જરૂર હોવું જ જોઈએ. ૨૦ સદીના અંત પહેલાં બીજા ગ્રહના મહેમાનો પૃથ્વીની મુલાકાત લેશે તેવી વૈજ્ઞાનિકોની ધારણા હતી, પણ એવું બન્યું નથી.
સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે. પૃથ્વી પર એલિયન આવે છે તે અવારનવાર ચર્ચામાં છે જ. એમ કહેવાય છે કે અમેરિકાએ કેટલાક એલિયન્સ ને પકડી ને રાખ્યા છે અને નેવાડા રાજ્યના Area-51 તરીકે ઓળખાતા વિસ્તારમાં રાખ્યા છે. આ વિસ્તારમાં કોઈને જવાની મંજુરી નથી અને ત્યાં શું ચાલે છે તે કદી જાહેર થતું નથી. તાજેતરમાં અમેરિકાના મીડિયા માં હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ એલિયન્સ વિશે જાણે છે અને જાહેર કરશે પણ રાબેતા મુજબ વાત દબાઈ ગઈ છે. દરેક અમેરિકન પ્રમુખ કંઇક તો જાણે છે પણ ટ્રમ્પ બોલી જાય તેવા હતા. ત્યાં એવું શું છે કે અમેરિકન પ્રજા કે દુનિયાને કહેવામાં આવતું નથી? સમગ્ર વિસ્તાર આર્મીના કબજા અને જાપ્તા હેઠળ છે.
હવે આ લોકો આવે તો શું થાય? આપણી કરતા વિજ્ઞાનમાં ખૂબ આગળ હોય અને મિત્ર ભાવે આવે તો ફાયદો થાય. જો પૃથ્વી પર કબજો,નુકસાન કરવા આવે તો હાહાકાર મચે.
દરેક ધર્મ ગ્રંથોમાં બીજી દુનિયા વિશે ઉલ્લેખ છે જ. લાખો પ્રકાશ વર્ષ દૂરથી જો આવે તો તેમની પાસે ખૂબ આગળ વધેલું વિજ્ઞાન હશે જ. લેખકો, ફિલ્મ નિર્માતાઓનો આ માનીતો વિષય છે. સ્ટાર વૉર્સ, ઇન્ટરસ્ટેલર વગેરે. આ અંગે સારો પ્રકાશ ફેંકે છે. ઇન્ટરસ્ટેલર માં તો ભારતીય તત્વજ્ઞાન, બ્રહ્માંડ અંગે ભારતીય શાસ્ત્રોના અવતરણો ટાંકવામાં આવ્યા છે.
અધ્યાત્મના નિષ્ણાંતો કહે છે કે સૂક્ષ્મ દુનિયા ,અલગ ફ્રેક્વેનસી ની આપણી આજુબાજુ પણ વિકસી રહી છે પણ પુરાવા પર આવતા હજુ સમય જશે. મકરંદ દવે જાણીતા રહસ્યવાદી,અધ્યાત્મ માં આગળ વધેલા હતા. લેખક, કવિ તો હતાં જ. વલસાડના ધરમપુરમાં તેમનો “નંદીગ્રામ” આશ્રમ છે અને તેમના પત્ની અને જાણીતા લેખિકા કુન્દનિકા કાપડીઆ સંભાળે છે. હું વલસાડ કલેકટર હતો ત્યારે ખાસ તેમને મળવા ગયો. તેમને તેમના ઘણા લખાણો માં બહારની દુનિયામાં વર્ણનો કર્યા છે. “યોગી હરનાથના સાનિધ્યમાં” નામનું તેમનું પુસ્તક ગોંડલના સંત નાથાબાપા પર આધારિત છે.
હવે આવી બાબતો ઘણા લોકો માને નહિ. સ્વાભાવિક છે પણ ૨૦૦ વર્ષ પહેલાં કોઈ એવું કહે કે લોકો તેમના ઘરમાં એક બોકસમાં દુનિયાના બનાવો જોશે.એક સાધનથી દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરશે,આકાશમાં ઉડશે કે લોખંડની બોટ દરિયામાં તરશે તો તે વખતે પણ લોકો હસ્યા હોત. આજે વીજળી, બ્લ્યુટૂથ, અવાજના મોજા, છે, જોઈ નથી શકતા તો તેનો ઇનકાર પણ આપણે કરી શકતા નથી. અવાજની કેટલીક ફ્રેક્વેનસી એટલી સૂક્ષ્મ છે કે જો માણસ સાંભળે તો ગાંડો થઈ જાય પણ આવા અવાજ ઘુવડ, કૂતરા વગેરે સાંભળી શકે છે. પાળેલા કૂતરાને બોલાવવા માટે ખાસ સીટી આવે છે જે તમે વગાડો તો તમને ન સંભળાય પણ કૂતરો તરત આવી જશે. બરાબર ને?
રામાયણ માં પુષ્પક વિમાન વિશે ઉલ્લેખ છે.
