ટૂંકું ને ટચ
જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!
- દરેક ને સ્વર્ગ માં જવું છે, પણ મરવું નથી.
- સમય ભલે દેખાતો નથી,પણ બધું દેખાડી જાય છે!
- આંખો બંધ થાય તે પેહલા 'ઉઘડી' જાય તો,આખો જન્મારો સુધરી જાય!
- શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે, સમય પરીક્ષા લઈને શીખવાડે છે.
- શબ્દો પણ કરકસર કરીને વાપરવા. કારણ કે મંદી સંબંધોને પણ નડે છે.
- એક કપ ચાની સંગત સારી, પણ એક કપટીની સંગત બુરી.
- સુખ સવાર જેવું છે, માંગો તો ન મળે,જાગો તો જ તમને મળે.
- સત્યને તો શૂળીએ ચડવું પડે,જૂઠ ને ક્યાં કોઈ નાતો હોય છે!
- જાત માટે થાય તે દર્શન, જગત માટે થાય તે પ્રદર્શન!
- જીવન તો સરળ છે,આપણે તેને અટપટું બનાવી દઈએ છીએ.
- પંખીઓ આવતીકલ માટે સંગ્રહ કરતા નથી.
- બુદ્ધિ હોવી તે પૂરતું નથી, તેને યોગ્ય રીતે વાપરવી તે મુખ્ય છે.
- ઘોડો અને જિંદગી બંને પછડાટ આપશે, હાર્યા વગર ફરી સવારી કરજો!
- સૌથી સરસ શબ્દ સુખ નથી, પ્રસન્નતા છે.
- જીવન જીવતાં જો આવડે તો રોજ જલસો છે.
- એ લોકો ધન્ય છે, જેઓ દરેક પરિસ્થિતિ માં પ્રસન્ન રહે છે.
- માની કૂખમાં નવ મહિના રહ્યા પછી જેનો જન્મ થાય એનું નામ "મા-નવ".
- સર્જન કરવું હોય તો આપણી જાતનું વિસર્જન કરવું પડે.
- એક ભૂલ તમારો છે, જયારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે.
- ઉત્તમ માણસ કાર્ય કરવામાં ધીરો હોય છે, બોલવામાં નહિ!
- જે કઈ સારું થવાનું હોય તો એમાં સમય હંમેશા વધારે લાગે છે.
- જખમ અને જોખમનો સરવાળો એટલે જિંદગી!
- તમે કમાણી કરતા વધુ ખર્ચ કરી મુશ્કેલી ઓળંગી શકો નહિ.
- જિંદગી તો સસ્તી હૈ બસ, ગુજારને કે તરીકે મહેંગે હૈ!
- વ્યક્તિ જયારે બીજા સાથે સરખામણી કરવા લાગે છે, ત્યારે તેની નિષ્ફળતાની શરૂઆત થાય છે.
- મુશ્કેલીઓ સફળતાનાં અનેક માર્ગ ખોલી દેતી હોય છે.
- કોઈના વગર કઈ અટકતું નથી, પણ અઘરું ચોક્કસ રહે છે!
- સેંકડો હાથોથી એકત્ર કરો અને હજારો હાથોથી દાન કરો.
- શુદ્ધ નિર્મલ મનની શાંતિથી ચડિયાતી બીજી કોઈ પ્રસન્નતા નથી.
- લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ બધાને જડતી નથી.
- તમે ઉધાર લઈને નિરાંત ભોગવી શકો નહિ!
- સંબંધો તો એવા જ સારા, જેમાં હક પણ ન હોય અને શક પણ ન હોય!
- અંધકાર પછી ઉજાસ હોય છે અને દુઃખ પછી સુખ હોય છે.
- મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો!
- ચાલવાથી શરીર સુધારે અને ચલાવી લેવાથી સંબંધ!
- ડાહ્યા માણસોના કાન લાંબા, આંખો મોટી અને જીભ ટૂંકી હોય છે!
- શરીર લીઝ ઉપર મળેલી ચીજ છે, તેને મલિક ન સમજો.
- બંધુ જ મૂકીને જવાનું છે. પદ , પૈસો, પ્રતિષ્ઠા અને પત્ની.
- ફક્ત એક જ "ભવ" અને કેટલા બધા "અનુભવ".
- જે શીખવા માંગે છે એને બધું જ આવડે છે!
- ચિંતન સુધરે તો જીવન સુધરે.
- ભાષા એ શરીર નો એક "અદ્રશ્ય" ભાગ છે, જેમાં માણસનું આખું "ચરિત્ર" દેખાય છે!
- સુખી થવું હોય તો, બીજાનું સુખ સહન કરતા શીખો.
- સજ્જન પુરુષ વાદળોની માફક આપવા માટે જ બીજા પાસેથી કશુંક છે છે!
- દુઃખની પાછળ શોક નહિ, શોધ જોઈએ.
- જીવનની યાત્રા: અનામીથી નનામી સુધી!
- હૃદયરોગની મોટું કારણ જબરદસ્ત યાદશક્તિ. સચોટ ઈલાજ – ભૂલતા શીખો.
- સાઇકલ અને જિંદગી ત્યાં સુધી બરાબર ચાલે છે, જ્યાં સુધી ચેન છે!
- સમજ, સમતા અને સાધના વિના જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી!
- પ્રેમ વગર પરિવારની હૂંફ મળતી નથી અને પરિવારની હૂંફ વગર તો અબજોપતિ પણ ગરીબ જ રહે છે.