shabd-logo

સાર-શાકુંતલ/પ્રવેશ

9 June 2023

90 જોયું 90

श्री
सार-शाकुंतल.

મોટો દેવ સમાધિમગ્ન પણ જે કર્મે રમે જે કદા,
સૃષ્ટીની સગળી હરી ફરિવળી ઊપાવિદે સંપદા;
પૂર્ણજ્ઞાન પવિત્ર સાંબશિવ તે કલ્યાણદાતા સદા,
સત્યસ્નેહતણો કરે જય ભુસી ભાગ્યે લખી આપદા.


જે પેલી સૃષ્ટિ પાણી વિધિહુતવહ જે અગ્નિ જે હોમનાર,
જે બેઊ કાળ દાખે રવિ શશિ નભ જે વ્યાપ્ત ને શબ્દકાર;
ઉત્પત્તિસ્થાન છે જે પૃથિવિ પવન જે સાર છે પ્રાણિયોને,
એ એ પ્રત્યક્ષ આઠે મુરતજુગત તે ઈશ રક્ષે તમો ને.) ૧ 

સૂત્રધાર— આર્યે! શૃંગાર સિદ્ધ હોય તો અહીં આવવું(આવીને) હું અહીં છું, આર્યપુત્ર ! કરવી આજ્ઞા.સંસ્કૃત શાકુંતલનો પ્રાકૃત રચિયો પ્રમાણમાં સાર;તે ગુજરાતી જનને દાખવવો છે પ્રથમજ આ વાર.

નટી— પ્રયોગ તો લોકને અતિપ્રિય થશે કાંત !

સૂત્ર૦— તે જ આજે જોવાનું છે.

નટી— તમે સંદેહમાં કેમ પડો છો પ્રિય !

સૂત્ર૦—કારણ વર્તમાન પ્રેક્ષકજનની પાત્રતા ને નાટકપાત્રની સિદ્ધતા ?

નટી—નિશ્ચિંત રહો; લોકની અભિરૂચિ જોઈલેઈ કવિશ્રી નર્મદાશંકરે આ ખેલ રચ્યો છે ને હાવભાવ વિષયમાં ઉત્તમ બોધ રાજેશ્રી ગણેશપંત ખાપરડેએ દીધો છે પાત્રવર્ગને.

સૂત્ર૦— એ તો છેજ, પણ



સંતોખે વિદ્વજ્જન તો જ ખરું લહું પ્રયોગનું જ્ઞાન;
શિખેલ રૂડાનાં પણ ચિત્તને હોયે પતીજ નિજમાં ન. ૨

નટી— ખરું છે કાંત ! પ્રથમ શું કરીશું ?

સૂત્ર૦— સભાજનના કાનને આનંદ આપવો એ વિના બીજું શું ?

નટી— તો કાંઈ, ઋતુને ગા નટી— વારૂ, કિયા ઋતુને વરણું ?

સૂત્ર૦— બેસતા ઉનાળાનો, કેમકે



ગમતાં નાવણ જળમાં પાટલસંગે સુગંધ વનવાત,
નિદ્રા છાયાસ્થાને સુલભ રમણીય દિનાંત સોહાત. ૩

નટી— લે ઠીક, ગાઉં........ઋતુને પ્રભાવે, પ્રમદા નાર-



કુમળાં કેસરશિર ભ્રમરે ચુંબિત કંઈ,
એહવે સરસવ ફુલે, કાનને સુહાવે.–પ્રમદા૦ ૪

સૂત્ર૦— આહા સભાની ચિત્તવૃત્તિ ગાનના રંગમાં કેવી મળી રહી છે ! કિયા વિષયને લઈ ખેલ કરીશું ?

નટી— વિસરી ગયા કે શું વલ્લભ ? શાકુંતલાનો. સૂત્ર૦—સારૂ સંભાર્યું.



છું હરાયો બળાત્કારે તારા હા૨ક રાગથી;
જેમ દુષ્યંત આ રાજા વેગવાળે મૂગે અતિ. પ

( જાય છે.)
 