પહેલાં આપણને આ બાબતે આશ્ચર્ય હતું કે આવું શક્ય છે. પણ જ્યારે ખરેખર રાઈટ બંધુઓ એ પહેલાં વહેલું વિમાન થોડી મિનિટો માટે ઉડાવ્યુ અને અત્યારે આધુનિક વિમાનો આકાશ માં ઉડવા લાગ્યા ત્યારે શાસ્ત્રોક્ત બાબતો ને બળ મળ્યું.
મહાભારતમાં ઉલ્લેખ છે કે ભીમે યુદ્ધ દરમ્યાન હાથીને આકાશ માં ફેંક્યા પછી જમીન પર પાછો જમીન પર આવ્યો જ નહીં.
આ બાબત આપણાં માનવામાં આવતી નહોતી.આપણ ને લાગતું કે આ શક્ય જ નથી.પણ જ્યારે આઇઝેક ન્યુટને law of gravitation એટલે કે ગુરુત્વાકર્ષણ નો નિયમ શોધ્યો .ત્યારે આપણે માનવું પડ્યું કે પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ બળ ની બહાર કોઈ વસ્તુ કે જેને અવકાશ તરીકે ઓળખીએ છીયે ત્યાં પહોંચી જાય પછી પૃથ્વી પર પાછી આવતી નથી.
આ પ્રશ્ન પણ પુરાતન શાસ્ત્રો આધારિત છે.આને કોઈ સચોટ આધાર માની શકાય નહીં ફક્ત સંભાવના તરીકે ગણી શકાય.જે શક્ય હોય અને ન પણ હોય .પરંતુ આજ નાં આધુનિક યંત્ર યુગનાં માનવીને વિચારવા,સંશોધન કરવાનું ધ્યેય ચોક્કસ પૂરું પાડે છે. આપણે સંભાવના ની દ્રષ્ટિએ મુલવવાનું છે કોઈ આધાર પુરાવા તરીકે ગણતરીમાં લેવાનું નથી.સાંભવના શકયતા એટલે may be, may be not એટલે કે હોય પણ ખરૂં અને ન પણ હોય.
તો આ વાત થઈ સૂર્ય માળાના ગ્રહોની.સૂર્ય એક અવકાશમાં આવેલ તારો star છે.બ્રહ્માંડમાં આવા તો લાખો તારા છે અને તેને પોતાના ગ્રહો પણ હશે.અને તેની પોતાની સૂર્યમાળા ની જેમ ગ્રહમાળા પણ હશે. હવે આ લાખો તારા માંથી થોડાયેક તારા નાં ગ્રહો ઉપર જીવ સૃષ્ટિ, માનવ જીવન શક્ય છે.આ એક શકયતા છે ,સંભાવના છે,અંદાજ છે કદાચ આવું ન પણ હોય.
આજના યુગમાં માનવીએ ઘણી બધી આધુનિક શોધો કરી છે.તે ચંદ્ર કે જે પૃથ્વી નો ઉપગ્રહ છે ત્યાં પહોંચી શક્યો છે.તે સિવાય નાં ગ્રહો પર અવકાશ યાન યંત્રો દ્વારા સંશોધન ચાલુ છે.પરંતુ તેની શોધ આપણી સૂર્યમાળા સુધી સીમિત છે. તે દૂર દૂર ના લાખો તારાઓ સુધી પહોંચી શક્યો નથી અને પહોંચી શકશે કે કેમ તેનાં પર પણ પ્રશ્નાર્થ છે. કારણ કે આ તારાઓ હજારો પ્રકાશ વર્ષ પૃથ્વી થી દૂર છે. એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશનું કિરણ એક વર્ષ સુધી ગતિ કરે અને જેટલું અંતર થાય તેટલું માપ. આવા હજારો પ્રકાશવર્ષ નું અંતર કેટલું થાય.જ્યાં પહોંચવું અત્યારે તો અશક્ય લાગે છે. ભવિષ્યમાં જો એવા કોઈ સંશોધન થાય તો કદાચ કદાચિત શકયતા ગણી શકાય.આજ નાં વિજ્ઞાનિકો પણ પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં અન્ય જગ્યાએ જીવ સૃષ્ટિ હોવાની શક્યતા બતાવી રહ્યા છે.
આનાં પરથી આપણે એવી શક્યતા અંદાજો માંડી શકીયે કે કદાચ પુરાતન શાસ્ત્રો માં જણાવ્યા પ્રમાણે બ્રહ્માંડમાં અલગ અલગ જગ્યાએ જીવસૃષ્ટિ,માનવ જીવન હોય પણ ખરું અને ન પણ હોય.
વિજ્ઞાન અને અધ્યાત્મ નજીક આવતા જાય છે તેમ તેમ કેટલાક રહસ્યો ઉઘાડા થઈ રહ્યાછે અને તેમાં કમ્પ્યુટર મોટો ભાગ ભજવશે. ૨૧ મી સદીમાં આવશે તો તેમને આવકારવામાં સૌને આનંદ હશે.