કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે .
એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય. અત્યંત નીચ પ્રકારના કર્મો કર્યા હશે અને પછી એ ધોવા માટે ગમે તેટલા સદકર્મો કરો અને રાજી થાવ કે હવે ચિંતા નહીં. ના આવું નથી તમારાં સદકર્મો નું ફળ તમને ચોક્કસ મળશે પણ ખરાબ કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે.
આ વાત અત્યારે એટલે કરું છું કે વર્તમાન આપણે સૌ અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોરોના એ ચારે બાજુ કાળો કેર વર્તવ્યો છે. વાવાઝોડા આવી રહ્યા છે.
જાણે અજાણે આપણે કરેલા કર્મોની જ સજા કુદરત આપણને આપી રહી છે.
કેટલાક દેખીતા ઉદાહરણો:
મલ્ટીપ્લેક્સ થિયેટરમાં તેનાં માલિકોએ નફાની હદ કરી દીધી હતી 20 રૂપિયાની પાણીની બોટલ 50 માં , 100 ગ્રામ ધાણી- પોપકોર્નના નામે 400 માં (બજારમાં આટલા રૂપિયામાં એક મણ મકાઈ મળે છે. ખરું ને?) એ લોકો વેચતા હતા હાલ કુદરતનો ન્યાય જુઓ, કરોડોના થિયેટર ધુળ ખાય રહ્યા છે.
પાર્ટીપ્લોટ વાળા મૉ માંગ્યા રૂપિયા લેતાં હતા. નકકી થયાં પછી 10×10 નું એક વધારાનું કાપડ બાંધે તો ફરાસખાના વાળા તોતિંગ બિલ આપી દેતાં. હાલ ઈશ્વરનો ન્યાય જુઓ આ લોકો પાસે કોર્પોરેશન નો ટેક્સ ભરવાના પણ પૈસા નથી.
કેટરીંગ વાળા, નફો વધારવા તેમને જેટલી લુચ્ચાઈ આવડતી હતી તે બધી વાપરી નાખતાં . પનીર ની સબ્જીમાં ડુબકી મારો ત્યારે બે ચાર પનીરના ટુકડા દેખાય ,પનીર પણ મિલાવટ વાળું, અને ગ્રેવીની તો વાત જ છોડો. હાલ આ લોકોને પોતાના ઘરમાં શાક બનાવવાના સાંસા છે
મોટા મોટા મોલમાં એક શર્ટ 3000 નું ,એક પેન્ટ 4500નું , બાળકોના કપડાંમાં તો જાણે સોનાના દોરાની સિલાઈ કરી હોય તેવા ભાવ. હાલ આ લોકોની દશા ખુબ દયનિય છે વર્ષોથી લોકોને લૂંટયા તે વ્યાજ સહીત ભોગવી રહ્યા છે.
ટ્રાવેલ્સ વાળા કોઈને ગાંઠતા નહોતા , હાલ તેમની ગાડીઓના હપ્તા નથી ભરાતા. વેચવી છે પણ કોઈ ગાડી લેનાર નથી.
પ્રવાસ આયોજકો, રીતસર ઉઘાડી લુંટ ચલાવતા હતા અત્યારે ઓફીસનું ભાડું ભરવાના ફાંફા છે.
બિલ્ડરો ,જેને કેટલો નફો રાખવો તે કહેનાર જ કોઈ નહતું. આજે એમને ત્યાં પણ ચકલાં ઊડે છે.
સોનાના શોરૂમો આવતાંય લુટે ને જતાંય લુંટે ,આજે શટર ઊંચું નથી કરી શકતા
વીડિયો શુટિંગ વાળા , મીઠાઈની મોટી મોટી દુકાનો વાળા, બજારના ગિધ્ધ જેવાં વેપારીઓ , શાકભાજીના દલાલો, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર લુંટ મચી હતી.
કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિ ને મજબૂરીવશ કોર્ટ-કચેરીમાં જવાનું થતું તો વકીલો જાણે ગિદ્ધ હોય તેમ તેની ઉપર તૂટી પડતા અને તેના હાડ-માંશ ચૂસવામાં કોઈ કમી નહોતા રાખતા તે વકીલોને આજે ચા અને મસાલા ની પડીકીના ફાંફા પડી રહ્યા છે.
પણ સમય આવે કુદરત સૌનો ન્યાય કરે છે. હજુ જે નથી સુધર્યા તેમનો પણ આજે નહીં તો કાલે નંબર આવવાનો જ છે.
ભગવાનની લાઠીનો અવાજ નથી હોતો. કર્મ કોઈને છોડતું નથી. કોઈકે એકનો એક દીકરો ગુમાવી દીધો, કોઈકે માં કે બાપ ગુમાવી દીધા, કોઈનું આખું કુટુંબ હોમાય ગયું, કેટલાક કરોડો અબજોની સંપત્તિ વાપરવા ના રહ્યાં
હજુ ઊંડે ઊંડે પણ જો થોડી માનવતા બચી હોય તો પાછા પડી જાવ. કર્મોની ગતિ ન્યારી છે …
આ પોસ્ટ જેને જેને લાગુ પડે એમણે સુધરવા માટે હજી સમય છે એટલે ઉપર વાળા નો ડર રાખવો…બીજી વાર ચાન્સ નહી મળે…
સારું લાગે તો શેર કરશો.