સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથેવર્ષ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથકયાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલેવ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયેધ્યેય સમર્પિતસામયિકો માટે ટકી રહેવુઅનેસાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગબની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અનેઅવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અનેપ્રભાવ સતત ફેલાતો જ ગય