8
લેખ
સાર શાકુંતલ
4.0
કવિ નર્મદાશંકર લાલશંકરનું રચેલું
1

સાર-શાકુંતલ/પ્રવેશ

9 June 2023
8
0
0

श्री सार-शाकुंतल. મોટો દેવ સમાધિમગ્ન પણ જે કર્મે રમે જે કદા, સૃષ્ટીની સગળી હરી ફરિવળી ઊપાવિદે સંપદા; પૂર્ણજ્ઞાન પવિત્ર સાંબશિવ તે કલ્યાણદાતા સદા, સત્યસ્નેહતણો કરે જય ભુસી ભાગ્યે લખી આપદા. જે પ

2

અંક પેલો.

9 June 2023
4
0
0

અંક પેલો. (તપોવન.) (રથમાં બેઠેલા રાજા દુષ્યંત પોતાના સારથી સાથે આવે છે.”) સૂત—(રાજાને ને મૃગને જોઈને)આયુષ્યમન્ ! કાળા મૃગને જોઊ અને સાથે પણછ ચઢાવેલ ધનુષ્ય સાથે આપને જોઊછું તો સાક્ષાત્ (દેવ અસૂરની?)

3

અંક બીજો.

9 June 2023
0
0
0

અંક બીજો. ( વિદૂષક આવે છે. ) વિદૂષક—(નિસાસો મુકી) મહાકષ્ટ! આ મૃગયાશીલ મિત્ર રાજાની સંગતથી હું કંટાળ્યો. અા હરણ, આ ભૂંડ, આ વાઘ એમ ભટક્યાંજ કરવાનું તો, વળી બપોરે ને ઊનાળાથી ઓછાં પાંદડાને લીધે થોડી છાય

4

અંક ત્રીજો

9 June 2023
0
0
0

અંક ત્રીજો ( આશ્રમનાં ઝાડ તળે રાજા બેઠો છે. ) રાજા— (મોટો નિશ્વાસ મૂકે છે) હા ! (થોડીક વારે) હવે ફરવું એ કેમ ! જાણું બળ ત૫નૂં હૂં વળિ મુનિ કન્યા પરવશ એ સાચૂં. હેઠાણેથી જળ જ્યમ, એનામાંથી વળે ન ચિત

5

અંક ૪ થો

9 June 2023
0
0
0

અંક ૪ થો ( ઊંધમાંથી જાગી ઉઠેલા કણ્વ ઋષિનો શિષ્ય આવે છે ) શિષ્ય— પ્રવાસ કરી આવેલા ગુરૂ કણ્વે કેટલી રાત્રિ રહી છે તે જોવાની આજ્ઞા કરી છે તો જોઉ. (અહીં તહીં ફરી ઊંચે જોઈ ) રે વહાણું વાયુંછે ! આ તો પ્ર

6

અંક પાંચમો.

9 June 2023
1
0
0

અંક પાંચમો. (રાજમંદિર.) (રાજા બેઠો છે ને તેની પાસે વિદુષક છે.)વિદૂ૦— (કાન દેઈ) હો હો વયસ્ય ! સંગીતશાળાની માંહેલીભણી લક્ષ્ય ધરો, કોમળ શુદ્ધ ગીતમાં સુસ્વરમેળ સંભળાય છે, હું ધારૂંછું કે આપણી હંસપદિકા ર

7

અંક છઠ્ઠો

9 June 2023
1
0
0

અંક છઠ્ઠો.(બે ચેટી વાડીમાં કુલ ચુંટે છે.)પરભૃતિકા— (આંબાના મોર ભણી જોઈ) દીઠો દીઠો રે આંબે મોર, મોર સ્તવું તૂને–ટેક. કાંઈક રાતો લીલો ધોળો ઋતુમંગળદરશનરે; જીવ સરવસ છે વસંતકેરો, થાજે તું પરસંન.-ધન સ્તવ

8

અંક સાતમો

9 June 2023
0
0
0

અંક સાતમો. (રથારૂઢ રાજા તથા માતલી આકાશમાર્ગે ઉતરી કશ્યપના આશ્રમમાં આવે છે.) રાજા— માતલી ! ઇંદ્રનું કાર્ય કરી આપ્યું તો પણ તેણે જે મારો સત્કાર કીધો તે જોતાં હું ઉપયોગી પડ્યો નથી એમ પોતાને માનુછું. મ

---

એક પુસ્તક વાંચો