"માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા." બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ્યમમાં ભણવાનું ચલણ આજકાલ વધારે જોવા મળે છે. તેમાં નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રેવેશ અપાવવા આકાશપાતાળ એક કરતાં હોય છે. અંગ્રેજી માધ્યમમાં બાળકોને શિક્ષણ આપવાથી તેની કારકિર્દી સારી વધુ સક્ષમ બને છે તેવી માન્યતા આજના વાલીઓમાં જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે બાળકને ક્યાં માધ્યમનું શિક્ષણ આપવું. અંગ્રેજી કે ગુજરાતી?
"માતૃભાષા પ્રત્યે માતા સમાન પ્રેમ અને આદર રાખો."બાળક જે પરિવારમાં કે સમાજમાં જન્મે છે એ પરિવાર કે સમાજમાં જે ભાષાના માધ્યમ દ્વારા બોલવાનો વ્યવહાર શીખે છે એ જ બોલતાં શીખે છે, જેથી માતૃભાષામાં વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે છે. લખતાં-વાંચતા મુશ્કેલી પડતી નથી, આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું યોગ્ય ગણાય છે. જેથી બાળકનો ઉત્તમ વિકાસ થાય છે. માતૃભાષા દ્વારા મળતું શિક્ષણ બાળક જલ્દી ગ્રહણ કરી લે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે છે. એકવાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવવામાં સરળતા રહે છે.
માતૃભાષા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે. માતૃભાષા દ્વારા બાળકોમાં અદર્શગુણો વિકાસ છે. બાળકોનો સર્વાંગી વિકાસ આપણી માતૃભાષામાં રહેલો છે. માતૃભાષામાં શિક્ષણ આપવાથી સંસ્કારો અને સંસ્કૃતિ બંને જળવાઈ રહે છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી વિશે નિબંધ એટલે કે Education in Mother Tongue Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.