દાદા-દાદીના મુખેકહેવાયેલી વાર્તાદ્વારા અનાયાસેશિક્ષણ અપાતુંહતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતુંહતું. પહેલી નજરેલાગતુંમનોરંજન કોઈ નેકોઈ બોધ આપીનેજાય છે.
વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે. વડીલો ઉંમરના ઉંબર પર આવીનેઊભા રહે એટલેક્યારેકરે બિનજરૂરી વાતનું વહેણપણ આવે. બાળપણમાંઆપણેદાદા પર આવા અનેક બેતૂકા સવાલોની ઝડી વરસાવતા હતા. એનો તેઓ શાંતિથી જવાબ આપતા.અગાસી ઉપર શુંછે ?
કાગડો.
એ કેમ ઊડે અનેઆપણેઊડી ન શકીએ ?
બેટા, એનેપાંખો છે.
એ જ દાદા વૃદ્ધાવસ્થામાંએક જ સવાલ પૂછે કે કોણ આવ્યું ? તો તુરંત તોછડો જવાબ આપીએ કે તમારે શુંકામ છે ?
વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યારે વહાલું નથી લાગતું. આપણા કરતાં વધુદિવાળીઓ એમણેજોઈ છે. એમના અનુભવની તોલેઆપણેકદી જપહોંચી હોં શકવાના નથી.એક બા ળક સાંજે શેરીમાં રમી રહ્યું છે. મા બૂમ પાડે છે પણ ઘરમાં નથી આવતું. જમવાનું તૈયાર છે, કહે છે તો પણ નથી આવતું. તારા બાપાહમણાંઆવશેની ધમકી આપેછે તોય નથી આવતું. છેવટે મા બ્રહ્માસ્ત્ર વાપરે છે. તરત નહીં આવેતો રાત્રેદાદા વાર્તાનહીં સંભળાવેઅનેબાળક
દોડતુંક ઘરમાં ઘૂસી જાય છે. દાદા નામ પડતાં જ એક આખો યુગ સામેઆવી જાય છે અનેદાદીનું નામ પડતા પરિકથાનો પરિવેશ જીવંત થઈજાય છે. દાદા-દાદીના મુખેકહેવાયેલી વાર્તાદ્વારા અનાયાસેશિક્ષણ અપાતું હતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતું હતું. પહેલી નજરે લાગતુંમનોરંજન કોઈ નેકોઈ બોધ આપીનેજાય છે.આથમતી ઉંમરના અજવાળામાં પ્રેમ વધુઘટ્ટ થાય છે, જેમજે શરબતના ગ્લાસમાં નીચેરહેલી ખાંડ વધુમજેદા જે ર લાગેછે. આ ઉંમરે એકબીજાનીસંભાળ રાખેછે. એકબીજાનો સાચો સહારો બનેછે. દાદી પેસ્ટ આપેઅનેદાદા ગરમ પાણી લઈ આવે. એકબીજાના પૂરક બનવાનો પ્રયત્ન કરે છે.
દાદા પાણી માંગેઅને દાદીનેકાનેઓછું હોવાનેકારણેરાણી સંભળાય... અનેકોમેન્ટ આવેકે આ ઉંમરે તો શરમાવ.. પછી દાદા સમજી જાય છેઅનેરાણી બોલેઅનેદાદી પાણી સાથેહા જર થાય છે.દિવસેતો બધા ભાગ દોડમાંહોય પણ કેટલાક પરિવારમાંઆજે પણ સાંજે આખો પરિવાર સાથેજમેછે. જે ખૂબ સારી બાબત છે. કેટલાંક ઘરમાંએક છત ની ચેરહેતાં લોકો પણ અલગ અલગ હોય છે. એન્ડ્રો ઇડના આકાશમાં વિહાર કર્યાકરે.રેજ્યારે સ્કૂલમાં બંક મારીનેપિક્ચર જોવા ગયાહોઈએ ત્યારે અમરીશપુરી જેવા જે પપ્પા તો દાદાની લાકડી લઈનેઊભા હોય પણ એમાં ઢાલ બનેદાદા. બાળક છે કદી એનેપણ મન થાય કહીપોતાની જાત આગળ ધરી દે. દાદાએ કરેલી રે પુત્રનેમારવાની ભૂલ પૌત્રમાં પુનરાવર્તિત નથી થવા દેતા. રમતાં રમતાં સહેજ અમથું વાગેત્યાં માપહેલાં દાદી દોડી આવેઅનેઘા બાજરિયું લગાવી આપે. દાદીના હાથનું ભોજન જે કોઈ ખાય એ આંગળાં ચાટી જ જાય. રમેશ પારેખરે હું નેચંદુ
બાલગીતમાં કહે છે દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ, એનાથી ચાંદરડાં પા ડ્યાં પડદા ઉપર પાંચ. નિશાળ પૂરી થાય એટલેદાદા સાથમસ્તીકી પાઠશાળા શરૂ થાય. ગેરકાયદેસર કામો શરૂ થાય. દાદાનેડાયબિટીસ હોવાથી એ પૌત્ર પાસેછાનામાના મીઠાઈ મંગાવેઅનેઅનેલાંચરૂપેઆપેચોકલેટના પૈસા.. પછી બંને કાતરિયામાંછુપાઈનેલુત્ફ ઉઠાવે.પ્લેટોએ કહ્યું છે કે, વૃદ્ધ અવસ્થા એટલેભયાનક એકલતા. જે વડીલ સમય સાથેબદલાય એ એકલતાનેએકાંતમાં રૂપાંતરિત કરી શકે છે. પૌત્રનેસમજવા દા દાએ અંગ્રેજી ફિલ્મો પણ જોવી પડે. તારક મહેતા કા ઊલટા ચશ્મામાં ટપુડાનેદાદા ચંપકલાલનો સ્નેહ મળે છે. જે જે બાળકોનેગ્રાંડપેરેન્રેટ્સનો પ્રેમ મળ્યો છે, એ ખુશકિસ્મત છે. વાર્તારે વાર્તા, ભાભા ઢોર ચારતા આ શબ્દો સાંભળ્યા વગર બાળપણ ગયું જ ન હોય. આજના
હાઈટેક યુગમાંવાર્તાભૂંસાતી ભુલાતી જાય છે. દાદીનો ખોળો એ બાળગીતોની યુનિ. છે. દાદાદીકરાનાંઅધૂરાંસપનાંપૌત્રની આંખમાંજુએ છે.
દાદીની આંગળી પકડી મંદિરે ગયેલા પગનો થનગનાટ કંઈ ઓર હોય છે. સ્કૂલમાં ઇનામ મળે તો સૌ પ્રથમ દાદાનેબતાવવાનું અનેદાદા દ્વારાઇનામનુંઇનામ મળે. દિવસેદાદા દાદી પર ગમેતેવો ગુસ્સો કરે પણ સાંજે ચાની વરાળ સાથેઓગળી ગયો હોય...આમ એકબીજામાંઓગળવુંતો
એમની પાસેથી જ શીખી શકાય, પાકટ પ્રેમ અનેનિર્મળ નેહ...