્રિય લોકોના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે. ૨૫ કરતાં પણ વધારે પુસ્તકોના અનુવાદ કર્યા છે, ઘણાં સંપાદનો કર્યાં છે અને પાંચ મૌલિક પુસ્તકો પણ આપ્યાં છે. • સવાર લઈને (ગઝલસંગ્રહ) • એક હતી વાર્તા (લઘુકથાઓ) • મીનિંગફુલ જર્ની (નિબંધસંગ્રહ) • રેન્ડિયર્સ (નવલકથા) • ઘણું બધું (પોએમ્સ) તેમની નવલકથા ‘રેન્ડિયર્સ’ પ્રકાશિત થતાંની સાથે જ બેસ્ટ-સેલર થઈ ચૂકી છે. તેમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, સાહિત્ય પરિષદ દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષિક, ‘ગુજરાત સમાચાર’ અને ‘સમન્વય દ્વારા’ રાવજી પટેલ પુરસ્કાર, આઈએનટી - મુંબઈ દ્વારા શયદા ઍવોર્ડ જેવા અનેક પુરસ્કારોથી પોંખવામાં આવ્યા છે. તેમનાં કાવ્યો પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણી રહ્યા છે. નીચેના સરનામે તેમનો સંપર્ક કરી શકશો. મો. 99256 04613 E-mail : anilchavda2010@gmail.com Read more
0 ફોલવર્સ
17 પુસ્તકો